Kumarpal Desai  | કુમારપાળ દેસાઇ
Kumarpal Desai  | કુમારપાળ દેસાઇ

🌹કુમારપાળ દેસાઇ🌹





જન્મ : 03-08-1942 (બોટાદ જિલ્લાના રાણપુરમાં)

વતન : સાયલ (જિ. સુરેન્દ્રનગર)

મૂળનામ : કુમારપાળ બાલાભાઈ દેસાઇ

પિતા : બાલાભાઈ વિરચંદ દેસાઇ (ભીખાલાલ, જયભીખ્ખુ)

માતા : જયાબહેન

દાદા : વિરચંદ દેસાઇ

પત્ની : પ્રતિમાબહેન

સંતાનો – કૌશલ, નીરવ

કૃતિઓ :

          નિબંધ સંગ્રહ :

        ➽ ઝાકળભીનાં મોતી (3ભાગ)

        ➽ જીવનનું અમૃત

        ➽ માનવતાની મહેક

        ➽ ક્ષણનો સાક્ષાત્કાર

        ➽ શ્રદ્ધાંજલી

          ચરિત્રલેખો :

        ➽ લાલ ગુલાબ – 1965

        ➽ મહામાનવ શાસ્ત્રી – 1966

        ➽ અપંગનાં ઓજસ – 1973

        ➽ વીર રામમૂર્તિ – 1976

        ➽ બાળકોના બુદ્ધિસાગરસૂરિજી – 1978

        ➽ સી.કે. નાયડુ – 1979/

        ➽ ફિરાક ગોરખપુરી – 1984

        ➽ ભગવાન ભદેવ – 1987

        ➽ ભગવાન મલ્લિનાથ – 1989

        ➽ આતમજ્ઞાનીશ્રમ કહાવે – 1989

        ➽ અંગૂઠે અમૃત વસે – 1992

        ➽ લોખંડી દાદાજી – 1992

        ➽ શ્રીમહાવીર જીવનદર્શન – 1998

        ➽ જિનશાસનની કીર્તિગાથા – 1998

        ➽ લાલા અમરનાથ – 1999

        ➽ આફતોની આંધી વચ્ચે સમૃદ્ધિનું શિખર (યુ. એન. મહેતાનું જીવનચરિત્ર) – 1999

        ➽ મૂળમાર્ગનું અમૃત અને અધ્યાત્મનું શિખર (શ્રીમદ્ રામચંદ્રનું જીવનચરિત્ર) – 2000

        ➽ માનવતાની મહેંક (પ્રેમચંદ વ્રજપાળ શાહનું જીવનચરિત્ર) – 2000

        ➽ તીર્થંકર મહાવીર – 2004

        ➽ ભારતીય સંસ્કૃતિનો આત્મા (વીરચંદ રાઘવજી ગાંધીનું ચરિત્ર) – 2009

                 

બાળસાહિત્ય :

        ➽ વતન, તારારતન – 1965

        ➽ ડાહ્યો ડમરો – 1967

        ➽ કેડે કટારી, ખભે ઢાલ – 1969

        ➽ બિરાદરી – 1971

        ➽ મોતને હાથતાળી – 1973

        ➽ ઝબક દીવડી – 1975

        ➽ હૈયું નાનું હિંમત મોટી – 1976

        ➽ પરાક્રમી રામ – 1977

        ➽ રામ વનવાસ – 1977

        ➽ સીતાહરણ – 1977

        ➽ વીરહનુમાન – 1978

        ➽ નાની ઉંમર, મોટું કામ – 1978

        ➽ ભીમ – 1980

        ➽ ચાલો પશુઓની દુનિયામાં, --  – 1980

        ➽ વહેતી વાતો – 1983

        ➽ મોતીની માળા – 1990

        ➽ વાતોના વાળુ – 1993

        ➽ ઢોલ વાગે ઢમાઢમ – 1993

        ➽ સાચના સિપાહી – 1993

        ➽ કથરોટમાં ગંગા – 1993

                ચિંતન:

        ➽ ઝાકળભીનાં મોતી ભાગ -- 1983

        ➽ મોતીની ખેતી – 1983

        ➽ માનવતાની મહેંક 1984

        ➽ તૃષા અને તૃપ્તિ – 1986

        ➽ ક્ષમાપના – 1990

        ➽ શ્રદ્ધાંજલિ – 1994

        ➽ જીવનનું અમૃત 1996

        ➽ દુઃખની પાનખરમાં આનંદનો એક ટહુકો – 1997

        ➽ મહેક માનવતાની – 1997

        ➽ ઝાકળ બન્યું મોતી – 1998

        ➽ સમરો મંત્રભલો નવકાર 2000

        ➽ ક્ષણનો સાક્ષાત્કાર 2008

        ➽ ક્ષણનો ઉત્સવ – 2016

        ➽ શ્રદ્ધાનાં સુમન 2016

        ➽ પ્રસન્નતાના પુષ્પો – 2016

        ➽ જીવનનું જવાહિર – 2016

        ➽ શીલની સંપદા – 2016

        ➽ મનની મિરાત – 2016

        ➽ મંત્ર માનવતાનો – 2017

        ➽ મંત્ર મહાનતાનો – 2017

        ➽ પરમનો સ્પર્શ – 2018

        ➽ કેસર અને કુમકુમ 2019

        ➽ કેસર અને કસ્તૂરી 2019

        ➽ કેસરની ક્યારી 2019

          પત્રકારત્વ :

        ➽ અખબારી લેખન – 1979

        ➽ સાહિત્ય અને પત્રકારત્વ

                  રમત ગમત :

        ➽ અપંગનાં ઓજસ

        ➽ ભારતીય ક્રિકેટરો

        ➽ ક્રિકેટ રમતાંશીખો

                  ચરિત્ર :

        ➽ મહામાનવ શાસ્ત્રી – 1966

        ➽ સી.કે.નાયડુ સી.કે. – 1979

        ➽ ભગવાન ઋષભદેવ – 1979

        ➽ ફિરાક ગોરખપુરી વિ. 1984

        ➽ લાલગુલાબ – 1965

        ➽ અપંગનાં ઓજસ – 1973

        ➽ વીર રામમૂર્તિ – 1976

        ➽ બાળકોના બુદ્ધિસાગરસૂરિજી – 1978

        ➽ ભગવાન મલ્લિનાથ – 1998

        ➽ આતમજ્ઞાની શ્રમણ કહાવે – 1989

        ➽ અંગૂઠે અમૃત વસે – 1992

        ➽ લોખંડી દાદાજી – 1992

        ➽ શ્રી મહાવીર જીવનદર્શન – 1998

        ➽ જિનશાસનની કીર્તિગાથા – 1998

        ➽ લાલા અમરનાથ – 1999

        ➽ આફતોની આંધી વચ્ચે સમૃદ્ધિનું શિખર 1999

        ➽ મૂળમાર્ગનું અમૃત અને અધ્યાત્મનું શિખર 2000

        ➽ માનવતાની મહેંક (પ્રેમચંદ વ્રજપાળ શાહનું જીવનચરિત્ર) – 2000

        ➽ તીર્થંકર મહાવીર 2004

        ➽ ભારતીય સંસ્કૃતિનો આત્મા (વીરચંદ રાઘવજી ગાંધીનું ચરિત્ર) – 2009

        ➽ જીવતરની વાટે, અક્ષરનો દીવો – 2014

        ➽ માટીએ ઘડ્યા માનવી – 2016

        ➽ તન અપંગ મન અડીખમ – 2016

        ➽ જીવીજાણનારા(૨૦૧૬)

 

                  વાર્તા :

       ➽ એકાંતે કોલાહલ – 1976 (નવલિકા સંગ્રહ)

        ➽ સુવર્ણમૃગ – 1985

        ➽ મોતના સમંદરનો મરજીવો

        ➽ અગમ પિયાલ – 1989

        ➽ લોખંડી દાદાજી  - 1992

        ➽ બિંદુબન્યાં મોતી – 1986

        ➽ ભવની ભવાઈ – 1987

        ➽ મોતના સમંદરનો મરજીવો – 1987

        ➽ વ્યક્તિ અને સમષ્ટિ – 1989

        ➽ એકસો ને પાંચ – 1989

        ➽ આંખ અને અરીસો – 1989

        ➽ કથરોટમાં ગંગા – 1993

       

          નિબંધ :

        ➽ ઝાકળ બન્યું મોતી

        ➽ માનવતાની મહેંક

        ➽ તૃષા અને તૃપ્તિ

        ➽ જીવનનું અમૃત વિ.

        વિવેચન :

        ➽ શબ્દ સન્નિધિ – 1980

        ➽ શબ્દ સમીપ – 2008

        ➽ ભાવન વિભાવન – 1988

        ➽ હેમચંદ્રાચાર્ય સાહિત્યસાધના 1988

        

          સંપાદન :

        ➽ જયભિખ્ખુ સ્મૃતિ ગ્રંથ – 1970

        ➽ દુલાકાગ સ્મૃતિ ગ્રંથ – 1979

        ➽ શબ્દશ્રી – 1980

        ➽ હૈમસ્મૃતિ – 1989

        ➽ નર્મદ : આજના સંદર્ભમાં – 1983

        ➽ નવલિકા અંક (ગુજરાત ટાઈમ્સ)

        ➽ ઓજસ દીઠા, આત્મબળના

        ➽ રત્નત્રયીનાં અજવાળાં – 1997

        ➽ સામાયિક સૂત્ર (અર્થ સાથે)

        ➽ શંખેશ્વર મહાતીર્થ

        ➽ યશોભારતી – 1992

        ➽ ધન્ય છે ધર્મ તને (આચાર્ય વિજયવલ્લભસૂરિનાં પ્રવચનોનું સંપાદન) – 1987

        ➽ આત્મવલ્લભ સ્મરણિકા (ગુજરાતીવિભાગનુંસંપાદન)

        ➽ બાળસાહિત્ય સંગોષ્ઠિ – 1985

        ➽ પરિવર્તનનું પ્રભાત ('ગુજરાત ટાઇમ્સ')

        ➽ એકવીસમી સદીનું વિશ્વ ('ગુજરાત ટાઇમ્સ')

        ➽ એકવીસમી સદીનું બાળસાહિત્ય – 2000

        ➽ અદાવત વિનાની અદાલત (ચં. ચી. મહેતાનાંરેડિયો-રૂપકોનુંસંપાદન) - 2000

        ➽ એક દિવસની મહારાણી (ડેમોન રનિયનનીવાર્તાઓનોચં.ચી. મહેતાએ કરેલોઅનુવાદ) – 2000

        ➽ ગુજરાત ટાઇમ્સના વિશેષાંકો આનંદઘન વિ.

        ➽ હું પોતે( નારાયણ હેમચંદ્ર) – 2001

        ➽ સરદારની વાણી( ભાગ થી૩) – 2001

        ➽ શ્રીમદ્ રાજચંદ્ર અને મહાત્માગાંધી – 2003

        ➽ ભગવાન મહાવીર 1990

        ➽ સાહિત્ય અને પત્રકારત્વ 1980

        ➽ ઓજસ દીઠાં આત્મ બળનાં – 1983

        ➽ નવભારતના ભાગ્યવિધાતા - 1975

       ➽ The Jaina Philosophy – 2009

       ➽ The Yoga Philosophy – 2009

        The Unknown Life of Jesus Christ – 2009

         બાળસાહિત્યમાં વિજ્ઞાનકથા – 2010

        ➽ સૌહાર્દ અને સહૃદયતા – 2001

        ➽ ચંદ્રવદન મહેતાના નાટ્ય શ્રેણી ભાગ થી૫ 2001 થી 2006

        ➽ સવ્યસાચી સારસ્વત 2007

        ➽ આત્મચૈતન્યની યાત્રા – 2014

        ➽ પ્રેરણાની પાવનમૂર્તિ – 20013-14

        ➽ જૈન વિશ્વકોશ (ભાગ 1થી4)

         

          સંશોધન :

        ➽ ગત સૈકાની જૈન ધર્મનીપ્રવૃત્તિઓ વિ. – 1988

        ➽ જ્ઞાનવિમલસૂરિકૃત સ્તબક 1980

        ➽ આનંદઘન : એક અધ્યન 1980

        ➽ અપ્રગટ મધ્યકાલીન કૃતિઓ – 1982

        ➽ મેરુસુંદર ઉપાધ્યાયરચિત અજિતશાંતિસ્તવનનોબાલવબોધ 1990

        ➽ અબ હમ અમર ભયે

                  ધાર્મિક :

        ➽ જ્ઞાનવિમલ સૂરિકૃતસ્તબક – 1980

        ➽ વાચક મેરૂસુંદર કૃત બાલાવબોધ વિ. – 1990

                  બાળસાહિત્ય :

        ➽ લાલ ગુલાબ – 1965

        ➽ ડાહ્યો ડમરો – 1967

        ➽ કેડે કટારી ખભે ઢાલ – 1969

        ➽ મોતને હાથ તાળી – 1973

        ➽ હૈયું નાનું, હિમ્મત મોટી – 1976

        ➽ ઢોલ વાગે ઢમાઢમ – 1993

        ➽ ચાલો પશુઓની દુનિયામાં વિ. (1-2-3) – 1980

        ➽ વતન, તારા રતન – 1965

        ➽ બિરાદરી – 1971

        ➽ ઝબક દીવડી – 1975

         પરાક્રમી રામ 1977

         રામ વનવાસ 1977

        ➽ સીતાહરણ 1977

        ➽ વીરહનુમાન 1978

        ➽ નાની ઉંમર, મોટું કામ 1978

        ➽ ભીમ 1980

        ➽ વહેતી વાતો – 1983

        ➽ મોતીની માળા – 1990

        ➽ વાતોના વાળુ – 1993

        ➽ સાચના સિપાહી – 1993

        ➽ કથરોટમાં ગંગા – 1993

         

          પ્રૌઢ શિક્ષણ સાહિત્ય :

        ➽ મોતીની માળા

        

          અનુવાદ :

        ➽ નવવધૂ (આફ્રિકન લેખક ઑસ્ટિન બુકેન્યાની નાટ્યકૃતિનો અનુવાદ) – 2000

                  પ્રકીર્ણ :

        ➽ અબોલની આતમવાણી – 1968

        ➽ અહિંસાની યાત્રા – 2002

        ➽ ત્રૈલોક્યદીપકશ્રી રાણકપુર તીર્થ – 2007

        ➽ વર્તમાન સમયમાં જૈનતત્ત્વદર્શનની પ્રસ્તુતતા – 2009

          હિંદીપુસ્તકો :

    ➽ जिनशासन की कीर्तिगाथा – 1998

    ➽ अपाहिज तन, अडिग मन 2002

    ➽ आनंदघन 2007

    ➽ त्रैलोक्यदीपक राणकपुर तीर्थ – 2007

    ➽ भारतीय क्रिकेट ; क्रिकेट केविश्वविक्रम ; क्रिकेट कैसेखेले? भाग 1 – 2

 

         અન્ય કૃતિઓ :

        ➽ અનાહતા – 2019 (નવલકથા)

        ➽ હારુ તે હું નહીં

        ➽ જિંદગી ચાહું છુ તને

        ➽ કેશર અને કસ્તુરી

        ➽ કેશર અને કુમકુમ

        ➽ કેશરની ક્યારી

        ➽ ક્ષણનો વૈભવ

        ➽ મનની મિરાત

        ➽ શીલની સંપદા

        ➽ અપંગના ઓજસ

        ➽ મહાયોગી આનંદઘન – 1988

        ➽ મહા માનવતાનો

        ➽ ફૂલની આંખે, ઝાકળ મોતી

        ➽ વતન તારાં રતન – 1995

        ➽ એકાંતે કોલાહલ – 1976

        ➽ સાહિત્યિક નિસબત – 2008

        

          અંગ્રેજી :

        ➽ Forgiveness

        ➽ Kshamapana – 1990

        ➽ Non-violence : A Way of life (Bhagwan Mahavir) – 1990

        ➽ Glory of Jainism – 1998

        ➽ Stories from Jainism – 1998

        ➽ Essence of Jainism – 2000

        ➽ The Value and Heritage of Jain Religion – 2000

        ➽ Role of Women in Jain Religion – 2000

         A Pinnacle of Spirituality – 2000

        The Timeless Message of Bhagwan Mahavir – 2000

        ➽ Vegetarianism – 2000

        ➽ Journey of Ahimsa – 2002

        ➽ Our life in the context of five Anuvrat and Anekantwad – 2002

        ➽ Influence of Jainism on Mahatma Gandhi – 2002

        ➽ Tirthankar Mahavir – 2003

        ➽ Trailokyadeepak Ranakpur Tirth – 2007

        ➽ Jainism ; The Cosmic Vision  – 2008

        ➽ The Brave Hearts  – 2009

        ➽ Shrimad Rajchandra & Mahatma Gandhi  – 2017

સન્માન :

➽ ભારત સરકારનો પદ્મશ્રી પુરસ્કાર – 2004

➽ ગુજરાતી સાહિત્ય અકાદમીનો સાહિત્ય ગૌરવ પુરસ્કાર – 2009

➽ 1980માં ઑલ ઇન્ડિયા જુનિયર ચૅમ્બર્સ તરફથી ટેન આઉટસ્ટૅન્ડિંગ પર્સનાલિટી ઑફ ઇન્ડિયાનો એવૉર્ડ

 ➽ હરિૐ આશ્રમ એવૉર્ડ – 1985

➽ કે. જી. નાયક સુવર્ણચંદ્રક અમદાવાદ – 1981

➽ અમેરિકા અને કૅનેડાના જૈન સેન્ટરોના ફૅડરેશન જૈનાદ્વારા પ્રેસિડેન્ટ સ્પેશિયલ એવૉર્ડ

 ➽ જૈન જ્યોતિર્ધર એવૉર્ડ

 ➽ ગુજરાત રત્ન એવૉર્ડ – 1995

➽ દિવાળીબહેનમોહનલાલ મહેતાએવૉર્ડ – 1999

➽ સૂરત શહેર પત્રકાર કલ્યાણ નિધિ તરફથી બૅસ્ટ સ્પોર્ટ્સ જર્નાલિસ્ટના એવૉર્ડ – 2002

➽ નાનુભાઈ સુરતી સંસ્કૃતિ એવોર્ડ

➽ પત્રકારત્વ માટે યજ્ઞેશ શુક્લએવૉર્ડ 

 રવીન્દ્રનાથ ટાગોર, અંગ્રેજી લેખ માટે, રવીન્દ્ર મેડલ, યુજીસી., દિલ્હી દ્વારા

 આચાર્ય તુલસી અને કાન્ત એવૉર્ડ તથા જૈન સોશ્યલ ગ્રુપ ઇન્ટરનેશનલ ફેડરેશનનો 'જૈન વિભૂષણનો' સર્વોચ્ચ એવૉર્ડ

➽ ભારત જૈન મહામંડળ તરફથી સર્વપ્રથમ જૈન ગૌરવ એવૉર્ડ – 2003

 ➽ જૈન રત્નના એવૉર્ડ – 2001

➽ હ્યુમન સોસાયટી ઑફ ઇન્ડિયા દ્વારા લાઇફટાઇમ એચીવમેન્ટ એવૉર્ડ – 2004

➽ ઇન્ટરનેશનલ ફેડરેશનનો 'જૈન વિભૂષણનો'

➽ મિલેનિયમ એવોર્ડ, અમદાવાદ – 2001

➽ સંસ્કૃતિ સંવર્ઘન એવોર્ડ, કોબા – 2001

➽ લાઈફ ટાઈમ અચિવમેંટ

➽ કાલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય સુવર્ણચંદ્રક – 1989

 ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક – 2001

➽ રણજિતરામ સુવર્ણચંદ્રક – 2015

➽ 'હનુમાનપ્રસાદ પોદ્દાર' પારિતોષિક

➽ નવચેતન સામયિકમાં પત્રકારત્વ ક્ષેત્રના પ્રદાન માટે રૌપ્યચંદ્રક – 1978

➽ કલિકાલ સર્વજ્ઞશ્રીહેમચન્દ્રાચાર્ય સુવર્ણચંદ્રક, મુંબઈ – 2002

➽ આરાધ્ય સન્માન – 2016

➽ આચાર્યતુલસી સન્માન – 2017

➽ ભદ્રંકર જ્ઞાન-જ્યોત એવોર્ડ – 2019

➽ બાળસાહિત્ય પુરસ્કાર, સાહિત્ય અકાદમી દિલ્હી – 2019

અન્ય માહિતી :

    ➽ તેમણે ગુજરાત યુનિવર્સિટીમાં અદ્યાપન કાર્ય કર્યું હતું,  તેઓએ મુખ્ય વિષય તરીકે ગુજરાતી લઈ અમદવાદની એચ. કે આર્ટ્સ કોલેજથી ગુજરાત યુનિવર્સિટી 1963માં B.A. પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થયા. અને 1965માં ગુજરાત યુનિવર્સિટી માંથી M.A. થઈ નવગુજરાત કોલેજ, અમદાવાદમાં ગુજરાતીના અધ્યાપક તરીકે કારકિર્દીની શરૂઆત કરી

    ➽ 1980માં ડો. ધીરુભાઈ ઠાકરના માર્ગદર્શન નીચે આનંદઘન : એક અધ્યયન વિશે શોધપ્રબંધ લખી એમને ગુજરાત યુનિવર્સિટી માંથી Ph.d. ની  પદવી પ્રાપ્ત કરી 1983માં તેઓ ગુજરાત યુનિવર્સિટીના  ભાષાસાહિત્ય ભવનમાં જોડાયા એ પછી ભાષાસાહિત્યભવન માં ગુજરાતી વિભાગના અધ્યક્ષ, ભાષાસાહિત્યભવનના નિયામક અને ગુજરાત યુનિવર્સિટીના વિનયન વિદ્યાશાખાના ડીન તરીકે સેવાઓ આપીને નિવૃત થયા છે.

    ➽ તેમના માર્ગદર્શન હેઠળ દસ વિદ્યાર્થીઓએ પી.એચ. ડી. ની પદવી મેળવી છે.

    ➽ જયભિખ્ખુસાહિત્ય ટ્રસ્ટના મુખ્ય સંચાલક

    ➽ હાર્પર કૉલિન્સ પ્રકાશિતતત્વાર્થસૂત્રનામંડળમાં સભ્ય

    ➽ નામદાર પોપ જ્હોન પૉલ()ને મળનાર પ્રથમ જૈનમંડળના સભ્ય

    ➽ પિટ્સ્બર્ગ અને ટોરોંટોમાં જૈન સંસ્થાઓ તરફથી એવોર્ડ

    ➽ દેશ-વિદેશમાં વિવિધ વિષયો પરનાં વ્યાખ્યાનો– 37

    ➽ જૈનાના કન્વેન્શનમાં કી-નોટ સ્પીકર

    ➽ કેપટાઉનમાં યોજાયેલપાર્લામેન્ટ ઑફ રિલિજિયન્સમાં વક્તા અને ભારતના સંયોજક.

    ➽ ગંગાબા તથા મોહિનાબા કન્યા વિદ્યાલયોમાં જૈન ધર્મવિષયક અભ્યાસક્રમો ના આયોજનોમાં ફાળો

    ➽ ગુજરાત સરકાર દ્વારા સ્થપાનાર અહિંસા યુનિવર્સિટીની એકટ અને પ્રોજેકટ સમિતિના ચેરમેન તરીકે એમને કાર્ય કર્યું છે.

    ➽ યુનિવર્સિટી ની દરજ્જો ધરાવતી જૈન વિશ્વભારતી ઇન્સિટ્યુટના પ્રોફેસર એમરિટ્સ અને ગુજરાતી વિદ્યાપીઠના એડજઙ્ક્ટ પ્રોફેસર તરીકે તેઓ જોડાયા

    ➽ 1990માં બંકીગહામ પેલેસમાં ડ્યુક ઓવ એડિનબરો પ્રિન્સ ફિલિપને જૈન સ્ટેટમેન્ટ ઑઁ નેચર અર્પણ કરવા ગયેલા પાંચ ખાંડમાં જૈન પ્રતિનિધિમંડળમાં તેઓ હતા.    1993માં શોકાગોમાં અને 1999માં દક્ષિણ આફ્રિકાના કેપટાઉન શહેરમાં યોજાયેલી વર્લ્ડ પાર્લામેન્ટ ઓફ રિલીજીયન્સમાં તથા 1994માં વેટિકનમા પોપ જોન પોલ (દ્વ્રિતીય)ની મુલાકાત લેનાર પ્રતિનિધિમંડળમાં ધર્મદર્શનવિશે તેમણે સાર્થક ચર્ચા કરી હતી

    ➽ ઇન્સ્ટીટ્યુટ ઓફ જૈનોલોજી નામની વિશ્વવ્યાપી સંસ્થાના તેઓ ભારત ખાતેના ટ્રષ્ટિ અને કો-ઓર્ડિનેટર છે, આ સંસ્થા દ્વારા બ્રિટિશ લાઇબ્રેરીમાં રહેલી જૈન હસ્તપ્રતોના કેટલોગનું કામ ચાલી રહ્યું છે જેના પ્રથમ ત્રણ ભાગ વિમોચન વિધિ 25મી મે 2006 ના રોજ નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતેડો. મનમોહનસિંઘ હસ્તે કરવામાં આવ્યો

    ➽ ગુજરાતી વિશ્વકોશ સાથે તેઓ પ્રારંભથી જોડાયેલા છે

    ➽ ચરિત્રસાહિત્યમાં તેમનું મોટું પ્રદાન છે

    ➽ તેમના નિબંધોમાં વિચાર બળકટ રીતે પ્રગટ થાય છે

    ➽ તેઓ જૈન ધર્મના ઊંડા અભ્યાસી છે એ ક્ષેત્રમાં તેમણે ઘણું સંશોધન કરેલું છે

    ➽ ગુજરાતી, હિન્દી, અને અંગ્રેજીમાં તેમણે અનેક પુસ્તકો આપેલા છે

    ➽ કુમારપાળ દેસાઇ ગુજરાતી લેખક, વિવેચક, કટારલેખક અને અનુવાદક છે.

    ➽ તેમના પાંચ પુસ્તકોને કેન્દ્ર સરકાર અને ચાર પુસ્તકોને ગુજરાત સરકારના પારિતોષિકો પ્રાપ્ત થયા છે

    ➽ એમનું નાની ઉંમર, મોટું કામ પુસ્તક સમગ્ર દેશની તમામ ભાષાઓમાં એ વર્ષનું બાલસહિત્યનું સર્વશ્રેષ્ઠ પુસ્તક ગણાયું હતું.

    ➽ એમને લખેલા લાલબહાદુર શાસ્ત્રીના જીવનચરિત્ર લાલ ગુલાબની એકસાથે 60000 નકલો વેચાઈ હતી.

    ➽ એમનું અપંગ ઓજસ પુસ્તકવિકલાંગો માટેનું શ્રેષ્ઠ પુસ્તક ગણાયું હતું અને તે હિંદી, અંગ્રેજી અને બ્રેઇલ લિપિ માં રૂપાંતરપામ્યું છે. અને “अपाहिज तन, अडिग मनને નામે હિન્દીમાં અનુવાદિત થયું છે જેની તૃતીય આવ્રુતિ  અંગ્રેજીમાં “the brave heart”ના નામે પ્રગટ થયું, આ પુસ્તક ની પ્રસ્તાવના ગુજરાતનાં સમર્થ સંત પૂ. મોટાએ તથા પ્રસિદ્ધ ક્રિકેટર વિજય મર્ચન્ટે લખી છે

    ➽ એમનાં અંગ્રેજીમાં લખાયેલાં દસ પુસ્તકોમાંથી ‘Glory of Jainism’, ‘Tirthankar Mahavira’, ‘Pinnacle of spirituality’, 'Brave Hearts', 'Jainism : The Cosmic Vision' મહત્વનાં છે. ‘મહાયોગી આનંદઘન  વિશે ચારસો હસ્તપ્રતોનું સંશોધન કરીને મહાનિબંધ લખી, પીએચ.ડી.નીપદવીમેળવનાર ડૉ. કુમારપાળ દેસાઈએ વિશે ત્રણ પુસ્તકો લખ્યાં છે. ગુજરાતી ભાષામાં તૈયાર થતા સર્વપ્રથમ જનરલ ઍન્સાયક્લોપીડિયાં ગુજરાતી વિશ્વકોશનાં ટ્રસ્ટીઅને રાહબર છે.

    ➽ કુમારપાળે અગિયાર વર્ષની વયે ઝગમગ નામના બાળસાપ્તાહિકમાં દેશ માટે જીવનનું બલિદાન આપનાર એક ક્રાંતિવિરની કાલ્પનિક કથાથી લેખનની શરૂઆત કરી. ગુજરાત સમાચારમાં રમત જગતની – રમતનું મેદાન’, દર અઠવાડિયે પ્રગટ થતી  ઐતિહાસિક કથાઓ ઈંટ અને ઇમારત’, અને જીવનકથાઓની -  ‘ઝાકળ બન્યું મોતી’, ‘પારિજાતનો પરીસંવાદતેમજઆકાશની ઓળખજેવી કૉલમ લોકચાહના ધરાવે છે, 1+70 થી ગુજરાત ટાઈમ્સ નડિયાદ માં પાંદડું અને પિરામિડ

    ➽ અખબારી લેખન’, ‘સાહિત્ય અને પત્રકારત્વ એમના પત્રકારત્વ વિશેના મહત્ત્વના ગ્રંથો છે.

    ➽ પોતાનું લખાણ પિતાના કારણે ન છપાય માટે જ તેમણે પોતાનું પ્રથમ લખાણ કુ. બા. દેસાઈ એવા નામથી મોકલ્યું હતું. એમનું પ્રથમ પુસ્તક વતન, તારાં રતન કૉલેજના અભ્યાસકાળ દરમિયાન પ્રગટ થયું  

    ➽ શ્રી જય ભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ દ્વારા સાહિત્યિક અને સંસ્કાર લક્ષી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે.   

    ➽ સાહિત્ય, સંસ્કૃતિ, ધર્મ-તત્ત્વજ્ઞાન વગેરે ક્ષેત્રની તેમની પ્રવૃત્તિના અભિવાદન રૂપે 1980માં ઑલ ઇન્ડિયા જુનિયર ચૅમ્બર્સ તરફથી ટેન આઉટસ્ટૅન્ડિંગ પર્સનાલિટી ઑફ ઇન્ડિયાનો એવૉર્ડ મળ્યો હતો. આ ઉપરાંતહરિૐ આશ્રમ એવૉર્ડકે. જીનાયક ચંદ્રક, અમેરિકા અને કૅનેડાના જૈન સેન્ટરોના ફૅડરેશનજૈનાદ્વારા પ્રેસિડેન્ટ સ્પેશિયલ એવૉર્ડ’, શ્રીદિવાળી બહેન મોહનલાલ મહેતા ટ્રસ્ટ તરફથી માનવ મૂલ્યો અને સંસ્કૃતિક વારસાના આલેખન માટે એવૉર્ડ, ‘જૈન જ્યોતિર્ધર એવૉર્ડઅને ગુજરાત રત્ન એવૉર્ડપ્રાપ્ત થયેલ છે. પત્રકારત્વનાં પ્રદાન માટે યજ્ઞેશ શુક્લ એવૉર્ડ અને નવચેતન રૌપ્ય ચંદ્રક, સૂરત શહેર પત્રકાર કલ્યાણ નિધિ તરફથી બૅસ્ટ સ્પોર્ટ્સ જર્નાલિસ્ટના એવૉર્ડ મળ્યા છે. મુંબઈમાં ભારતના વડાપ્રધાન શ્રી અટલ  બિહારી બાજપેયી નાહસ્તે સમગ્ર વિશ્વના 26 પ્રતિભાવાન જૈનોને ઍવોર્ડ મળ્યા હતો. તેમાંના એક ડૉ. કુમારપાળ દેસાઈને જૈન રત્નના એવૉર્ડથી સન્માનિત કર્યા છે તેમજ ભારત જૈન મહામંડળ તરફથી સર્વપ્રથમ જૈન ગૌરવ એવૉર્ડ, આચાર્ય તુલસી અને કાન્ત એવૉર્ડ તથા જૈન સોશ્યલ ગ્રુપ ઇન્ટરનેશનલ ફેડરેશનનો 'જૈન વિભૂષણનો' સર્વોચ્ચ એવૉર્ડ પ્રાપ્ત થયા છે. તેઓને હ્યુમન સોસાયટી ઑફ ઇન્ડિયા દ્વારા લાઇફટાઇમ એચીવમેન્ટ એવૉર્ડ એનાયત કરવામાં આવ્યો છે. વિખ્યાત સાહિત્યકાર શ્રી જયભિખ્ખુના સુપુત્ર ડૉ. કુમારપાળ દેસાઈએ એમની બહુમુખી પ્રતિભા દ્વારા અનેકવિધ ક્ષેત્રોમાં આગવી નામના અને ચાહના સંપાદિત કરી છે. ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી ગુજરાત સરકાર દ્વારા મૂર્ધન્ય સાહિત્યકારને અપાતો 2009નો સાહિત્ય ગૌરવ પુરસ્કાર મળ્યો છે. પ્રજાસત્તાક પર્વના દિવસે ભારત સરકાર તરફથી ડૉ. કુમારપાળ દેસાઈને શિક્ષણ, સાહિત્ય અને સંસ્કૃતિને અનુલક્ષીને કરેલાં કાર્યો માટે પદ્મશ્રી નો ખિતાબ એનાયત કરવામાં આવ્યો છે. ઘણાં વર્ષો બાદ ભારત સરકારે શિક્ષણ અને સાહિત્યમાં કાર્ય કરતી ગુજરાતની પ્રતિભાને પદ્મશ્રીથી પોંખી છે. રીતે અનેક ક્ષેત્રોમાં જ્વલંત પ્રગતિ સાધનાર અને સમાજને સાહિત્યસર્જન, પત્રકારત્વ તથા સમાજિક અને સાંસ્કૃતિક કાર્યોથી આદર્શ પૂરો પાડનાર વ્યક્તિને હૃદયથી અભિનંદીએ.

    ➽ વિદ્યાવિકાસ ટ્રસ્ટ’, ‘અનુકંપા ટ્રસ્ટ’, ‘ઇન્ડિયન રૅડક્રોસ સોસાયટી(બોટાદબ્રાન્ચ)’ વગેરે માનવ સેવાનાં કાર્યો કરતી સંસ્થાઓમાં પણ તેઓ સેવા આપે છે.

     ➽ તેમણે સંશોધન કરી 'અપ્રગટ મધ્યકાલીન કૃતિઓ', 'જ્ઞાનવિમલસૂરિ કૃત સ્તબક' અને 'મેરુ સુંદર ઉપાધ્યાય રચિત અજિતશાંતિસ્તવનનો બાલાવબોધ' જેવાંપુસ્તકો પ્રગટ કર્યાં છે. 'ગત સૈકાની જૈન ધર્મની પ્રવૃત્તિઓ' અને 'અબ હમ અમર ભયે' તેમનાં સંશોધન મૂલક પુસ્તકો છે. રાજસ્થાનના લોક સંસ્કૃતિ શોધ સંસ્થાન તરફથી આનંદઘન વિશેના ઉત્કૃષ્ટ સંશોધન માટે તેમને 'હનુમાનપ્રસાદ પોદ્દાર' પારિતોષિક મળ્યું હતું.