Dhiru Parikh | ધીરુ પરિખ |
🌹ધીરુ પરિખ🌹
જન્મ : 31-08-1933 (વિરમગામ)
અવસાન : 9-05-2021 (અમદાવાદ)
મૂળનામ : ધીરુભાઈ ઈશ્વરલાલ પરિખ
પત્ની : કમલા પરિખ (લગ્ન – 1964)
કૃતિઓ :
વાર્તાસંગ્રહો :
➽ કંટકની ખુશ્બુ – 1964
કાવ્યસંગ્રહ :
➽ ઉઘાડ – 1979
➽ અંગપચ્ચીસી (છપ્પા શૈલીનાં પચ્ચીસ કટાક્ષ કાવ્યો)
હાઇકુ સંગ્રહ :
➽ આગિયા – 19982
શોધપ્રબંધ :
➽ રાસયુગમાં પ્રકૃતિ નિરૂપણ
સંપાદનો :
➽ નિષ્કુળાનંદ પદાવલી – 1981
➽ સાત મહાકાવ્યો – 1983
➽ પંચ મહાકાવ્યો – 1984
➽ ટી. એસ. એલિયાટ – 1989
પંક્તિઓ :
➽ પહેર્યા સ્યૂટ-બુટ-મોજાં-ટાઈ, પછી વર્ગમાં ઉપાડ્યા ભાઈ
➽ એક હસ્ત એવું ચેન, કાગળ દેખી પકડે પેન; (છપ્પા)
➽ જળને તે શા ઘાટ ને વળી ઘૂટ !
➽ અધખૂલી કૈ આજ સવારે
➽ મિત્રો, આપણે મળ્યા છીયે જ ક્યાં !
➽ ગોરંભ્યું આકાશ ઝર્યું અહી ઝરમર ઝરમર ફોરાં,
સન્માન :
➽ કુમારચંદ્રક – 1971
➽ રણજિતરામ સુવર્ણચંદ્રક – 2008
અન્ય માહિતી :
➽ વિરમગામ માં મેટ્રિક સુધી શિક્ષણ કર્યું, 1951માં મેટ્રિક કર્યું
➽ 1958માં M.A. 1967માં Ph.d., 1955 થી સી.યુ.શાહ કોલેજમાં અધ્યાપક રહ્યા, 1967 થી 1969 સુધી એસ.એન.ડી.ટી. વિમેન્સ યુનિવર્સિટી સાથે સંલગ્ન રહ્યા, વઢવાણની મહિલા કોલેજમાં આચાર્ય રહ્યા પછી ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્ય ભવનના અધ્યક્ષ રહ્યા, ગુજરાતી કવિતાના દ્રૈમાસિક ‘કવિલોક’ ના તંત્રી રહ્યા તેમજ કુમાર પ્રકાશન ના તંત્રી રહ્યા
➽ ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગમાં અધ્યક્ષ તરીકે સેવા આપીને નિવૃત થયા
➽ કવિ, વાર્તાકાર, વિવેચક, માટે જાણીતા હતા
➽ તેમની પ્રથમ કૃતિ 1951માં પ્રગટ થયેલી વાર્તા ‘પહેલું રુદન’ છે
➽ એમની કવિતામાં માત્રામાંડળ છંદની રચનાઓમાં વિશેષ નિખાતી આવે છે, સંગ્રહની લગભગ બધી રચનાઓમાં કલ્પન દ્વારા નહીં પણ કઠણ દ્વારા અર્થની ગતિ એક સ્તરે અનુભવાય છે, સંગ્રહમાં થોડાક ગદ્યકાવ્યઓ પણ છે. જેમાં આધુનિક મનુષ્યે સાચો ચહેરો ખોઈ નાખ્યો છે એ વાત કરતી રચના ‘માણસને ઊગતી નથી ડાળીઓ’ ઉલ્લેખનીય છે,
➽ ‘અંગ પચીસી’ – 1982માં છપ્પાશૈલીના પચીસ કટાક્ષકાવ્યો છે, છપ્પાની મષ્યકાલીન પરંપરાનો સ્વીકાર કરીને ‘આચાર્ય અંગ’, ‘આચયાપક અંગ’, ‘વિધાર્થી અંગ’ વગેરે પર નર્મમર્મ પૂર્ણ છપ્પા રચ્યા છે.
➽ ગુજરાતી ગ્રંથકાર શ્રેણી અંતર્ગત એમણે ‘રાજેન્દ્ર શાહ’ – 1977 પુસ્તક લખ્યું છે
➽ ‘અત્રત્ય તત્રત્ય’ - 1978માં ગુજરાતી કવિઓની સાથે સી.કે. લુઈ અને ઓડેન જેવા અંગ્રેજી કવિઓ, પાબલો નેરૂડા જેવા નીલી કવિ, મોનતાલે જેવા ઇટાલિયન કવિ તથા યેવતુશેન્કો જેવા રશિયન કવિ વિશેના પરિચય લેખો છે.
➽ ‘નરસિંહ મહેતા’ – 1981માં નરસિંહ મહેતાના જીવનકવાનનું વિસ્તૃત અવલોકન છે,
➽ ‘ક્ષારક્ષર’ – 1982માં એમણે દયારામ, દલપતરામ, નર્મદથી માંડી પ્રિયકાંત મણિયાર, જગદીશ જોષી, મણિલાલ દેસાઇ સુધીના દિવંગત ગુજરાતી કવિઓના જીવનકવનનો મિતાક્ષરી પરિચય કરાવ્યો છે.
➽ ‘સમકાલીન કવિઓ’ – 1983માં લાભશંકર ઠાકર, સિતાંશુ યશશ્વંદ્ર, રાજેન્દ્ર શુક્લ, રાજીવ પટેલ, આદિલ મન્સૂરી વગેરે આધુનિક કવિઓની કવિતાને મૂલવી છે,
➽ ‘તુલનાત્મક સાહિત્ય’ – 1984માં સાહિત્ય અભ્યાસી તુલના, ભૂમિકાનો ઇતિહાસ અને પરિચય છે,
➽ ‘ઊંભયાન્વય’ – 1986માં વિવેચનલેખો છે, ‘કાળમાં કોર્યા નામ’ – 1977માં કાવાબાતા, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, ચાર્લ્સ ડિકન્સ, દલપતરામ, પૂ. મોટા જેવા મહાનુભાવોના પ્રેરક ચરિત્રો આલેખાયા છે.
0 Comments
Post a Comment