રતિલાલ બોરીસાગર

RATILAL BORISAGAR



 

🌹રતિલાલ બોરીસાગર🌹


 

જન્મ : 31-08-1938 (સૌરાષ્ટ્ર ના ભાવનગર જિલ્લા ના સાવરકુંડલા માં થયો)

મૂળ નામ : રતિલાલ મોહનલાલ બોરીસાગર

          પિતા : મોહનલાલ બોરીસાગર

          માતા : સંતોકબહેન

          પત્ની : સુશીલાબહેન (લગ્ન-1963)

કૃતિ :

       

   હાસ્યલેખો :

  •                    મરક મરક
  •                    આનંદલોક
  •                    એન્જોયગ્રાફી
  •                    તિલક કરતાં ત્રેસઠ થયા
  •                    અર્વાચીન ગુજરાતી હાસ્યરચનાઓ
  •                    જ્ઞ થી ક સુધી
  •                    ભજ આનંદમ્
  •                    અમથું અમથું કેમ ન હસીએ
  •                    ૐ હાસ્યમ્

         

હાસ્યનવલ :

  •                    સંભવામિ યુગેયુગે

         

બાળસાહિત્ય :

  •                    બાલવંદના

સન્માન :

  •           ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર
  •           દિલ્હી સાહિત્ય આકાદમી એવોર્ડ-2019 (હાસ્ય નિબંધ સંગ્રહ મોજમાં રેવું રે માટે)
  •           મારવાડી સમ્મેલન-મુંબઈ - ઘનશ્યામદાસ શરાફ ઉત્તમ સાહિત્ય એવોર્ડ
  •           ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી જ્યોતીન્દ્ર દવે પારિતોષિક
  •           ધનજીકાનજી ગોલ્ડ મેડલ
  •           મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી
  •           મુંબઈના નર્મદ પારિતોષિક

અન્ય માહિતી :

  •           પ્રાથમિક માધ્યમિક શિક્ષણ સાવરકુંડલામાં લીધું છે
  •           તેઓ એ 1956 માં એસ.એસ.સી., 1963માં બી.એ., 1969માં M.A., Bed  કરેલું છે
  •           1989 માં સાહિત્યિક સંપાદન : વિવેચનાત્મક અધ્યયન માં Ph.d. કર્યું-(ડો. ચંદ્રકાંત ના માર્ગદર્શંથી)
  •           1971માં સાવરકુંડલા કોલેજમાં ગુજરતીના અધ્યાપક રહ્યા હતા
  •           કલાસ-વન ગેઝેટ ઓફિસર તરીકે ગુજરાત સરકારના ઉચ્ચ હોદ્દા પર રહ્યા હતા
  •           ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળમાં નાયબ નિયામક તરીકે રહ્યા હતા
  •           હાલ ગુજરાતી સાહિત્ય પરિષદના વહીવટ મંત્રી તરીકે કાર્યરત
  •           ગુજરાતી સાહિત્યમાં જ્યોતીન્દ્ર બીજા તરીકે સન્માન પામનાર હાસ્યલેખક છે
  •           તેમના વિદ્યાર્થીઓએ એમના નામ નું ટ્રસ્ટ બનાવ્યું  વિદ્યાગુરુ શ્રી રતિલાલ બોરીસાગર સાંસ્કૃતિક પ્રતિષ્ઠાન” 2011માં પૂ. મોરારીબાપુના હસ્તે એમનું મોટું સમ્માન થયું અને પૂ. બાપુના આશીર્વાદ થી ટ્રસ્ટ દ્વ્રારા દર વર્ષે શિક્ષણ અને સાહિત્યના ચાર એવોર્ડ્સ અપાય છે. પરંતુ રતિલાલ બોરીસાગરે પોતાનું નામ ટ્રસ્ટ ના નામ માથી કાઢવી નાખ્યું અને પછીથી રચાયેલા “ શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન નામના ટ્રસ્ટ હેઠળ “શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર” નામની નિશુલ્ક હોસ્પિટલ શરૂ કરી