Himanshi Shetal હિમાંશી શેતલ
Himanshi Shetal હિમાંશી શેતલ


🌹હિમાંશી શેતલ🌹




જન્મ : 08-01-1947 (સુરત)

પૂરું નામ : હિમાંશી ઇંદુલાલ શેતલ

માતા : સુધાબહેન

પિતા : ઇંદુભાઈ

દાદા : કાલિદાસ શેતલ (પ્રતાપ નામ નું છાપું ચલાવ્યું હતું)

કૃતિઓ :

    નવલકથાઓ :

        ➽ આઠમો રંગ – 2001

        ➽ સપ્તધારા

    ટૂંકીવાર્તાના સંગ્રહો :

        ➽ અંધારી ગલીમાં સફેદ ટપકા – 1992

        ➽ અંતરાલ – 1987

        ➽ એ લોકો – 1997

        ➽ સાંજનો સમય – 2002

        ➽ પાંચવાયકા – 2003

        ➽ ખાંડણિયામાં માથું – 2003

        ➽ ઘટના પછી – 2011

        ➽ એમના જીવન

        ➽ પ્લેટફોર્મ નંબર ચાર – 1198

        ➽ હિમાંશી શેતલ ની વાર્તા સૃષ્ટિ – 2001

આત્મકથા :

        ➽ મુક્તિવૃત્તાંત – 2016

    સંવેદનકથાઓ :

        ➽ વિકટર (પ્રાણીઓના ઉછેરની સંવેદના કથાઓ)

    નિબંધસંગ્રહ :

        ➽ એકડાની ચકલીઓ – 2004

    સંપાદન :

            ➽ અંતર છબી

            ➽ પહેલો અક્ષર

             નારી નામે કથા (મારી નારીકેન્દ્રિત વાર્તાઓ)

    ચરિત્રનિબંધો :

            ➽ વિક્ટર – 1999

             સ્વામી અને સાંઈ

    વાર્તાઓ :

         સુવર્ણફળ

        ➽ અકબંધ

         એકાંત

        ➽ કોઈ એક દિવસ

        ➽ રેશમી રજાઈમાં બાકોરું

        ➽ સામે વાળીસ્ત્રી

         સ્ત્રીઓ

        ➽ મુઠ્ઠીમાં

        ➽ નાયક ભેદ

        ➽ ઈતરા

        ➽ અગિયારમો પત્ર

        ➽ કિંમત

        ➽ આજે રાતે

        ➽ સજા

        ➽ ગોમતી સ્તોત્ર

         ક્યારીમાં આકાશપુષ્પ અને કાળા પતંગિયા – 2006

        ➽ આકાશને અડતી બાલ્કની

        ➽ મુક્તિ-વૃતાંત

        ➽ ધારો કે આ વાર્તા નથી

        ➽ એમના જીવન

        ➽ શપ્તધારા

        ➽ ઘટના પછી

        ➽ ગર્ભગાથા

સન્માન :

     ગુજરાત સાહિત્ય એકાદમી પુરસ્કાર (એ લોકો માટે - 1997) (પ્લેટફોર્મ નંબર ચાર માટે – 2000) (અમ્રુત શેરગિલના જીવન પર આધારિત નવલકથા આઠમો રંગ માટે પ્રથમ પુરસ્કાર) (સાંજનો સમય તથા ગણપતિ નોધપોથી માટે)

    ➽ ગુજરાત સાહિત્ય પરિષદ (અંતરાલ પ્રથમ કૃતિ માટે - 1987) (અંધારી ગલીમાં સફેદ ટપકા માટે - 1993) (પ્લેટફોર્મ નંબર ચાર માટે – 2001)

    ➽ સાહિત્ય અકાદમી દિલ્હી પુરસ્કાર – 1996  (અંધારી ગલીમાં સફેદ ટપકા માટે)

    ➽ ધૂમકેતુ પુરસ્કાર (અંધારી ગલીમાં સફેદ ટપકા માટે -1994)

    ➽ સરોજ પાઠક પુરસ્કાર (અંધારી ગલીમાં સફેદ ટપકા માટે)

    ➽ કર્ણાટકનો નંજનગુડું થીરૂમલમ્બા શાશ્વતી એવોર્ડ (પ્લેટફોર્મ નંબર ચાર માટે - 1999)

    ➽ જયંત ખત્રી –બકુલેશ પુરસ્કાર (વિનેશ અંતાણી સાથે સરખે ભાગે)

    ➽ વિદ્યાનગરથી ઉમાશંકર જોશી પુરસ્કાર (અંધારી ગળીમાં સફેદ ટપકા માટે- 1993)

અન્ય માહિતી :

    ➽ સુરતની પ્રતિષ્ઠિત જીવનભારતી શાળામાં પ્રાથમિક શિક્ષણથી લઈને મેટ્રિક સુધીનો અભ્યાસ કર્યો.

    ➽ સુરતની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત એમ.ટી.બી. આર્ટ્સ કૉલેજમાંથી અંગ્રેજી મુખ્ય વિષય સાથે બી.. તથા એમ.. કરનાર હિમાંશી શેલતે માતૃભાષાપ્રત્યેના લગાવને કારણે ગૌણ વિષય તરીકે ગુજરાતી રાખેલું.

    ➽ તેમણે અંગ્રેજી વિષયમાં સ્નાતક અને અનુસ્નાતકની પદવીઓ મેળવીને 1980 માં એચ.સી. ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ વિ. એસ. નાયપોલની નવલકથા’ ‘Theme and Technique in the Novels of V.S. Naipaul’ પર પીએચ.ડી.નો અભ્યાસ કર્યો હતો.

    ➽ ૧૯૬૮ થી તેઓ સુરતની એમ.ટી.બી. આર્ટ્સ કૉલેજમાં અંગ્રેજીનાં વ્યાખ્યાતા તરીકેનું કાર્ય કર્યું હતું.

    ➽ ૧૯૯૫માં તેમણે ઝવેરચંદ મેઘાણીના પુત્ર વિનોદ મેઘાણી સાથે લગ્ન કર્યા  હતા.

    ➽ તેઓ ૨૦૧૩-૨૦૧૭ના સમયગાળામાટે સાહિત્ય અકાદમીના સલાહકાર મંડળના સભ્ય રહ્યા હતા.

    ➽ ગુજરાત મિત્ર માં નારીસંસારવિભાગના સ્તંભલેખક

    ➽ જાણીતા ચિત્રકાર વાસુદેવ સ્માર્તના શિષ્ય બનવાને કારણે ચિત્રકળા પ્રત્યે અભિરુચિ જાગી.

    ➽ વાર્તાવિશેષ હિમાંશી શેતલ શરીફા વીજળીવાળા એ સંપાદિત કરી છે, હિમાંશી શેતલની વાર્તાસૃષ્ટિ ચૂંટાયેલી વાર્તાઓ નું સંપાદન મણિલાલ હ. પટેલ એ કર્યું છે