Dalpat padhiyar | દલપત પઢિયાર
Dalpat Padhiyar | દલપત પઢિયાર



🌹દલપત પઢિયાર🌹




જન્મ : 01-01-1950 (કહાનવાડી જિ. ખેડા)

વતન : કહાનવાડી (જિ. આનંદ)

મૂળનામ : દલપત નારાયણરાય પઢિયાર

કૃતિઓ :

          કાવ્યસંગ્રહો :

                   ➽ ભોંયબદલો – 2010

                   ➽  સામે કાંઠે તેડાં – 2010

પંક્તિઓ :

➽ આનંદ ઘડી હેતે ભજવા હરિ, મારા સંતો !

➽ મૂળ રે વિનાનું કાયાં ઝાડવું જી રે

➽ હો મહાકાળી, તું પાવાવાળી, તું વહેલી પધારજે,

➽ સકલ મારું ઝળહળ

➽ તું સમજે જે દૂર, તે સાવ તારી કને,

 છેલ રમતૂડી! પુનમિયા મેરામેં પારશ પેંપરો રે લોલ,

➽ અમને કોની રે સગાયું આજ સાંભરે

➽ વસુધા પરગટ વેદ પાથર્યો;. શીદ પડ્યો છે પોથે?

➽ એક દિવસ સોસાયટીના સૌએ ભેગા થઈ

➽ જણ ! તમે કિયે ઘેર કરશો જઈ વાસો?

➽ ધણથી છૂટા પડેલા ઢોર જેવો હું

➽ મારા શબ્દોનું સરકારીકરણ થવા લાગ્યું છે,

➽ આજે અમે જ્યાં સંખેડાનો સોફો ગોઠવેલો છે ત્યાં

➽ ભાળ મળે નહીં ક્યાંય, મને હું શોધું છું!

➽ ઘરમાં કે જંગલમાં બાંધો, ઝૂંપડી ઠીક પડે ત્યાં બાંધો,

➽ મેલો, દલપત, ડાપણ મેલો! છેક સુધીનું અંધારું છે

 પાટ ઉપર દીવો પેટાવી બેઠો છું!

➽ સરખી સાહેલીઓ ટોળે મળીને કાંઈ

➽ મેં તો ઉંબર પર દીવડો મેલ્યો કે ઘર મારું ઝળહળતું!

➽ એક ગર્દભડી જે ગાજરની લાંચી.. .હોંચી રે હોંચી!

સન્માન :

          ➽ ગુજરાતી સાહિત્ય અકાદમી પુરસ્કાર

          ➽ ગુજરાતી સાહિત્ય પરિષદના પુરસ્કાર

અન્ય માહિતી :

          ➽ કહાનવાડી વતનમાં ચાર ધોરણ સુધી અભ્યાસ કર્યો ત્યાર બાદ તેઓ વલ્લભ વિદ્યાલય બોચાસણ ખાતે અગિયાર ધોરણ સુધી ભણ્યા.

          ➽ તેમણે સ્નાતક, અનુસ્નાતક, કક્ષાનું શિક્ષણ ગુજરાત વિધ્યાપીઠ ખાતેથી મેળવ્યું

          ➽ ગુજરાત વિદ્યાપિઠ ખાતેથી જ તેમણે મોહનભાઈ શં. પટેલના માર્ગદર્શન હેઠળ 'ગાંધીયુગનું ગદ્ય' વિષય પર પીએચ.ડી. કર્યું.

          ➽ શરૂઆતમાં સેન્ટ ઝેવિયર્સ કૉલેજ, અમદાવાદમાં ખંડ સમય અધ્યાપક તરીકે સેવા આપ્યા બાદ ગુજરાત વિદ્યાપીઠ સંચાલિત ગ્રામસેવા કેન્દ્ર, રાંધેજામાં અધ્યાપક તરીકે તેઓ જોડાયા.

        ➽ ૧૯૮૪થી ભાવનગરમાં વહીવટી સેવામાં નાયબ માહિતી નિયામક તથા ગાંધીનગર અધિક માહિતી નિયામક પદે સેવાઓ આપ્યા બાદ ૨૦૦૮માં તેઓ નિવૃત્ત થયા.

          ➽ ગુજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ આબે અદ્યાપન બાદ તેઓ ગુજરાત સરકારના માહિતી વિભાગમાં સેવા આપી નિવૃત થયા