Duleray Karani | દુલેરાય કારાણી

Duleray Karani | દુલેરાય કારાણી





🌹દુલેરાય કારાણી🌹






જન્મ : 26-02-1896 (કચ્છ જિલ્લાનું મુંદ્રા)

અવસાન : 26-02-1989

પૂરું નામ : દુલેરાઈ લખાભાઇ કરાણી

ઉપનામ : જળકમળ, હસતારામ

કૃતિઓ :

         
અનુવાદ :

                    ➽ બ્લેક હિલ્સ ઑફ કચ્છ

                    ➽ કારા ડુંગર કચ્છા જા

         
ઐતિહાસિક ગ્રંથ :

                    કચ્છ કલાધર –ભાગ 1,2

         
પદ્ય રચનાઓ :

                   ➽ ગાંધીબાવની

                    સોનલબાવની

                   ➽ કચ્છી સંગર

         
અન્ય કૃતિઓ :

                   ➽ કચ્છના સંતો અને કવિઓ ભાગ-1,2

                   ➽ કચ્છનું લોકસાહિત્ય

                   ➽ કારાણી કાવ્યકુંજ (ભાગ-1 થી 4 )

                   ➽ કચ્છની રસધાર – 1 થી 5

                   ➽ સોનલ બાવની અથવા ઘરભંગજી ગાથા

                   ➽ જામ ચનેસર

                   ➽ જામ રાવળ

                   ➽ જાગડૂદાતાર

                   ➽ જામ અબડો અભંગ

                   ➽ ઝારેજો યુદ્ધ

                   ➽ કચ્છી-ગુજરાતી શબ્દકોશ

                    કચ્છી કહેવતો

                   ➽ કચ્છી પીરોલી

                    કચ્છના રસઝરણા – 1928

                   ➽ જામ લક્ષરાજ

                   ➽ જાડેજા વીર ખેંગાર

                   ➽ કચ્છનો કોમવેલ જમાદાર ફતેહ મહમ્મદ

                   ➽ કારા ડુંગર કચ્છ જા

                   ➽ કથા ક્યારી

                   ➽ મિઠે મેરાણ જા મોતીડા

                   ➽ રસાલો શાહ અબ્દલતીફ ભીટાઈ જો

                   ➽ શાયર નઝીર અકબરાબાદી

                   ➽ કચ્છડો બારે માસ

અન્ય માહિતી :

          ➽ કચ્છના પ્રતિષ્ઠિત સાહિત્યકાર, કવિ અને લોકસાહિત્યના વિદ્વાન સંશોધક દુલેરાય કારાણીની જન્મ અને મૃત્યુની તારીખ એક જ છે

          ➽ અભ્યાસ ધોરણ 10 સુધી કર્યો હતો, શિક્ષક તરીકે સેવા આપી હતી. બઢતી મળતા નાયબ શિક્ષણાધિકારી અને નિવૃતિ પછી સોનગઢ જૈન છાત્રાલયમાં ગૃહપતિ રહ્યા

          ➽ તેમણે કચ્છ રાજ્યની કચ્છ સમાચાર પત્રિકા પાક્ષિકના અને સોનગઢમાં સમયધર્મ માસિકના તંત્રી અને પત્રકાર તરીકે પણ કાર્ય કર્યું

          ➽ એમના વ્યક્તિત્વ પર ગાંધીજી અને સ્વામીદયાનંદની ઊંડી અસર હતી, ગાંધીજીના દેહાંતના સમાચાર જાણી એક વર્ષ સુધી પાઘડી પહેરી ન હતી.

          ➽ કચ્છીભાષા ઉપરાંત ગુજરાતી, ઉર્દુ, સિંધી, વ્રજ અને અંગ્રેજી જેવી ભાષા જાતે શીખ્યા

          ➽ કચ્છના મેઘાણી તરીકે ઓળખાતા હતા

          ➽ તેમના 60 પુસ્તકો પ્રગટ થયા અને 10-12 પુસ્તકો અપ્રગટ રહ્યા

          ➽ તેમણે સાહિત્ય ક્ષેત્રે કાવ્યો, નાટકો, નવલકથા, જીવંચરિત્રો, બાકગીતો, બાળવાર્તા, બાલારામતો, બાળજોડકણા સાથેનું બાળસાહિત્ય, કોશ સાહિત્ય, કચ્છી કહેવતો અંગેના ત્રણ પુસ્તકો જેવા સંશોધન, સંપાદન અને ભાષા શીખતા-શીખતા જ વર્ણમાળા શીખવી દેવાય એવી રીતે કચ્છી ભાષા શીખવવા બે ભાગમાં કચ્છી ભાષાની પ્રથમપોથી જેવી ક્રુતિ રચી છે

          ➽ મૂળ ચૌહાણ વંશના હતા અને તેમના પૂર્વજો ત્રણસો ચારસો વર્ષ પહેલા અજમેરથી કચ્છ આવ્યા હતા.

          ➽ પોતાના સર્જનકાર્ય માટે તેઓ કહેતા કે “કોઈ વાર પ્રબળ ભાવનાથી દ્રવી ઉઠેલા હ્રદયમાંથી ટપકી પડેલાં ફોરાં ભલે મોટી ન હોય. તો પણ તેમણે એકત્ર કરી લેવાનો મારો નમ્ર પ્યાસ છે.”

          ➽ કચ્છમાં ગ્રામોત્થાન સાથે અનેક સેવાકીય પ્રવુતિઓ કરી રહેલી સંસ્થા વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેઇનિંગ ઇન્સ્ટીટ્યુટની સાહિત્ય પાંખ વિવેકગ્રામ પ્રકાશનના રજત જયંતિ વર્ષ નિમિતે કચ્છના સાહિત્યકાર દુલેરાય કારાણીનાં વૈવિધ્યસભર સાહિત્યમાંથી વિવિધ કૃતિઓ પસંદ કરીને દુલેરાય કારાણી સાહિત્ય વૈભવના નામે વિશિષ્ટ ગ્રંથ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. મુંદ્રા જિલ્લા પંચાયતે તાલુકા દરબારી શાળાને દુલેરાય કારાણીનું નામ આપવાનો નિર્ણય લીધો હતો.