krishnalal shridharani | કૃષ્ણલાલ શ્રીધરાણી

krishnalal shridharani | કૃષ્ણલાલ શ્રીધરાણી


 


🌹કૃષ્ણલાલ શ્રીધરાણી🌹




જન્મ : 16-09-1911 (ભાવનગર જિલ્લાના ઉમરાળા ગામ)

અવસાન : 23-07-1960 (દિલ્હી)

મૂળનામ : કૃષ્ણલાલ જેઠાલાલ શ્રીધરાણી

પિતા : જેઠાલાલ

માતા : લહેરીબહેન પોપટલાલ

પત્ની : સુંદરી કે. શ્રીઘરાણી

દાદા : નાગજીભાઈ શ્રીધરાણી

પુત્ર : અમર

પુત્રી : કવિતા

કૃતિઓ :

       

   કાવ્યસંગ્રહો :

                  ➽  કોડિયા – 1939

                   પુનરપિ

                   ➽ હાયરસ નો હાથી

         

નાટકો :

                   ➽ વડલો – 1931

                   ➽ પદ્મિની -1934 (ઐતિહાસિક ત્રિઅંકી નાટક)

                   ➽ મોરનાં ઈંડા -1934

                   ➽ પીયાગોરી (એકાંકી)

        

  બાળ નાટક :

                   ➽ પીળી પલાંશ

                   સોનેરી પરી

         

વાર્તાઓ :

                   ➽ ઇન્સાન મિટા દૂંગા (આઠ વાર્તાઓ) – 1932

                   આપની પરદેશ નીતિ – 1948

        

  અંગ્રેજી   ગ્રંથો :

                   વોર વિધાઉટ વાયોલેન્સ – 1939

                   માય ઈન્ડિયા, માય અમેરિકા – 1941

                   ધ બિગ ફોર ઓવ ઈન્ડિયા – 1941

                   વોર્નિગ ટુ ધ વેસ્ટ – 1943

                   ધ મહાત્મા એન્ડ ધ વર્લ્ડ – 1946

                   જનરલ નોલેજ એન્સાઈક્લોપીડિયા – 1949

                   સ્ટોરી ઓવ ધી ઇંડિયન ટેલિગ્રાફ – 1953

                   ધ જરનાલિસ્ટ ઇન ઈન્ડિયા – 1956

                   ધી એડવેંચર્સ ઓવ અપસાઇડ ડાઉન ટ્રી – 1956

                   સ્પાય્ કસ ફ્રોમ કશ્મીર – 1959

                  

સન્માન :

          1958નો રણજિતરામ સુવર્ણચંદ્રક એમને મરણોત્તર એનાયત થયોલો

પંક્તિઓ :

          તારા! તારા! તારા જેવી મીઠી, મીઠી, આંખ દે!

          આવવું ન આશ્રમે, મળે નહીં સ્વતંત્રતા!

          જાગો!ઉઠો! ભરતભૂમિના રાષ્ટ્રના પુત્ર પુત્રી

          આજ મારો અપરાધ છે

          વિશ્વવિજેતા એક ઊભો હું, હો ના કો ઊભવા સામે

          આરસનો ઉજમાળો દેહ

          મને તમારે હાથ ન સોંપ્યું

          થિબ્ઝ જીત્યું

          અમે તો સૂરજના છડીદાર

          ભાગો ભોડલ! ભાગો ભોડલ! ખોલો બારીબારણાં!સુષ્ટિ

          આજ મારો અપરાધ છે, રાજા

અન્ય માહિતી :

          તેમણે પ્રાથમિક શિક્ષણ ઉમરાળામાં ધૂળી નિશાળમાં અને માધ્યમિક શિક્ષણ દક્ષિણામૂર્તિ વિનયમંદિરમાં કર્યું, 1929માં તેઓ ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદમાં જોડાયા

          1930 ની ઐતિહાસિક દાંડી કુછના એક સૈનિક તરીકે એમની પસંદગી થઈ.

          ધારાસણા જતાં કારાદિમાં એમની ધડપકડ થતાં સાબરમતી અને નાસિક,આ કારાવાસ થયો.

          વિદ્યાપીઠ નું શિક્ષણકાર્ય સ્થગિત થવાથી તેઓ 1931 માં વિશ્વભારતી શાંતિનિકેતન જેવી રાષ્ટ્રીય સંસ્થાઓમાં કેળવણી લીધી હતી. 1933 માં ત્યાંથી સ્નાતક થયા.

          બીજા વર્ષે રવિન્દ્રનાથ ટાગોર તેમ જ એક અમેરિકન શિક્ષકની સલાહથી વધુ અભયાસાર્થે અમેરિકા ગયા.

          1934માં ન્યુયોર્ક યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર વિષયમાં M.A. 1936માં કોલંબિયા યુનિવર્સિટીની ગ્રેજ્યુએટ સ્કૂલ ઓવ જર્નાલિઝમમાંથી M.S. ચાર વર્ષ પછી એ જ યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્ર અને રાજકીય તત્વજ્ઞાનના વિષયોમાં અભ્યાસ કરી Ph.d. દરમિયાન અમેરિકામાં હિન્દને આઝાદ કરવાની લડતનો મોરચો રચી, અમેરિકી પ્રજાને સમજણ આપી લોકમત જાગ્રત કર્યો,

          1945 પછી અમૃતબઝર પત્રિકા માટે લખવાનું શરૂ કર્યું. “inside india” નામની કૉલમ લખતા હતા

          નહેરૂના ‘discovery of India” પર આધારિત એક નૃત્યનાટિકાના મંચન ટાણે દયારામ ગિદુમલના પુત્રી સુંદરીબહેન સાથે પરિચય થયો હતો, જે પાછળથી ગાઢ બનતા બંને લગ્ન કર્યા એમાં બે સંતાનો પુત્ર અમર અને પુત્રી કવિતા

          1946 માં ભારત આવ્યા પછી પત્રકારત્વ એમની મુખ્ય પ્રવૃતિ હતી.

          તેઓ 1946માં રાજકોટ ખાતે મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના ઇતિહાસ અને અર્થશાસ્ત્ર વિભાગના પ્રમુખ રહ્યા હતા.

          1946માં જવાહરલાલ નહેરુના મંત્રાલયમાં ખાસ ઓફિસર તરીકે નિયુક્ત થયા

          પ્રથમરચના અભિલાષ” કાવ્ય, સપૂત’,’મંદિર’,’અવલોકિટેશ્વર’,’ભરતી’,’સર્જકશ્રેષ્ઠ આંગળાં’,’આઠમું દિલ્હી જેવા કાવ્યો આપ્યા છે

          પત્રકારત્વ ક્ષેત્રે તેમનું મહત્વનુ પ્રદાન રહ્યું છે