રમણભાઈ નીલકંઠ
RAMANBHAI NILAKANTH


🌹રમણભાઈ નીલકંઠ🌹






જન્મ : 13-03-1868 (અમદાવાદ)

અવસાન : 06-03-1928 (અમદાવાદ)

વતન : અમદાવાદ

મૂળનામ : રમણભાઈ મહિપતરામ નીલકંઠ

          પિતા : મહીપતરામ રૂપરામ નીલકંઠ (ગુજરાતમાંથી વિલાયત જનાર પ્રથમ વ્યક્તિ)

          માતા : રૂપકુંવારબા

          પત્ની : હંસવદન, વિદ્યાગૌરી(ગુજરતની પ્રથમ ગ્રેજ્યુએટ મહિલા)

          પુત્રી : વિનોદિની, સરોજીની મહેતા

કૃતિઓ :

નવલકથા :

  •                    ભદ્રંભદ્ર (હાસ્યરસ)-1900
  •                    શોધમાં-1915(અધુરી)
નાટક :

  •                    રાઈનો પર્વત-1914
વિવેચનો :

  •                    કવિતા અને સાહિત્ય ભાગ 1 થી 4- 1904,1904,1928,1929
  •                    સરસ્વતીચંદ્રનું અવલોકન
  •                    હ્રદયવિણાનું અવલોકન
  •                    વાક્યપૃથ્થકૃતિ અને નિબંધરચના-1903
  •                    ગુજરાતનો સંક્ષિપ્ત ઈતિહાસ-1889
  •                    વિવાહવિધિ-1889
  •                    બીજા લેખો
તત્વચર્ચા :

  •                    ધર્મ અને સમાજ ભાગ 1 થી 2-1932, 1935

હાસ્યનિબંધ :

  •                    હાસ્ય મંદિર(વિદ્યાગૌરી નીલકંઠ સાથે)-1915

સંપાદન :

  •                    જ્ઞાનસુધા

ગ્રંથસંગ્રહ :

  •                    કવિતા અને સાહિત્ય -1926(ચાર ગ્રંથનો સંગ્રહ)

વાર્તા :

  •                    નવલિકાઓ
કાવ્યો :

  •                    કેટલાક કાવ્યો
  •                    ખંડ કાવ્યો

પંક્તિઓ :

  •           સાંઇઆંસે સબ કુચ્છ હોત હે, મુજ બંદેસે કછુ નહીં; રાઈકું પરબત કરે, પરબત બાગેજ માંહી.
  •           તોટક, મુજ જીવન આ પ્રભુ તુંથી ભરું બલ દે અભિલાષ હું એહ ધરું

સન્માન :

  •           રાય બહાદુર અને સરનો ખિતાબ અંગ્રેજ સરકાર તરફ થી મળ્યો હતો
  •           રમણલાલ નીલકંઠ હાસ્ય પારિતોષિક તેમના સન્માનમાં હાસ્યલેખકોને અપાય છે

અન્ય માહિતી :

  •           તેઓ પંડિતયુગના સાહિત્યકાર હતા તેમજ સમાજ સેવા તેમનું યોગદાન રહ્યું છે
  •           પ્રથમિક શિક્ષણ અમદાવાદ માં લીધુ હતું
  •           ગુજરાત કોલેજ અમદાવાદ તથા એલ્ફિંસ્ટન કોલેજ મુંબઈ મા અભ્યાસ કર્યો હતો
  •           પ્રિવિયસમાં મુંબઈ યુનિવર્સિટી મા પ્રથમ આવ્યા હતા
  •           1887માં બી.એ. મુંબઈ યુનિવર્સિટી માંથી કર્યુ હતું અને ત્યાર બાદ એલ.એલ.બી. પણ કર્યુ હતું
  •           1889માં સરકારી નોકરી કરીમાં કારકુન તરીકે જોડાયા ત્યાર પછી શિરસ્તેદાર, વકીલાત અને ગોધરામાં જજ ની નોકરી કરી
  •           તેઓ હસ્તાક્ષરનિષ્ણાત રહ્યા છે, 1897-98માં અમદાવાદ સુધરાઈના સભ્ય રહ્યા,1912માં અમદાવાદ સુધરાઈના ઉપપ્રમુખ, 1915-24માં અમદાવાદ સુધરાઈના પ્રમુખ રહ્યા હતા. અમદાવાદમાં મેયર તરીકે ની ફરજ પણ બજાવી છે 1923માં અમદાવાદ રેડ ક્રોસની સ્થાપના  પછી તેના પ્રથમ સેક્રેટરી બન્યા હતા
  •           1926માં ગુજરાત સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા હતા
  •           19887-1918માં જ્ઞાનસુધામાસિકના તંત્રી રહ્યાં હતાં
  •           પિતાના નામથી મહીપતરામ રૂપરામ અનાથ આશ્રમ બનાવ્યો હતો
  •           એમના પત્નિ વિદ્યાગૌરી રમણભાઇ નીલકંઠ અને એમના  પુત્રી વિનોદિની રમણભાઇ નીલકંઠ અને સરોજિની નિલકંઠ પણ જાણીતા સાહિત્યકાર અને સમાજ સેવક રહ્યા છે અને તમના પિતા મહીપતરામ રૂપરામ નીલકંઠ પણ લેખક અને સમાજસુધારક હતાં
  •           એમના પિતા મહિપતરામ 1860માં ઈંગ્લેંડ ગયા હતાં અને ત્યારે પરદેશ જવાની મનાય ગણાતું પરદેશ જનાર ને સમાજ બહિષ્કાર કરતુ અને મહિપતરામને પણ ભારે હેરાની સહન કરવી પડી હતી, અને સુરતના વતની નીલકંઠ કુટુંબ પછી અમદાવાદ આવીને વસ્યા
  •        એમને  પ્રથમ લગ્ન હંસવદન સાથે કર્યા હતા નાની વયે એમણુ અવસાન થતા રમણભાઇ એ બીજા લગ્ન જાણીતા સાહિત્યકાર વિદ્યાગૌરી સાથે 1887માં કર્યા
  •           બ્રિટિશ પ્રવાસ લેખક પિકો ઐયર તેમના પ્રપોત્ર છે
  •           ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાત સરકાર ગુજરાતી હાસ્ય સાહિત્યમાં યોગદાન આપનાર ગુજરાતી સાહિત્યકારને 2016થી રમણલાલ નીલકંઠ હાસ્ય પારિતોષિક આપે છે એવોર્ડ ની સાથે સરસ્વતી પ્રતિમા તખતી, સન્માનપત્ર, શાલ અને એક લાખ રોકડ રકમ આપવા માં આવે છે પ્રથમ એવોર્ડ 2016માં વિનોદ ભટ્ટ ને મળ્યો હતો અને 2017માં તારક મેહતા ને મળ્યો હતો
  •         રમણભાઇ નીલકંઠ ને 1927માં નાઇટહુડ નો પુરસ્કાર મળ્યો છે
  •           રમણભાઈ નીલકંઠ ને મકરંદનુ તખલ્લુસ મળ્યુ છે
  •           એમને “ગુજરાતનાં પ્રથમ સમર્થ હાસ્યકારનુ બિરુદ મળેલુ છે
  •           એમને પ્રાર્થના સમાજના પ્રમુખ તરીકે પણ સેવા આપી છે
  •           આનંદશંકર ધ્રુવે રમણભાઈ નીલકંઠને ગુજરાતનાં જાહેર જીવનના સક્લ પુરુષકહ્યાં છે
  •           રમણભાઈ નીલકંઠની ભદ્રંભદ્ર નવલકથામાં સૌ પહેલા પ્રથમ પુરુષ કથનશૈલી(first person narration) નો ઉપયોગ થયો છે ભદ્રંભદ્ર 1892થી જ્ઞાનસુધામાં હપ્તે હપ્તે પ્રગત થતી બાદ માં નવલકથા સ્વરુપે પ્રસિદ્ધ કરવામાં આવી હતી એનુ મુખ્યપાત્ર ભદ્રંભદ્ર મણિલાલ દ્રિવેદી ને અનુલક્ષી ને લખાયુ છે. અને વલ્લભરામનુ પાત્ર મનસુખરામ ત્રિપાઠી ને અનુલક્ષીને લખ્યુ છે
  •           રમણભાઈ ની અધુરી રહેલી હાસ્યનવલ શોધમાંબિપિન ઝવેરીએ પુરી કરી હતી
  •           હાસ્યમંદિરરમણભાઈ અને વિદ્યાગૌરી નુ સહિયાળું સર્જન છે જેમાં રમણભાઈએ શરુઆતમાં હાસ્યલેખ નામે દીર્ધ લેખ મુક્યો છે
  •           મહીપતરામ નીલકંઠ ના ભવાઈ સંગ્રહ ના લાલજી મણિયારનો વેશ માં આવતા દુહા પરથી રમણભાઈએ રાઈનો પર્વત નાટક લખ્યુ છે જેનુ મુખ્ય સ્ત્રી પાત્ર જાલકા છે અને જાલકા નુ પાત્ર શેક્સપિયર નુ પાત્ર લેડી મેકબેથ ની યાદ અપાવે છે
  •           ન્હાનાલાલની જયાજયંતની સાથે રમણભાઈની રાઈનો પ્રર્વત કૃતિ તૈયાર થઈ હતી
  •           રમણભાઈ ના પિતા મહીપતરામે ભવાઈ સંગ્રહ પ્રસિદ્ધ કર્યો છે
  •           ગુજરાતી સાહિત્ય વિવેચનમાં સૌ પ્રથમ વૃત્તિઅમય ભાવાભાસ; નો પ્રશ્ન રમણભાઇએ કર્યો છે