|
KARSANDAS MANEK |
🌹કરસનદાસ માણેક🌹
જન્મ : 28-11-1901 (કરાંચી)
અવસાન : 18-01-1978 ( વડોડરા)
વતન : જામનગર જિલ્લાનું હડિયાણા
મૂળનામ : કરસનદાસ નરસિંહભાઈ માણેક
ઉપનામ : વૈશમ્પાયન, પદ્મવિ, વ્યાસ
કૃતિઓ :
કાવ્યસંગ્રહ :
- ➽ આલબેલ-1935
- ➽ મહોબતને માંડવે-1942
- ➽ વૈશંપાયનની વાણી ભાગ-1,2 (1943,1945)
- ➽ મધ્યાહ્ન-1958
- ➽ ખાખનાં પોયણાં (ખંડકાવ્યો)-1934
- ➽ પ્રેમધનુષ્ય-1944
- ➽ અહો રાયજી સૂણિયે-1945
- ➽ કલ્યાણયાત્રી-1945
- ➽ રામ તારો દિવડો-1964
- ➽ શતાબ્દીનાં સ્મિત અને અશ્રુઓ-1969
કથા :
- ➽ મહાભારતકથા ભાગ-1,2,3 (1972,1973,1974)
- ➽ પ્રકાશનાં પગલાં-1945
- ➽ દિવ્ય વાર્તાઓ-1955
- ➽ અમર અજવાળાં-1959
- ➽ રધુકુળરીતિ-1963
લોકકથા :
- ➽ સિંધુની
પ્રેમકથાઓ-1953
- ➽ સિંધુનું સ્વપ્ન અને પ્રીતનો
દોર-1965
નિબંધ :
- ➽ કળીઓ અને કુસુમો-1949
- ➽ ગીતા વિચાર
- ➽ હરિનાં દ્વાર (મરણોત્તર)-1979
વાર્તાઓ :
- ➽ માલિની-1944
- ➽ રામ ઝરૂખે બૈઠકે-1966
- ➽ તરણા
ઓથે-1975
વિવેચન :
- ➽ સંસ્કૃત સાહિત્યમાં ડોકિયું-1959
વર્ણન :
- ➽ આઝાદીની યજ્ઞજ્વાળા-1943
અન્ય કૃતિ :
- ➽ હરીનાં લોચનિયાં-1969
- ➽ લાક્ષાગૃહ-1976
અનુવાદ :
- ➽ શરદુત્સવ-1924(ટાગોરની ‘મુકતધારા’)
- ➽ મુકુટ-1924(ટાગોરની ‘મુકતધારા’)
- ➽ ભર્તૃ હરિનિર્વેદ-1958(હરિહર ઉપાધ્યાયન
સંસ્કૃતગ્રંથનો)
સંપાદન :
- ➽ સાહિત્ય અને પ્રગતિ-(ઉમાશંકાર
જોશીના સહયોગથી)-1945
સંકલન :
પંક્તિઓ :
- ➽ જીવન અંજની થાજો મારુ જીવન અંજની થાજો
- ➽ એક દિન આંસુભીનાં રે! હરિનાં લોચનિયાં મેં દીઠાં!
- ➽ છે પ્રજા, સત્તાય છે, પણ ક્યાં, પ્રજાસત્તાક છે
- ➽ હું માશૂમ, બદલતો રહું છું!
- ➽ એક દિન હતો, એક પળ હતી, એક આંખડી ચંચળ હતી
- ➽ નાની શી હોડલીની લલિત ગતિ રૂંધે લંગરો
જંગી જેમ
- ➽ હજી વરસાદભીની ધરતીની ખુશબૂ ગમે છે
- ➽ મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય
છે
- ➽ મેં ગ્રંથોમાં જીવનપથનાં સૂચનો ખોળી
જોયાં
- ➽ કોટિ કંઠ જેના સ્તુતિગાન કરે
- ➽ હું પૂછું કિરતાર તારે ઘેર કાં અંધેર છે?
- ➽ વીરના વીર્યથી ઝુઝ્યા કર્યાં કેસરિયાં
સદા
- ➽ છે બલિહારી તારી, ઓ દોરંગી દુનિયા
- ➽ પ્રથમ પ્રેમ ઊગ્યો ક્યાં ઉરમાં કે
આંખમાં
- ➽ ઓ વાતો વણઝારા, સુણ બે’ક સવાલ અમારા!
- ➽ પ્રાર્થું આટલું એક પુજારી
- ➽ આ તો ઈશ તણો આવાસ
- ➽ નથી હું તારો ને, તુ નવ બનજે મારી કદિ યે
અન્ય માહિતી :
- ➽ કરાંચીમાં પ્રથમિક અને માધ્યમિક શિક્ષણ મેળવ્યું
અસહકારની ચળવળ થી ઈન્ટરનો અભ્યાસ અધૂરો મૂકી 1921માં ગુજરાત વિદ્યાપિઠમાં જોડાયા હતા ત્યાર બાદ પરીક્ષા
આપ્યા વિના 1923માં ફરી કરાચીની ડી.જે. કોલેજમાં દાખલ થઈ 1927માં સંસ્કૃત-અંગ્રેજી
વિષય સાથે બી.એ. થયા
- ➽ આઝાદીની ચળવળમાં જોડાયા અને 1930 અને
1932માં જેલવાસ પણ વેઠયો હતો
- ➽ શરુઆતમાં શિક્ષણ ક્ષેત્રે કામ કર્યુ
1939 સુધી કરાંચીની બે હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે કામ કર્યુ હતું. અને એ દરમિયાન એક
વર્ષ ‘ડીઈલી મિરર’ નામનું અંગ્રેજી છાપું ચલાવ્યુ છે ત્યાર બાદ 1939 થી ‘જન્મભૂમિ’ તંત્રી વિભાગમાં હતા, મુંબઈમાં 1948થી જન્મભૂમિ ટ્રસ્ટના ‘નુતન ગુજરાત’ના તંત્રી હતાં, ત્યાર બાદ1950માં એ સામયિક બંધ પડતાં 1951 થી ‘સારથિ’ સપ્તાહિક અને ‘નચિકેતા’ સામાયિકો પણ ચલાવેલા હતા
- ➽ ‘વૈશંપાયન’ ઉપનામથી તેમણે હળવી કટાક્ષમય શૈલીમાં કાવ્યો લખ્યા છે
0 Comments
Post a Comment