મીરાંબાઈ

MIRA BAI


 

🌹મીરાંબાઈ🌹




જન્મ : .. સોળમી સદી(1499-આશરે) (રાજસ્થાનના જોધપુર મેડતા(કૂડકી) ગામમાં રાજકુટુંબમાં (હાલ પાલી જિલ્લો)

અવસાન : 1546 (આશરે)

ઉપનામ : પ્રેમદિવાની, જનમ જનમની દાસી

       પિતા : રત્નસિંહ

       માતા : કુસુમકુંવર

       દાદા : રાવ દુદાજી

       પતિ : ભોજરાજા(ચિત્તોડ)(અવસાન-1521)(લગ્ન-1516)(સંગ્રામસિંહના પુત્ર)

       પિતરાઇભાઇ : જયમલ

          દિયર : રતનસિંહ (રાણા), વિક્રમાદિત્ય

           

કૃતિઓ :

  •        સતભામાનું રુસણું
  •        કૃષ્ણકીર્તનના પદ
  •        પ્રેમભક્તિના પદ
  •        ભજન
  •        નરસિંહજીકા માયરા (હિંદી)
  •        ગીતગોવિંદની ટીંકા
  •        રાગગોવિંદ
  •        રાગ સોરઠ કે પદ
  •        મિરાબાઈ કી પદાવલી ( એમના ગીતોનુ સંકલન)

પંક્તિઓ :  

  • કાનુડો શું જાણે મારી પીડ?
  • કાયા કારણ ભેખ લીધા, રાણાજી
  • કાનુડો માંગ્યો દેને જશોદા મૈયા
  • કામ છે, કામ છે, કામ છે, રે
  • કરના ફકીરી તબ ક્યા દિલગીરી?
  • કૃષ્ણ કરો યજમાન
  • કોની સંગ રમવી હોળી?
  • નહાંને ચાકર રખોજી ગિરધરિ લાલ
  • જો તુમ તોડો, પિયા! મૈં નહિ તોડું
  • નહિ રે વિસારું હરિ
  • મુખડાની માયા લાગી રે મોહન પ્યારા!
  • હે રી મૈં તો દરદ દિવાની, મેરો દરદ જાણૈ કોય
  • મુજ અબળાને મોટી મિરાત, બાઇ, શામળો ઘરેણું મારે સાચું રે
  • ઝેર તો પિધાં છે જાણી જાણી, મેવાડા રાણા!
  • મેરો તો ગિરિધર ગોપાલ, દુસરો કોઇ
  • ફાગુનકે દિન ચાર, હોલી ખેલ મના રે
  • હાં રે હરિ વસે હરિના જનમાં
  • હેજી રે કરમનો સંગાથી, રાણા મારું કોઇ નથી...
  • અખંડ વરને વરી સહેલી, હું તો અખંડ વરને વરી
  • અબ તેરો દાવ લગો હૈ, ભજ લે સુંદરશ્યામ ... અબ તેરો
  • તુમરે કારણ સબ સુખ છોડ્યા,
  • અરજ કરે છે મીરાં રાંકડી રે, ઊભી ઊભી.
  • આજ મારી મિજમાની છે રાજ
  • આવો તો રામરસ પીજીએ
  • રી મૈં તો પ્રેમદિવાની   
  • ગોવિંદ, કબહું મિલૈ પિયા મેરા
  • જોશીડા જોશ જુવોને
  • કોઈ કછુ કહૈ મન લાગા
  • ગોવિંદના ગુણ ગાશું,
  • ગોવિંદો પ્રાણ અમારો રે, મને જગ લાગ્યો ખારો રે
  • ઘડી એક નહીં જાય રે, તુમ દરસન બિન મોય
  • ઘેલાં અમે ભલે થયાં રે, બાઈ મારે ઘેલામાં ગુણ લાધ્યો
  • ચલો મન ગંગા-જમુના તીર
  • શું કરું રાજ તારાં ? શું કરું પાટ તારાં ?
  • જંગલ બીચ સાંયા! મેં તો પકડી આંબલિયાની ડાળ રે
  • જલદી ખબર લેના મેહરમ મેરી
  • જાગો બંસીવાલે લલના, જાગો મોરે પ્યારે
  • જાગો રે અલબેલા કાના મોટા મુકુટધારી રે
  • જ્ઞાનકટારી મારી, અમને પ્રેમકટારી મારી
  • ડારી ગયો મનમોહન પાસી
  • તને કાંઈ કાંઈ બોલ સુણાવા
  • હાં રે મેં તો કીધી છે ઠાકોર થાળી રે
  • સત્સંગનો રસ ચાખ, પ્રાણી
  • ભગવન, પતિ, તુમ ઘર આજ્યો હો !
  • પ્યારે દરસન દીજ્યો આય
  • જેને મારા પ્રભુજીની ભક્તિ ના ભાવે રે
  • તેરો કોઈ નહીં રોકણહાર મગન હુઈ મીરાં ચલી
  • દવ તો લાગેલ ડુંગર મેં
  • ધિક્ હૈ જગમેં જીવન જાકો, ભજન બિના દેહ ધરી
  • ધ્યાન ધણી કેરું ધરવું, બીજું મારે શું કરવું રે?
  • નંદલાલ નહિ રે આવું કે ઘેર કામ છે
  • નાખેલ પ્રેમની દોરી
  • નાગર નંદા રે, મુગુટ પર વારી જાઉં, નાગર નંદા
  • નાથ તુમ જાનત હો સબ ઘટકી
  • પગ ઘુંઘરૂ બાંધ, પગ ઘુંઘરૂં બાંધ મીરા નાચી રે
  • પાયોજી મૈંને રામ-રતન ધન પાયો
  • પિય બિન સૂનો છે જી મ્હારો દેશ
  • પિયા કારણ રે પીળી ભઈ રે, લોક જાણે ઘટરોગ
  • પ્રભુજી મન માને જબ તાર
  • તમે અબોલા શીદ લ્યો છો રાજ
  • નિત્ય નિત્ય ભજીએ તારું નામ, તારું નામ
  • ફાગુન કે દિન ચાર હોલી ખેલ મના રે
  • બંસીવાલા આજો મોરે દેશ
  • બરસે બદરિયા સાવન કી
  • બસો મોરે નૈનનમેં નંદલાલ
  • અબ તો નિભાયાં પડેગા
  • બાલ મેં વૈરાગણ હૂંગી
  • બોલ મા, બોલ મા, બોલ મા રે
  • બોલે ઝીણા મોર, બોલે ઝીણાં મોર
  • ભજ લે રે મન ગોવિંદ ગુણા
  • જોગી ! મત જા, મત જા મત જા
  • મન ભજી લે મોહન પ્યારાને
  • મારું મનડું વીંધાણું રાણા, ચિતડું ચોરાણું, રાણા શું રે કરું ?
  • રામનામ રસ પીજૈ
  • મને કૃષ્ણ કનૈયાની મોરલી ગમે
  • પ્રેમની, પ્રેમની, પ્રેમની રે
  • મરી જાવું માયાને મેલી રે
  • મળ્યો જટાધારી જોગેશ્વર બાવો
  • માઈ મોરે નયન બસે રઘુબીર
  • માઈ, મને મળિયા મિત્ર ગોપાલ, નહીં જાઉં સાસરે
  • આજ મારે સાધુજનોનો સંગ રે રાણા
  • મારી વાડીના ભમરા, વાડી મારી વેડીશ મા
  • માછીડા હોડી હંકાર, મારે જાવું હરિ મળવાને
  • મારે વર તો ગિરિધરને વરવું છે
  • જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું
  • માર્યા રે મોહનાં બાણ, ધુતારે
  • મુંને લહેર રે લાગી હરિના નામની રે
  • મુરલીયાં બાજે જમુના તીર
  • મેં તો છાંડી કુલ કી લાજ
  • મેં તો હૃદયમાં ઓળખ્યા રામ, રાણા ઘરે નહીં રે આવુ
  • પ્રભુજી મૈં અરજ કરું છું
  • મોહન લાગત પ્યારા રાણાજી, મોહન લાગત પ્યારા
  • મોહે લાગી લટક ગુરુ ચરનનકી
  • યદુવર લાગત હૈ મોહે પ્યારો
  • યમુનામેં કૂદ પડ્યો, કનૈયો
  • રાણાજી, તૈં ઝહર દિયો મૈં જાની
  • રાણાજી, મૈં તો ગોવિંદ કે ગુણ ગાશું
  • રામ છે રામ છે રામ છે રે
  • રામ રમકડું જડિયું રે, રાણાજી
  • રામ રાખે તેમ રહીએ
  • રામનામ સાકર કટકા
  • રાખો રે શ્યામ હરિ
  • લેને તારી લાકડી ને લેને તારી કામળી
  • વરમાળા ધરી ગિરિધર વરની, છૂટે છેડે ફરીએ રે, રાણાજી!
  • વાટ જુએ છે મીરાં રાંકડી રે
  • વાગે છે રે વાગે છે, વૃંદાવન મોરલી વાગે છે
  • શ્યામ, મને ચાકર રાખોજી
  • શ્યામસુંદર પર વાર, જીવડો મૈં વાર ડારુંગી હાં
  • તમે જાણી લ્યો સમુદ્ર સરીખા મારા વીરા રે
  • સાંવરે રંગ રાચી રાણા, મૈં તો સાંવરે રંગ રાચી
  • સાધુ તે જનનો સંગ, બાઈ મારે ભાગ્યે મળ્યો છે
  • બલિહારી રસિયા ગિરિધારી
  • સુણ લેજો બિનતી મોરી, મૈં શરણ ગ્રહી પ્રભુ તોરી
  • સુની હો મૈં હરિ-આવન કી અવાજ
  • સ્વામી સબ સંસાર કે સાંચે શ્રી ભગવાન
  • હરિ ! તુમ હરો જનકી ભીર
  • હરિ મને પાર ઉતાર નમી નમી વિનતી કરું છું
  • હરિ વસે છે હરિના જનમાં, શું કરશો જઈ વનમાં
  • મ્હારી સુધ જ્યૂં જાનો ત્યૂં લીજોજી
  • હરિવર મૂક્યો કેમ જાય? સાહેલી
  • હાં રે કોઈ માધવ લ્યો, માધવ લ્યો
  • શું કરવું, મારે શું કરવું છે રે?
  • રાણાજી, હું તો ગિરિધરને મન ભાવી
  • હું તો પરણી પ્રીતમની સંગાથ, વહાલમજી
  • હું રોઈ રોઈ અખિયાં રાતી કરું
  • હા રે કોઈ માધવ લો
  • સાસુ મારી સુસમણાં જેઠ જગજીવન
  • તારેને મારે હંસા પ્રિતુ બંધાણી રે
  • होली प्रिया बिणा लागो री खारी
  • सांवरे रंग रची राणा, मै तो सांवरे रंग राची

અન્ય માહિતી :

  • ➽       નાનપણથી તેમણે કૃષ્ણભક્તિનો રંગ લાગ્યો હતો
  • ➽       એમના લગ્ન થયાં ત્યારે મીરાંબાઇ લગભગ પંદર વર્ષની વયના હતાં એમના લગ્ન અખાત્રીજને દિવસે થયા હતાં
  • ➽       ખુબ નાની ઉંમરે તેઓ વિધવા થયાં અને તેઓ ભક્તિમાર્ગે વધુ વળ્યાં
  • ➽       તેમની ભક્તિ સાસરા પક્ષને ગમતી હતી જેથી કહેવાય છે કે એમના દિયર વિક્રમાદિત્યએ તેમને ઝેરનો પ્યાલો મોકલ્યો અને તે ઝેરને મિરાંબાઇની ભક્તિએ અમ્રુત બનાવી દિધું એવુ મીરાંબાઇ ના ઘણા પદો માં જોવા મળે છે હોય શકે કે માત્ર ઉપમા હોય તેના પર થતા અત્યાચાર પર
  • ➽       તેમણે મેવાડ, વ્રજ અને દ્રારિકામાં સાધુ સંત સાથે સત્સંગમાં કૃષ્ણમય જીવન વિતાવ્યું એમ મનાય છે
  • ➽       તેમનાં કૃષ્ણભક્તિનાં પદો ગુજરાતી ઉપરાંત વ્રજ, રાજસ્થાની અને હિન્દી ભાષામાં મળે છે
  • ➽       તેમના પદોમાં કૃષ્ણ માટેની ઝંખનાનું ભાવવાહી નિરૂપણ જોવા મળે છે
  • ➽       સંતહ્રદયની સંવેદનાની તીવ્રતા અને ભાષાની સાદગી માટે તેમના પદો જાણીતા છે
  •       ગુજરાતી ભાષાની પ્રથમ સ્ત્રીકવિયત્રી તરીકે મીરાંબાઇ છે  
  •       મીરાંબાઇના કાવ્યોનો સાહિત્યપ્રકાર પદ સ્વરૂપ નો રહ્યો છે જે મોટા ભાગે આત્મલક્ષી રહ્યા છે
  •       મીરાંબાઈના ગુરુ ઉત્તર ભારતમાં સંત રવિદાસજીના નામે સુખ્યાત છે એવા સંત રૈદાસજી હતા જે રામાનંદનાં શિષ્ય હતાં
  •       અજમેર રાજસ્થાનમાં આવેલુ શિરોમણિ મંદિર જે માનસિંહના પ્રથમ પત્ની મહારાણી કનકવતી પોતાના પુત્ર જગતસિંહની યાદમાં બનાવડાવ્યું હતું જેમાં કૃષ્ણ ભગવાન સાથે રાધાજી નહિં પણ મીરાબાઈની પુજા થાય છે એમ કહેવાય છે કે મંદિરમાં કૃષ્ણની મુર્તિ છે જેની પુજા ખુદ મીરાબાઈ કર્તા હતા
  •         મીરાંબાઈએ તુલસીદાસ સાથે પત્રવ્યવ્હાર પણ કર્યો છે
  •         એવું પણ અનુમાન છે કે મીરાંબાઈ મહારાણા પ્રતાપની કાકી થાય છે
  • ➽        મીરાંબાઈ ને સંગીત નુ જ્ઞાન પણ હતું તેમણે મલ્હાર રાગનું મૌલિક સર્જન પણ કર્યુ હતું મીરાંબાઈની સંગીત ની સુઝના કારણે તાનસેનનું મીરાંબાઇ સાથે મિલન પણ થયુ  હતું
  •         મીરાંબાઇ 1537માં ગુજરાતની દ્વ્રારકા નગરીમાં આવીને વસ્યાં હતાં
  • ➽       મીરાંબાઈ 1556માં સમાધિ લીધી હતી  અવું પણ અનુમાન છે કે મીરાંબાઈ દ્વ્રારકામાં કૃષ્ણની મુર્તિમાં લીન થઈ ગયા હતાં
  •       ગાંધીજી ના અંતિમ જન્મદિવસે દિલ્હીમા સુબ્બ્લક્ષ્મીને કંઠે અને બીજે 1966ના ન્યુયોર્કમા રાષ્ટ્રસંધની સામાન્ય સભા માં સુબ્બ્લક્ષ્મીનએ મીરાંબાઈનું હરિ તુંમ હરો જનકી ભીર” પદ ગાયુ હતું
  • ➽        બળવંતરાઈ ક.ઠાકર કહે છે કે નરસિંહ મહેતા અને મીરાંબાઈના પદો “ત્રીજા નેત્રની પ્રસાદી છે”
  •         કલાપીએ નરસિંહ અને મીરાં માટે કહ્યુ છે કે “હતો નરસિંહ, હતી મિરા, ખરા ઈલ્મી, ખરા શૂરા”
  • ➽        નિરંજન ભગત મીરાંના પદોને ભક્તિરસની કવિતાનો ફુવારોકહ્યો છે