રઈશ મનિયાર
RAISH MANIYAR


🌹રઈશ મણિયાર🌹



જન્મ : 19-08-1966 (કિલ્લા પારડી, જિ. વલસાડ)

વતન : વલસાડ પાસે નું પારડી ગામ

નિવાસ સ્થાન : સુરત

          પત્ની : ડો, અમી પટેલ (લગ્ન-1989)

કૃતિઓ :

         

કાવ્ય સંગ્રહો :

  •                    કાફિયા નગર-1989
  •                    શબ્દ મારા સ્વભાવમાં જ નથી-1998
  •                    નિહાળતો જા
  •                    સ્પર્શી શકાય પુષ્પને ઝાકળ થયા પછી
  •                    પન્નિએ પહતાય તો કેટોની
  •                    આમ લખવું કરાવે અલખની સફર-2012

         

વિવેચન ગ્રંથ :

  •                    અસ્તિત્વ અને વ્યક્તિત્વ-2001
  •                    ગઝલ : રૂપ અને રંગ-2006
  •                    ગઝલનું છંદોવિધાન-2007

         

બાળ ઉછેરની નું પુસ્તક :

  •                    બાળ ઉછેળની બારાખડી-1999
  •                    આપણે બાળકોને શા માટે ભણાવીએ છીએ?-2005
  •                    તમે અને તમારું નિરોગી બાળક-2003

         

અનુવાદો :

  •                    આઝમી- કેટલાક કાવ્યો -2002
  •                    કૈફી આઝમ -2002
  •                    જાવેદ અખ્તર -2005
  •                    તરકસ-2005
  •                    સાહિર લુધિયાનવી-2006
  •                    આવો કે સ્વપ્ન વાવિએ કોઈ – 2006
  •                    માહોલ મુશાયરાનો-2001
  •                    બંધ કાચની પેલે પાર  (ગુલઝાર)-2011

         

હાસ્યલેખોનો સંગ્રહ :

  •                    જલેબી જેવી જિંદગી – 2016

         

નવલકથા :

  •                    લવ યૂ લાવણ્યા-2017

         

નાટકો  :

  •                    અંતિમ અપરાધ (ચિત્રલેખોમાં વિજય)
  •                    એક અનોખો કરાર (ચિત્રલેખોમાં વિજય)
  •                    લવ યુ જિંદગી(ચિત્રલેખોમાં વિજય)
  •                    એન વી જાલન અમર છે -2012
  •                    સાત સમંદર સહુની અંદર-2017

         

જીવન ચરિત્ર :

  •                    મરિઝઅસ્તિત્વ અને વ્યક્તિત્વ

પંક્તિઓ :

  •           પન્નીને પહતાય તો કેટો ની.
  •           દરીયો જ શાંત હોય એ પુરતું નથી રઈશ
  •           હવાના હાટ પવનની દુકાન રાખે છે
  •           ઘણું છોડી પછી થોડાની સાથે જીવવાનું છે
  •           સ્વપ્નના ગામમાં રહીને ઊછર્યા અમે
  •           મંદિરો માટે તો આસસ જોઈએ
  •           છતીમાં ધબકાર કે તાંડવ કોઈ!
  •           પીડા વિના બધું જ મહજ ઇત્તેફાક છે
  •           ધરાનું કાવ્ય થયું  વ્યક્ત એક કુંપળથી
  •           અંજવાળું પણ થયું અને પીડા થતી રહી
  •           પર્વતમાંયે રસ્તા પડી જાય છે
  •           ચેતજે જીતમાં ય હાર ન હો
  •           ગઝલમાં જીવનનો મરમ વ્યક્ત કરીએ
  •           સાચો છું તો ય હું મને સાબિત નહીં કરું
  •           અડચણ નડે કદીક, કદી માર્ગ પણ નડે
  •           એમ ચાલ્યા વિના પણ સફર થાય છે
  •           કશુંય આખરી ક્યાં છે સતત ઝુરાપા સિવાય
  •           સહેજ અંતર જરૂર રહેવા દો
  •           કોણે કહ્યું કે રસ્તે પથ્થર બહુ નડે છે
  •           સોગાત દુઃખની હોય છે દરિયા જેટલી
  •           દોસ્ત ! મને શિખવાડ કોઈ તરકીબ હે વણકર !
  •           છો વેદ વંચનારાને માનહાનિ લાગે
  •           તમે આવી ગયા, તો રાત અંધારી હવે કેવી!
  •           સગપણ વગર, સંબંધના વિવરણ મળી
  •           દિવાલ પર રહે બદલાતા રોજ શણગારો
  •           પગના છાલા દોડવાનિ નાજ કહેશે
  •           સમયના સૂર્યનું ચાલે તો સળગાવી મૂકે સઘળું
  •           આવ્યું ન આવનાર સમસ્યા કશી નથી
  •           પાંખ વિંઝ્યે ઉડ્ડયન થઈ જાય છે
  •           દર્દ ઊંડાણમાં, ઉપચાર ઉપરછલ્લા છે
  •           સાવ પરપોટા જેવો આ અવતાર છે
  •           આપે છે દિલાસા અને રડવા નથી દેતા
  •           જ્યં સ્નાન કરવા ઊતર્યો, બિલકુલ સૂકી નદી છે
  •           સામે છે મોત તો ય સતત ચલતી રહે
  •           છતીમાં જેના આગ છે, એને હવા ન દે
  •           જે વ્યથને અડકે નહિં, એ કલા અધૂરી છે
  •           તરવું કદી ન ફાવ્યું મને, તળ સુધી ગયો
  •           રણ હવે ઘરથી શરૂ થઈ જાય છે
  •           ભિન્ન ભાષા, ને અલગ લિપિ મળી
  •           કોણે કહ્યું કે લક્ષ્ય ઉપર હોવી જોઈએ
  •           યુવાની જાય છે, ક્યાં વૃદ્ધ બનતાં વાર લાગે છે!
  •           દરેક વાતે વિચારવાનું ત્યજી દઈને નિહાળતો જા
  •           જિંદગીભર વણી છે ખામોશી
  •           કોઈ શેર કહું
  •           સ્વીટ હાર્ટ ! ઈંગ્લીશ્માં તું બડબડ ન કર
  •           હૈયામાં એમના ભલે સ્થપિત ન થઈ શક્યો
  •           હું, તું... હતા ને સામે તો સેના ઊભી હતી
  •           થોડું ઝળહળ બની આવશે
  •           આમ ક્ષણક્ષણથી લડીને ક્યાં જશે ?
  •           અચાનક લગાતાર ... બસ ઓગળે છે
  •           જો અડે જળ માટીને, નિપજે છે અડવાનો અવાજ
  •           સંગેમરમરનો નહિં આજ મલાજો તુટે
  •           ઉમટ્યો ગઝલના ગામમાં વાદળ થયા પછી
  •           કિનારાઓ અલગ રહીને ઝરણને જીવતું રાખે
  •           અઘટિત ઘણું થયું છે, અલિખિત ઘણું રહ્યું છે
  •           મને હ્રદય ન ચલાવે, ન મન ચલાવે છે
  •           પોતે તબીબ છું પણ મારો ઈલાજ ક્યાંથી?
  •           આ અનુનય વિનય શું સતત શબ્દમાં
  •           ગોપિત રહે કદી, કદી સાક્ષાત્‌ હોય છે
  •           હતી કંઈ પ્યાસ એવી હરપળે બસ દોડતો રાખ્યો
  •           જાણી ગયો છું આજ કશું જાણતો નથી
  •           ફરી પાછાં અજાણ્યાં આપણે બંને બની જઈએ
  •           મને ભાવની હો તલાશ તો પછી ભવ્યતાનું હું શું કરું ?
  •           કરોડ ચહેરા ને એની પાછળ કરોડ ચહેરા
  •           પર્વતમાંયે રસ્તા પડી જાય છે
  •           આ સાંજ રોજ આટલી ખુંખાર ક્યાં હતી?
  •           થોડા ભગવાએ રંગ રાખ્યો છે
  •           દીવાનગીની હદ સુધી મુજથી ન જવાયું
  •           એકવેળા આપને મેં દઈ દીધેલું દિલ, હજુયે યાદ છે
  •           પડછાયા ફકત તારે નગર રૂબરૂ મળે
  •           અમે રસ લેવા માંડ્યો જે ઘડી જે ઘડીથી એક છોરીમાં
  •           નથી એ વાત કે મેં શક્યતાઓ નાણી નથી
  •           તરવું કદી ન ફવ્યું મને તળ સુધી ગયો
  •           પોત જ હું ગમાર હતો, કોણ માનશે?
  •           નિહાળું હું કદી ચહેરા સતત
  •           મત્ત છે વાતાવરણ વરસાદમાં
  •           તને ગીત દઉં કે ગુલાબ, દઈ દે આજે મને તું જવાબ
  •           માત્ર ત્રણ અક્ષર છે તું, ઇશ્વર છે તું

                   

સન્માન :

  •           આઈ. એન. ટી.(ઈંડિયન નેશનલ થિયેટર) તરફથી શયદાપુરસ્કાર – યુવા ગઝલકાર તરીકે – 2000
  •           ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ
  •           ગુજરાતી સાહિત્ય પરિષદ પુરસ્કાર(ગુલઝારના અનુવાદ માટે) -2002
  •           આઈ. એન. ટી. તરફથી સિનિયર ગઝલકારને અપાતો કલાપી એવોર્ડ – 2016
  •           નર્મદ ચંદ્રક (આમ લખવું કરાવે અલખની સફર માટે)-2012
  •           બેસ્ટ કસ્ક્રિપ્ટ રાઈટર ચિત્રલેખા નાટ્યસ્પર્ધા -૨૦૧૩, 2015
  •           સુરત મહાનગર પાલિકાની સંજીવકુમાર નાટ્ય સ્પર્ધા માટે બેસ્ટ રાઇટર્નો એવોર્ડ (એન. વી. જાલન અમર છે-2012 અને સાત સમંદર સહુની અંદર-2017 નાટક માટે)
  •           ગુજરાત સાહિત્ય પરિષદ તરફથી બી. એન. માંકડ પુરસ્કાર (બાળઉછેરની બારાખડી માટે)-1999

 

અન્ય માહિતી :

  •           એમણા પિતાજી શાળાના આચાર્ય હતા
  •           તેમણું પ્રથમિક શિક્ષણ ભરુચ જિલ્લાની આછોદ કુમાર શાળા, આમોદ મોટી અને નાની કુમાર શાળા, અને આમોદ ચામડિયા પ્રાઈમરી સ્કૂલમાં લીધું હતું
  •           માધ્યમિક શિક્ષણ પારડી ની ડિ.સી. ઓ. સ્કૂલ મા કર્યુ હતુ
  •           એમને હાયર સેકંડરી નો અભ્યાસ સુરતની સેંટ ઝેવિયર્સ શાળામાં કર્યો હતો
  •           એમને અગિયાર વર્ષની ઉમરે 1977ના માર્ચ મહીનામાં પ્રથમ કવિતા લખી હતી
  •           એમની પ્રથમ કવિતા 1981માં ગુજરાત સમાચારના આનંદમેળો વિભાગ માં પ્રકાશિત થઈ હતી 
  •           તેમણે 1988માં એમ.બી.બી.એસ. અને  એમ. ડિ., ડિ.સી.એચ, નો અભ્યાસ 1992માં કર્યો છે તેઓ બાળરોગ ના નિષ્ણાત(બાળ દર્દિ, પેડિયાટ્રિક) છે
  •           કૈફી આઝમીપુસ્તક્નું વિમોચન અમિતાભ બચ્ચનના હસ્તે કરાવ્યુ હતુ
  •           ગીત લેખક તરીકે અર્બન ગુજરાતી ફિલ્મોમાં  ટ્રેંડ સેંટર ગણાતી ફિલ્મ કેવી રીતે જઈશ -2012 ફિલ્મથી ગીત લેખક તરીકે એમની કારકિર્દી શરૂ થઈ. સંજય લીલા ભણશાલીની ફિલ્મ ગોલિયો કી રાસલીલા રામલીલા માટે એમણે એક બેક ગ્રાઉંડ સોંગ. થઈ દોડ દોડ ગલી વાટ મોડ, લખ્યુ છે, સિવાય આ તો પ્રેમ છે, વિશ્વાસઘાત. પોલંપોલ, મુસાફિર, વિટામીન શી અને જે પણ કહીશ તે સાંચુ કહીશ જેવી ફિલ્મમાં આશરે 60 જેટલા ગીતો લખ્યા છે
  •           હાલ તેઓ નવગુજરાત સમયમાં બુધવારે અને શનિવાર તેમજ સંદેશની રવિપૂર્તિમાં કટાર લખે છે
  •         રઈશ મનીયાર નર્મદ ચંદ્રક અને કલાપી એવોર્ડ મેળવનાર તમામ સાહિત્યકારોમાં સૈથી યુવા સાહિત્યકાર છે