PANNALAL PATEL |
🌹પન્નાલાલ પટેલ🌹
જન્મ : 07-05-1912 (માંડલી ગામ જિલ્લો ડુંગરપુર- હાલ રાજસ્થાનમાં આવેલ છે)
અવસાન : 06-04-1989
મૂળનામ : પન્નાલાલ નાનાલાલ પટેલ
પિતા : નાનાલાલ (નાનાશા)
માતા : હીરાબા
ભાઈઓ : કોદરભાઈ અને હરિભાઇ
પત્ની : વાલીબેન
કૃતિઓ :
નવલકથાઓ :
- ➽ વળામણાં-1940 (એમની પ્રથમ નવલકથા)
- ➽ મળેલા જીવ-1941
- ➽ માનવીની ભવાઇ-1947
- ➽ સુરભિ
- ➽ મીણ માટીના માનવી-1966
- ➽ નગદ નારાયણ-1967
- ➽ અજવાળી રાત અમાસની-1971
- ➽ એક અનોખી પ્રીત-1972
- ➽ પાર્થને કહો ચડાવે બાણ- ભાગ 1 થી 5 -1974
- ➽ શિવપાર્વતી- ભાગ-1 થી 6 -1979
- ➽ ભીષ્મની બાણશૈય્યા – ભાગ 1 થી 3 -1980
- ➽ કુબ્જા અને શ્રીકૃષ્ણ-1984
- ➽ ભાંગ્યાના ભેરુ-1957
- ➽ રામે સીતાને માર્યા જો! – ભાગ 1 થી 4 -1976
- ➽ કચ-દેવયાની-1981
- ➽ આંધી અષાઢની-1964
- ➽ જાનપડી
- ➽ ઘમ્મર વલોણું ભાગ-1-2 – 1968
- ➽ પાછલા બારણે-1947
- ➽ નવું લોહી-1958
- ➽ પડઘા અને પડછાયા-1960
- ➽ નથી પરણ્યા નથી કુંવારા-1974
- ➽ મનખાવતાર-1961
- ➽ ના છૂટકે-1955
- ➽ ભીરુસાથી-1943(લખાયેલી એમની પહેલી નવલકથા પણ પ્રકાશિત વળામણા)
- ➽ યૌવન- ભાગ-1-2 - 1944
- ➽ અમે બે બહેનો ભાગ-1-2 - 1962
- ➽ ફકીરો-1955
- ➽ કરોળિયાનું જાળું-1963
- ➽ વળી વતનમાં-1966
- ➽ પ્રણયનાં જૂજવા પોત-1969
- ➽ કંકુ-1970
- ➽ ગલાલ સિંહ-1972
- ➽ મરકટલાલ-1973
- ➽ એકલો-1973
- ➽ અંગારો-1981
- ➽ તાગ-1979
- ➽ પગેરું-1981
- ➽ રૉ મટિરિયલ-1983
- ➽ કૃષ્ણજીવનલીલા- ભાગ 1 થી 5 -1977
- ➽ દેવયાની-યયાતી-ભાગ 1 થી 2-1982
- ➽ સત્યભામનો માનુષી-પ્રણય-1984
- ➽ કામદેવ રતિ (માનવદેહે) -1984
- ➽ ભીમ-હિડિંબા (મહાભારતનો પ્રથમ પ્રણય)-1984
- ➽ અર્જુનનો વનવાસ કે પ્રણયપ્રવાસ-1984
- ➽ પ્રદ્યુમન-પ્રભાવતી-1984
- ➽ શ્રીકૃષ્ણની આઠ પટરાણી-1984
- ➽ શિખંડી-સ્ત્રી કે રુષ ?-1984
- ➽ રેવતીઘેલા બળદેવજી-1984
- ➽ સહદેવભાનુમતિનો પ્રણય-1984
- ➽ ઈલ-ઇલા (નરમાં નારી)-1986
- ➽ ઉર્વશી-પુરુરવા (અમરલોક-મૃત્યુલોકોનું સહજીવન)-1986
- ➽ જિંદગી સંજીવની
ટૂંકીવાર્તા અને નવલિકા સંગ્રહ :
- ➽ શેઠની શારદા-1936 (એમની પ્રથમ ટૂંકી વાર્તા)
- ➽ સુખદુ:ખના સાથી-1940
- ➽ વાત્રકને કાંઠે-1952
- ➽ ઓરતા-1954
- ➽ ધરતી આભનાં છેટે-1962
- ➽ રંગમિનારા
- ➽ બિન્ની-1973
- ➽ પાનેતરમાં રંગ-1946
- ➽ ચીતરેલી દીવાલો-1965
- ➽ પીઠીનું પડીકું
- ➽ વટનો કટકો-1969
- ➽ જિંદગીના ખેલ-1941
- ➽ મનના મોરલાં-1958
- ➽ પન્નાલ્લા પટેલની શ્રેષ્ઠ વાર્તાઓ-1958
- ➽ વિણેલી નવલિકાઓ-1973
- ➽ જીવો દાંડ-1941
- ➽ સાચા શમણાં-1949
- ➽ દિલની વાત-1962
- ➽ દિલાસો-1964
- ➽ તિલોત્તામાં-1960
- ➽ લખ ચોરાસી-1944
- ➽ કોઈ દેશી કોઈ પરદેશી-1971
- ➽ છણકો-1975
- ➽ ઘરનું ઘર-1979
- ➽ ત્યાગી- અનુરાગી-1963
- ➽ પારેવડા-1956
- ➽ અજબ માનવી-1947
- ➽ મોરલીના મૂંગા સૂર-1966
- ➽ માળો-1967
- ➽ આસમાની નજર-1972
- ➽ નરાટો-1981
- ➽ ભાથીની વહુ
- ➽ અળે નહીં તો બળે
- ➽ રેશમડી
- ➽ સાચી ગંજીયાનું કાપડ
- ➽ નેશનલ સેવિંગ
- ➽ મા
- ➽ વનબાળા
- ➽ લાઇનદોરી
- ➽ બલા
- ➽ મનહર
- ➽ વાતવાતમાં
- ➽ રંગવાતો
નાટ્યરચનાઓ નો સંગ્રહ :
- ➽ એળે નહીં તો બળે
- ➽ જમાઈરાજ-1952
- ➽ ચાંદો શેં શામળો-1960
- ➽ સપનાનાં સાથી-1967
- ➽ અલ્લડ છોકરી-1972
- ➽ સ્વપ્ન-1978
- ➽ મળેલા જીવ
- ➽ વૈંતરણીના કાંઠે
- ➽ ઢોલિયા સાગ સીસમના-1963
- ➽ કંકણ-1968
- ➽ અણવર-1970
- ➽ ભણે નરસૈયો-1977
ચિંતન કૃતિ :
- ➽ પૂર્ણયોગનું આચમન-1978
આત્માકથા :
- ➽ અલપઝલપ-1973
- ➽ અલકમલક-1986
બાળસાહિત્ય :
- ➽ દેવનાં દીધેલ- ભાગ 1 થી 5 -1975
- ➽ વાર્તાકીલ્લોલ ગુચ્છ- ભાગ- 1
થી 2 -1972,1973
- ➽ લોકમિનારા
- ➽ બાળકિલ્લોલ-ભાગ 1 થી 10 -1972
- ➽ કાશીમાની કૂતરી
- ➽ ઋષિકુળની કથાઓ- ભાગ 1 થી 4 -1973
- ➽ મહાભારત કિશોરકથા-1976
- ➽ રામાયણ કિશોરકથા-1980
- ➽ શ્રીકૃષ્ણ કિશોરકથા-1980
- ➽ સત્યયુગની કથાઓ- ભાગ 1 થી 5 -1981
ચરિત્રકથાઓ :
- ➽ પરમ વૈષ્ણવ નરસિંહ મહેતા-1983
- ➽ જેણે જીવી જાણ્યું-1984 (રવિશંકર મહારાજનું જીવન)
પકીર્ણ :
- ➽ અલકમલક-1986
- ➽ સર્જનની સુવર્ણ સ્મરણિકા-1986
- ➽ લોકગુંજન-1984
સંપાદનો :
- ➽ કડવો ઘૂટડો-1958
- ➽ વિણેલી નવલિકાઓ-1973
- ➽ પન્નાલાલનો વાર્તાવૈભવ-1963
પંક્તિઓ :
- ➽ માનવી ભુંડો નથી ભુખ ભુંડી છે અને ભુખ થી ભૂંડી ભીખ
- ➽ આજ તો મે ધરાઈને ભુખ જોઈ
- ➽ મનના મોરલાં મનમાં જ રમાડવા અને મનખો પૂરો કરવો
- ➽ વાહ રે માનવી તારું હૈયું ! એકપા લોહીના કોગળાને બીજી પા પ્રીતના ઘુટડા
- ➽ મેલુ છું ધરતી ખોળે ખેલતો મારી માટીનો મોંઘેરો મોર
સન્માન :
- ➽ રણજિતરામ સુવર્ણચંદ્રક-1950
- ➽ ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર -1985 (‘માનવીની ભવાઇ’ માટે)
- ➽ સાહિત્ય ગૌરવ પુરસ્કાર-1986
અન્ય માહિતી :
- ➽ પ્રાથમિક અંગ્રેજી 4 ધોરણ સુધી ઇડરની સર પ્રતાપ હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો છે
- ➽ ગુજરાત સાહિત્ય ના પ્રથમ પંક્તિના સાહિત્યકાર તરીકે નામના મેળવી હતી
- ➽ 1936માં અમદાવાદમાં મળેલ ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં ઇડર શાળાના સહાધ્યાયી ઉમાશંકર જોશી સાથે સંપર્ક થયો અને તેમના પ્રોત્સાહનથી સાહિત્યસર્જનની શરૂઆત કરી
- ➽ એક સદગૃહસ્થની મદદથી અમદાવાદ ઇલેક્ટ્રીક કંપનીમાં નોકરી મળી એની પહેલા ઑઈલમેન અને પછી મીટર-રીડિંગ કરનાર તરીકે તેમણે કારી કર્યું
- ➽ ચાર પાંચ વર્ષ મુંબઈની એન.આર. આચાર્યની ફિલ્મ કંપનીમાં પટકથાલેખન કર્યું અને ત્યાર બાદ માંડલી વતન પાછા જઈ ખેતીનું કામ કર્યું અને સાથે સાથે લેખન કાર્ય શરૂ રાખ્યું
- ➽ 1947માં ક્ષયની બીમારી પછી અરવિંદ યોગમાર્ગ તરફ વળ્યા
- ➽ 1958થી અમદાવાદ આવીને વસ્યા અને લેખન કાર્ય ને મુખ્ય વ્યવસાય બનાવ્યો
- ➽ 1971માં તેમણે અમદાવાદમાં તેમના બે પુત્રોની સાથે સાધના પ્રકાશન કંપનીની શરૂઆત કરી
- ➽ પાછલા વર્ષમાં તેમણે મુખ્યત્વે હિન્દુ ધાર્મિક વાર્તાઓ અને મહાકાવ્યો પર આધારિત નવલકથાઓ લખી
- ➽ 1979માં વડોદરામાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના સર્જન વિભાગના પ્રમુખ બન્યા
- ➽ તેમણે પોતાના સંઘર્ષના દિવસોને ‘વાસંતી દિવસો’ ગણાવ્યા હતા. તેમની કૃતિ ‘કંકુ’ પરથી ગુજરાતી ફિલ્મ બની હતી. અમદાવાદમા બ્રેઇન હેમરેજથી અવસાન થયું
- ➽ તેમના સર્જનોનું નાટક અને ચલચિત્રમાં રૂપાંતર થયું છે
- ➽ તેમણે એકાદવર્ષ ડુંગરપુર અને સાગવાડામાં દારૂના ભઠ્ઠામાં મેનેજર તરીકે નોકરી કરી હતી
- ➽ તેમણે તેમની પ્રથમ નવલકથા અમદાવાદમાં એક સદગૃહસ્થના ઘરે નોકરી કરતાં લખી હતી
- ➽ ઉમાશંકર જોશી બાદ જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર તેઓ બીજા ગુજરાતી ભાષાના લેખક હતા
- ➽ પન્નાલાલ પટેલને ‘સાહિત્ય જગતનો ચમત્કાર’ અને ‘ગુજરાતી સાહિત્યનું પરમ વિસ્મય’ જેવા બિરુદથી
નવાજવામાં આવ્યા છે અને સુંદરમે પન્નાલાલ પટેલ માટે કહ્યું હતું ‘ભીત ફાડી ઊગ્યો પીપળો’
- ➽ ‘માનવીની ભવાઇ’ નવલકથા ના પ્રકરણનું નામકરણ યોગ્યરીતે કરેલું છે જેમકે ઝાકળિયામાં, પરથમીનો પોઠી, જીવયમર્યાના જુહાર, ભૂખી ભૂતાવળ, ખાંડણિયામાં માથા રામ, ઉજ્જડ આભલે અમી, માનવીની ભવાઇ વગેરે એમ કુલ 37 પ્રકરણો છે. તેમજ તેમણે દર્શાવેલા સંવાદો એટલા રસપ્રદ છે જેમકે ભૂખ થી ભૂંડી ભીખ, આજ તો મે ધરાઈને ભૂખ જોઈ વગેરે. અને માનવીની ભવાઇ કૃતિના મુખ્ય પાત્રો કાળું(નાયક) આબે રાજુ (નાયિકા) છે તેમજ નાનિયો, માલિડોશી, પરમો પટેલ, કોદર, ભલી, ઘારજી, રણછોડ અને નાથો કૃતિના પાત્રો છે. માનવીની ભવાઇનું વી. વાય. કંટકે અંગ્રેજી માં અનુવાદ કરી કે સાહિત્ય અકાદમી દ્રારા પ્રકાશિત કરવામાં આવી તેમના તે સહિત 10 ભાષામાં તેનું રૂપાંતર કરવામાં આવ્યું છે. માનવીની ભવાઇ ને અનુરૂપ પન્નાલાલ પટેલની બીજી નવલકથા ભાંગ્યાના ભેરુ છે. માનવીની ભવાઈને ઉશનસે ખેતી અને પ્રીતિનું મહાકાવ્ય ગણાવ્યું છે. માનવીની ભવાઇ 1994 માં ફિલ્મ બની હતી જેમાં રાજુનું પાત્ર સ્નેહલતા અને કાળુંનું પાત્ર ઉપેન્દ્ર ત્રિવેદી એ અભિનય કર્યું હતું.
- ➽ વળામણા કૃતિથી આકર્ષાય ઝવેચંદ મેઘાણીએ તેમને ફૂલછાબમાં ગ્રામ્યજીવનની એક નવલકથા લખવા આમંત્રણ આપ્યું ને એ થી લોકપ્રિય વનેલી પ્રણય કથા મળેલા જીવ ની રચના થઈ જેના મુખ્ય પાત્રો કાનજી અને જીવી છે જે બે અલગ જ્ઞાતિ ના પાત્રોના પ્રણય કથા છે
- ➽ પન્નાલાલ પટેલ સૌથી વધુ જાનપદી નવલકથા આપનાર લેખક છે
0 Comments
Post a Comment