બરકત વિરાણી બેફામ
BARKAT VIRANI- BEFAM



🌹બરકત વિરાણી બેફામ🌹




જન્મ : 25-11-1923 (ઘાંઘળી, શિહોર)

અવસાન : 02-01-1994 (મુંબઈ)

વતન : ભાવનગર જિલ્લાનું ઘાંઘળી ગામ

મૂળનામ : બરકતઅલી ગુલામહુસેન વિરાણી

ઉપનામ : બેફામ

          પત્નિ : રુકૈયા

          સસરા : શયદા

કૃતિઓ :

         

ગઝલસંગ્રહ :

  •                    માનસર-1960
  •                 ઘટા-1970
  •                    પ્યાસ
  •                    પરબ

         

ટુંકી વાર્તાઓ :

  •                    આગ અને અજવાળા
  •                    જીવતા સૂર

         

નવલકથાઓ :

  •                    રસ સુગંધ ભાગ -1
  •                    રસ સુગંધ ભાગ-2

પંક્તિઓ :

  •           રડ્યા બેફામ સૌ મારા મરણ પર એ જ કારણથી, હતો મારો જ અવસર ને મારી જ હાજરી ન હતી
  •           બેફામ તો યે કેતલું થાકી જવું પડયું? નહીં તો જીવનનો માર્ગ છે, ઘરથી કબર સુધી
  • ➽          આ બધા બેફામ જે આજે રાડે છે મોત પર, એ બધાંએ જિંદગી આખી રડાવ્યો છે મને
  • ➽          ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી, જે સારા હોય છે તેની દશા સારી નથી હોતી
  • ➽          તબીબો પાસેથી હું નીકળ્યો દિલની દવા લઇને જગત સામે જ ઊભેલું હતો દર્દો નવા લઈને
  •           વિશ્વમાં બેફામ ભુલાઇ જવા તૈયાર છે, એ કહે જો આટલું કે યાદ બરકત છે મને
  •           કોણ જાણે મુજ હ્રદયના ભાવને? કોણ જાણે તુજ વિના? બતલાવને
  •           વિરાણી વાંકડા બહાર પહોળા ને ઘરમાં સાંકડા
  •           ગલત ફહેમી ન કરજે, ઐશ માટે મયકશી નહોતી
  •           સપના રૂપેય આપ ન આવો નજર સુધી
  • ➽          ઓ હ્રદય, તેં પણ ભલા કેવો ફસાવ્યો છે મને ?
  •           બસ એટલું કે એના ઉપર મારો હક નથી, એથી વિશેષ પ્રેમમાં કોઇ ફરક નથી
  •           કંઇક એ રીતે ગઝલની બાંધણી કરશું અમે
  •           જીવનને સ્વપ્ન માનું છું, મગર ત્યાગી નથી શકતો
  •           એકલાં જ આવ્યા મનવા, એકલાં જવાના
  •           અમે તારા પ્રણયનાં ફુલ ખરવા પણ નથી દેતાં
  •           દુનિયામાં પુણ્યકર્મનો અવળો હિસાબ છે
  • ➽          મહોબ્બતમાં હવે મારો પરિચય આ પ્રમાણે છે
  •           વિતેલ પ્રસંગ એ રીતે જીવનની કથાના ભટકે છે
  • ➽          દુઃખ ને સુખ અંતમાં – તાસીરમાં સરખાં નીકળ્યા
  • ➽          હું ડૂબી જઈશ તો પહોંચાડશે એ લાશને કાંઠે
  •           મંઝિલ બનીને આવ ન રહેબર બનીને આવ
  •           નયનને બંધ રાખીને મે જ્યારે તમને જોયા છે
  •           આજે પેશ છે બેફામસાહેબના ચંદ ચુનંદા શેર
  • ➽          સમજો નહીં કે જુલમ સહું છું ને  રોઉં છું
  •           એકેક વ્હેંત ઊંચાં બધાં ચાલતાં હતાં
  •           મને ઓ કલ્પનાનાં ઉડ્ડ્યનની દાદ તો આપો
  •           અહીં જે તેજ દીવામાં રહે છે
  •           ચાહતમાં એકબીજાની ફિકર હોવી જોઇએ, આ વાતની તને ય ખબર હોવી જોઇએ
  •           ઘરનાં તો જો કે વાસી દીધેલાં કમાડ છે
  •           મિલનનાં દીપક સૌ બુઝાઈ ગયાં છે
  •           મારા તે ચિત્તનો ચોર રે મારો સાંવરીયો
  •           એક રાજા હતો એક રાણી હતી
  •           થાય સરખામણી તો ઊતરતા છીએ
  •           મારા જખામ ને દર્દમાં કુદરતનો ભાગ છે
  •           હતા જે પ્રણયની મજાના પ્રસંગો, હવે થઇ ગયા છે પીડાના પ્રસંગો
  •           સ્વજન કહેવાય છે કોને, તમે આવો તો હું જાણું
  •           સારા વિચાર સાથ અનુભવ બુરા હશે
  •           સર્વ વસ્તુ વસંત કેરી હવા ના લાગે
  •           સફળતા જિંદગીની, હસ્તરેખામાં નથી હોતી
  •           સતત ચાલ્યા કરી છે ઘડી, જીવનના રસ્તા પર
  •           સંકુચિત માન્યો મને એને એ સમજાયું નહીં
  •           શુષ્ક જીવનની ઉપર અશ્રુ અમારાં નીકળ્યાં
  •           શું હવે ફરિયાદ કરવી કે, દવા દેતાં નથી
  •           સતત ઝંખ્યા કરે છે રાતદિન મારું હ્રદય તમને
  •           નજરનાં જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે
  •           ખોટ તારે ત્યાં ખુદા શી છે? મને આબાદ કર
  •           કોઇને દિવસેય દેખાતો રહે છે અને અંધકાર
  •           કંઇ તારલાથી અવળું પતન હોવું જોઇએ
  •           હું જીવનને કહાનીનું દઇને નામ આવ્યો છું
  •           જીવનના હાલમાં કુદરત સમો ક્રમ પણ જરૂરી છે
  •           થયું આ દર્દ દુનિયાના બગીચામાં વિહરવાથી
  •           ખુદ્દાર માનવીને બીજું શું ભલા મળે
  •           કંઇ ઇંતેઝાર થાય હવે શ્ક્યતા નથી
  •           જીવનના આ જુગારમાં રાતો રહી ગઇ
  •           મારું સ્મિત બની લહેરાઇ જાવાનું મને ગમશે
  •           વ્યર્થ દુનિયામાં પ્રણયને આંધળો કેહેવાય છે
  •           આશાનું, ઈંરઝારનું, સપનાનું શું થશે?
  •           જુઓ જાહેરમાં તો ખાય છે એ સૌ દયા મારી
  •           જરાક જોજો કોઈ ઘાવ ના કરી બેસે
  •           નૈને નૈન મળે જયાં છાના, થાયે બંને દિલ દિવાના
  •           જ્યારે તું આવ મિલનકાજ, સરિતા થજે
  •           નથી નિસ્બત મને આ ધરતીથી, નભથી, સમંદરથી
  •           ભાગ્ય માટે કોઈ ના રાખો સિતારા પર મદાર
  •           ચમનમાં ફુલ ના ખીલે અને વેરાન રણ આપે
  •           મારી સંઘળી અલ્પતાનું તું જ કારણ છે, ખુદા!
  •           મારી ખુદ્દાર તમન્નાને નડે છે દુનિયા
  •           છુ તારા માર્ગ પર ને તોય વાગે છે મને કાંટા
  •           તુરબત મળી જવાબમાં માગ્યું હતું અમે
  •           કબરની ઊંઘમાં બેફામ જો નહિ સ્વર્ગના સપના
  •           જનમ પરથી જ માનવના જીવનનું માપ થાયે છે
  •           બધાના હાથમાં લિટી જ દોર્યા છે વિધાતાએ
  •           નિરખશો માર્ગ પર ત્યારે નકામાં લાગશે પથ્થર
  •           પ્રકૃતિનો જે નિયમ છે તે અવિચળ રહેશે
  •           નમક છાંટયું હશે શાયદ કોઇએ દિલના જખ્મો પર
  •           જખમ પર ફુંક મારે છે કોઈ તો થાય છે પિડા
  •           મને જ્યાં સુખ મળ્યું ત્યાં સાથ એનો દઈ ગ્યાં મિત્રો
  •           મને કબુલ છે મિત્રો, તમે નિખલસ છો
  •           કરો ન વાત કે હું આવો છું ને એવો છું
  •           મોતની ય બાદ તારી ઝંખના કરતો રહ્યો
  •           નથી મેળવાતી ખુશી સંપત્તિથી
  •           કવિ છું હું બધાને કાજ મારે જીવવાનું છે
  •           જે આંસુ ખોઉં છું એનો મને અવેજ મળે
  •           કલાપુર્વક ઉખેડી રંગ ખરતી હોય છે રેતી
  •           હજી પણ એમને ખાના ખરાબી ની ખબર ક્યા છે
  •           લાખ વર્ષો બાદ લાગી બદદૂઆ ડૂબનારની
  •           કોઇ કંગાલ બેઘર માનવી ફૂટપાથનો વાસી
  •           મને કંઇ એ રીતે નિદ્રામાં જીવન સ્થિર લાગે છે
  •           સમયની જેમ એને પણ તમે પકડી નથી શકતા        

અન્ય માહિતી :

  •           પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ભાવનગર માં લીધું હતું
  •           કિસ્મત કુરેશીની પ્રેરણા થી બેઝારઅને બેફામબે ઉપનામ તેમણે સૂચવ્યા અને અંતે “બેફામ” ઉપનામ રહ્યુ
  •           1942 માં મેટ્રિકમાં હતા ત્યારે ચળવળ માં ભાગ લીધો અને શિક્ષણ છોડી દીધું
  •           ૧૯૪૫માં શયદાના કહેવાથી મુંબઈ આવ્યા હતા
  •           1952માં શયદાની મોટી દિકરી રૂકૈયા (મુકદ્દરા) સાથે લગ્ન કર્યા
  •           આકાશવાણી મુંબઈ એડિટર તરીકેની કામગીરી બાદ નિવૃત થયા