જોરાવરસિંહ જાદવ
JORAVARSINH JADAV





 

🌹જોરાવરસિંહ જાદવ🌹




જન્મ : 10-02-1940 (ધંધુકા તાલુકાના આકરુ ગામ)

વતન : ધંધુકા તાલુકાના આકરુ ગામના

મૂળનામ : જોરાવરસિંહ દાનુભા જાદવ

          પિતા : દાનુભાઇ હલુંભાઇ

          માતા : પામબા

          પત્નિ : સજ્જનબા, હેમકુંવરબા

          સંતાન : ચિત્રાદેવી, રાજશ્રીબા, સુપ્રિયાદેવી, રાજકુમારીબા, નરેન્‍દ્રસિંહ

કૃતિઓ :

         

વાર્તાઓ :

  •                    મરદ કસુંબલ રંગ ચડે-1968
  • ➽                    લોકસાહિત્યની ચતુરાઈ કથાઓ -1974
  • ➽                    રાજપુત કથાઓ-1979
  • ➽                    મરદાઈ માથા સાટે-1970
  •                     સાડા ત્રણ દિની પનોતી-1973
  •                     ડોશીનો દિકરો બાયડી લાવ્યો-1973
  •                     મોટું કોણ? -1974
  •                     કનક ચાવડો-1977
  •                     રાણી અનારદે-1977
  •                     ઢાંકી માલણ-1977
  •                     ભાલપ્રદેશની લોકકથાઓ-1979
  •                     સિંધુ રાગ સોહામણા-1980
  •                     મારી પ્રિય લોકકથાઓ-1983
  •                     કસુંબલ લોકકથા માળા 1 થી 5 -1997
  •                     જોરાવસિંહ જાદવની શ્રેષ્ઠ લોકકથાઓ-2004
  •                     ભાલપ્રેદેશની લોકકથાઓ-1989
  •                     તારો બાપ કાબરાના કાંધાવાળો-1990

         

સંદર્ભસાહિત્ય :

  •                     આપણા કસબીઓ-1972
  •                     લોકજીવનના મોતી -1975
  •                     ગુજરાતની લોકસંસ્કૃતિ-1976
  •                     પ્રાચીન ભારતનાં શસ્ત્રાસ્ત્રો-1981
  •                     લોકસંસ્કૃતિમાં પશુઓ-1979
  •                     પ્રાચીન ભારતમાં પશુપાલન-1980
  •                     પ્રાચીન ભારતમાં પશુયુદ્ધો-1980
  •                     લોકજીવનમાં પૂજનીય : ગાય-1980
  •                     કૃષિ સંસ્કૃતિનો છડીદાર : બળદ-1980
  •                     રણનો બેતાજ બાદશાહ : ઊંટ-1980
  •                     માનવીનો વિશ્વાસુ સાથીદાર : કૂતરો-1980
  •                     પ્રચીન ભારતની લોકરમતો-૧૯૮૩
  •                     મનોરંજન કરાવનારી લોકજાતિઓ-1991
  •                     ગુજરાતનો લોકલા વૈભવ-1992
  •                     દિવ્ય મંદિર મારા દેવના રે-1992
  •                     ગુજરાતનું સંસ્કૃતિ દર્શન-2001
  •                  કૃષિ સંસ્કાર અને સંસ્કૃતિ-2001
  •                     લોકકલાના વૈતાલિકો-2003
  •                     લોકજીવન : કલા અને કસબ-૨૦૦૪
  •                     લોકજીવનની કહેવતકથાઓ ભાગ-1,2 -2006,2008
  •                     પ્રચીન ભારતીય વિદ્યા અને કલા-2006
  •                     ગજરાતની લોકકલા લોકસંસ્કૃતિ-1992
  •                     ગુજરાતના લોકવાદ્યો-1997
  •                     ગુજરાતના લોકમેળા-1991
  •                     આપણા લોકકલાકારો-1991

         

બાળવાર્તાઓ :

  •                     ભાતીગળ લોકકથાઓ-1973
  •                     મનોરંજક કથામાળા-1977

         

હાસ્યકથાઓ :

  •                     નવા નાકે દિવાળી-1981

         

પરિચય :

  •                     ખોડીદાસ પરમાર : ચિત્રકાર-1991
  •                     પ્રણલાલ પટેલ : તસવીરકાર-1991  

         

સંપાદન :

  •                     સજે ધરતી શણગાર-1972
  •                     લોકસાહિત્યની નાગકથાઓ-1984

સન્માન :

  •            મેઘાણી સુવર્ણચંદ્રક-1975 (લોકજીવનના મોતી માટે)
  •            ગુજરાત સાહિત્ય અકાદમી પારિતોષિક
  •            ગુજરાત સરકારનું પારિતોષિક
  •            એન. સી. ઈ. આર. ટી. નું પ્રથમ પારિતોષિક
  •            ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર-2012
  •            પદ્મશ્રી-2019
  •            ત્રિવેણી ઍવોર્ડ-1984
  •            મેઘાણી રજતચંદ્રક-1985
  •            સંસ્કાર ઍવોર્ડ-1986
  •            લોકનૃત્ય ઍવોર્ડ-1988
  •            મધુરજ્યોતિ લોકકલા ઍવોર્ડ-1990
  •            અભિનવ આર્ટ એકેડમી ઍવોર્ડ-1995
  •            દુલેરાય કારાણી ઍવોર્ડ-૧૯૯૭
  •            ઉજાસ ઍવોર્ડ -1998
  •            લોકકલા ઍવોર્ડ -2000
  •            લોકકલા  ગૌરવ ઍવોર્ડ-2002
  •            સરદાર ગૌરવ સમાજસેવા ઍવોર્ડ -2003
  •            ગુજરાત લોકસેવા ઍવોર્ડ -2004
  •            નાનભા ગઢવી સાહિત્ય ઍવોર્ડ-2004
  •            ગૌરવ પુરસ્કાર -2004
  •            પૂર્વાઈ પ્રેમશાંતિ ઇંટરનેશનલ એવોર્ડ-2005
  •            મેઘાણી વંદના સારસ્વત ઍવોર્ડ-2005
  •            ગુર્જર રત્ન ઍવોર્ડ-2007
  •            કલાપંથ લોકકલા ઍવોર્ડ-2007
  •            પ્રાઈડ ઓફ ગુજરાત ઍવોર્ડ-2007
  •            ઝવેરચંદ મેઘાણી ઍવોર્ડ-2008
  •            મહારાષ્ટ્ર ગૌરવ પુરસ્કાર-2009
  •            એકિટવ કલાવૃંદ ઍવોર્ડ

 

                            

અન્ય માહિતી :

  •            તેમનો ઉછેર તેમની સાવકી માતા ગંગાબાએ કર્યો હતો
  •            તેમને 1 થી 4 ધોરણ નું પ્રાથમિક શિક્ષણ આકરુમાં લીધા પછી ધોરણ 5 થી 9 સુધીનું શિક્ષણ ધોળકામાં શેઠ હસનઅલી હાઇસ્કૂલમાં પ્રાપ્ત કર્યુ ત્યાર પછી ઉચ્ચશિક્ષણ ગુજરાત વિદ્યાપીઠમાંથી મેળવ્યું હતું 1961માં અમદાવાદ ની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ગુજરાતી અને ઇતિહાસ વિષય સાથે સ્નાતક(બી.એ.) થયા. ત્યારપછી ભો.જે. વિદ્યાભવનમાંથી પ્રાચીન ભારતીય સંસ્કૃતિ વિષય સાથે અઅનુસ્નાતક(એમ.એ) થયા.એમને એમ.એ. ની સાથે સાથે સર એલ. એ. શાહ કોલેજમાંથી ફર્સ્ટ એલ.એલ.બી. કર્યુ
  •            1964માં તેઓ ગુજરાત રાજ્ય સરકારી સંધમાં પ્રકાશક તરીકે જોડાયા
  •            એમના લગ્ન 1936માં દાંતા તાલુકાના ભવાનગઢ ગામના વહનસિંહ ચાવડાની પુત્રી સજ્જનબા સાથે થયા હતા. તેમને બે સંતાન થયા હતા જેમાં મોટા ચિત્રાદેવી અને નાના રાજશ્રીબા, પરંતુ અકસ્માતમાં સજ્જનબાનું અવસાન થતાં તેમણે 6-3-1969માં આકરુ ગામના પેથાભાઇ સોલંકીના દિકરી  હેમકુંવરબા સાથે બીજા લગ્ન કર્યા અને તેમને ત્રણ સંતાન થયા જેમાં સૌથી મોટા સુપ્રિયાદેવી પછી રાજકુમારીબા અને સૌથી નાના નરેન્‍દ્રસિંહ.
  •            1963માં અનુસ્નાતક થયા પછી તેઓ પંચશીલ હાઈસ્કૂલ સરસપુરમાં ગુજરાતી વિષયના શિક્ષક થયા હતા
  •            1958થી તેમણે લખેલા લોકસાહિત્ય અને સંસ્કુતિ પરના સંશોધનાત્મક લેખો પણ છાપવા લાગ્યા. તેમના લેખો બુદ્ધિપ્રકાશ’, નુતન ગુજરાત, રંગતરંગ, અખંડ આનંદ, અને ગુજરાત સમાચાર માં પ્રગટ થતા હતા આથી તેમને લોકસાહિત્યના સંશોધક અને પ્રચારક તરીકેની નામના પ્રાપ્ત થઈ છે
  •            તેમને 1964થી સહકાર સાપ્તાહિક અને ગ્રામસ્વરાજ તથા જિનમંગલ માસિકના સંપાદનની જવાબદારી સંભાળી હતી. તેમણે કલાને લોકો સામે રજુ કરવા સામયિકોની સાથે રેડિયો અને ટેલિવિઝનમાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન અને સંચાલન કર્યુ હતું
  •            તેમને 1978માં ગુજરાત લોકકલા ફાઉન્ડેશનનામની સંસ્થાની સ્થાપના કરી જેના દ્વારા ગુજરાત અને રાજસ્થાનની અભણ, શોષિત અને વિચારતી જાતીના લોકકલાકારોને લોકો સમક્ષ આવવાની અને પોતાની અભિવ્યક્તિ કરવાની તક મળી હતી
  •            સહકારી સંસ્થામાંથી અધિકારી તરીકે નિવૃત થઈ અમદાવાદ માં રહે છે