સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ – કલાપી

KALAPI - SURSINHJI TAKHTASINHJI GOHIL



🌹સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ – કલાપી🌹



જન્મ : 26-01-1874(પ્રજાસત્તાક દિવસ) (અમરેલી જિલ્લાના લાઠીના રાજવી પરિવારમાં)

અવસાન : 09-06-1900

મૂળનામ : સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ

ઉપનામ

  •             કલાપી
  • ➽           શુરતાની વાડીનો મીઠો મોરલો (કવિ કાંતે કહ્યું)
  •            પ્રણય અને અશ્રુના કવિ (ક.માં. મુનશી એ કહ્યું)
  •            અશ્રુભીના કવિ
  •            રંગદર્શી કવિ
  •            યુવાનોના કવિ (સુંદરમ્ એ કહ્યું)
  •            ન્યારા રાહના ફકીર       
  •            ગુજરાતનાં વર્ડઝવર્થ
  •            ગુજરાતનાં ઓમાર ખય્યમ

       

          પિતા : તખ્તસિંહજી

          માતા : રામબા

          પત્ની :

  •                 રમાબા (રાજબા)- રૂહા, કચ્છનાં કુંવારી(એમનાથી 8 વર્ષ મોટા) (1-12-1889-15 વર્ષની વયે)
  •                 આનંદીબા (કેસરબા) – કોટડા, સૌરાષ્ટ્રનાં કુંવારી(તેમનાથી 2 વર્ષ મોટા) (1889-15 વર્ષની વયે)
  •                 શોભના – રમાબા સાથે પિયરથી 7-8 વર્ષની ઉમરે આવેલા મોંઘી(ખવાસ જાતિ) નામના દાસી (1898)


કૃતિ :

        

  કાવ્ય સંગ્રહ :

  •                    કલાપીનો કેકારવ-1892 થી 1900(250 જેટલી રચના)
  •                    કલાપીનો કાવ્યલાપ
  •                    હમીરજી ગોહેલ (દીર્ધકાવ્ય)

         

ખંડકાવ્યો :

  •                    ગ્રામ્યમાતા
  •                    બિલ્વંમંગલ (સૌથી ઉતમ ખંડકાવ્ય)
  •                    ભરત
  •                    હ્રદયત્રિપુટી-(1923 માં ગુજરાતી ફિલ્મ મનોરમા બન્યું)
  •                    મહાત્મા મૂલદાસ

         

 

         

પ્રવાસગ્રંથ :

  •                    કાશ્મીરનો પ્રવાસ

         

નિબંધ :

  •                    સ્વીડનબર્ગનો ધર્મ વિચાર

         

અન્ય કૃતિઓ :

  •                    કલાપીની પત્રધારા
  •                    માળા અને મુદ્રિકા
  •                    સારશાકુંતલ
  •                    ચુંબન વિપ્લવ
  •                    કૌમુદી
  •                    એક આત્માના ઈતિહાસનું એક સ્વરૂપ (અધૂરી રહી ગયેલ)
  •                    કલાપીના 144 પત્રો

         

કાવ્ય :

  •                    એક આગિયાને

         

ગઝલ :

  •                    આપનીયાદ
  •                    ફકીરી હાલ
  •                    મસ્ત ઈશ્ક
  •                    હમારા રાહ
  •                    ફરિયાદ શાની છે?
  •                    ઈશ્કબિમારી
  •                    હમારી ગુનેહગારી
  • ➽                   ક્રૂર માશૂક
  •                    શરાબનો ઇનકાર
  •                    સાકીને ઠપકો
  •                    ખુદાની મજા


પંક્તિ :

  •           જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદ ભરી ત્યાં આપની
  •           તે પંખી ઉપર પથરો ફેકતા ફેકી દીધો
  •           રાગ અને ત્યાગ વચ્ચે ઝૂલતું હૈયું
  •           જે પોષતુ એ મારતું એવો દીસે ક્રમ કુદરતી
  •           પાસા ફેંકે જનો સર્વ દા દેવો હરિ હાથ છે
  •           ચળકાટ તારો એજ પણ તું જ ખૂનની તલવાર
  •           કિસ્મત કરાવે ભૂલ, તે ભૂલો કરી નાખું બધી
  •           દેખી બુરાય ના ડરું હું શી ફિકર છે પાપની?  
  •           હમે જોગી બધા વરવા સ્મશાનો ઢુંઢનારાઓ !
  •           રસહીન ધરા થઈ, દયાહીન થયો નૃપ
  •           દર્દીના દર્દની પીડા વિધિને ડિસે ખરી         
  •           કમળ ભોળું, કુમુદ ભોળું, ભમર ભોળો, દિવાના છે
  •           અરે ! તો દર્દ કા દે છે, ને દે ઔષધ કા પછી
  •           ફૂલ વીણ સખે! ફૂલ વીણ સખે! હજુ તો ફૂટતું જ પ્રભાત, સખે!
  •           જખમથી જે ડરી રહેતા, વગર જખમે જખમ સ્હેતા
  •           એજ હું છું નૃપ મને કર માફ બાઈ !
  •           હા પસ્તાવો – વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે
  •           તને ન ચાહું ન બન્યું કદીએ, એને ન ચાહું ન બને કદી એ,
  •           પ્રેમને કારણો સાથે સંબંધ કાંઈયે નથી
  •           વહાલી બાબા! સહન કરવું એ ય છે એક લહાણું!
  •           હતી જ્યાં વસ્લની ખ્વાહિશ, મળ્યું ત્યાં ઝેર નું પ્યાલું !
  •           કટાયેલું અને બુઠું ઘસીને તીક્ષ્ણ તે કીધું
  •           ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં
  •           ઘણું તાવ્યું-ઘણું ટપક્યું- બિચારું મીણનું હૈડું
  •           તે હૈયાની ઉપર નબળા હસ્તથી ઘા કર્યોતો
  •         અરે ઉલ્ફત! અયે બેગમ! લીધી દિલબર હતું લાઝીમ ?
  •           અરે રે! પુષ્પ! આ ભમરો મરે છે હો: મરે છે હો!
  •           રે ભોળી! જળઝૂલતી કમલિની! કાં ભૂલ? વ્હાલી સખી
  •           દિલ અશ્રુ થકી પલળ્યું, છલકયું:
  •           સંધાડી પ્રેમદોરી મેં, મચાવી મિષ્ટી ગોષ્ઠી મેં,
  •           ના પાડ હે મન અરે! કદિ પ્રેમબિંદુ:
  •           હકીમ કે તબીબની તલબ નથી મને!
  •           ફાટે કે ન ફાટે તું, ચીરા કે ન ચીરા તું,
  •           લતા સુભ્રની ચડતી વિલાસે: પયોધરો ગાઢ હલે હુલાસે
  •           ક્યાંઈ છે ખુબ ધીટ વનનાં ઝાઝાં ફૂલોથી ભર્યાં
  •           વાદળે જળે ભરેલે આવી વીંધ્યા ડુંગરોને
  •           ધન તન દેતાં નવ ડરવું, ભાઇ, મનને વિચારીને ધરવું
  •           હ્રદય દગલબાજી જાણશે ના કદી આ
  •           ઘણું તાવ્યું - ઘણું ટપક્યું - બિચારું મીણનું હૈડું
  • ➽          લગાડી મોહની પ્યારા! કઠિન હૈયું કર્યું શાને?
  •           ભૃં ભૃં ભૃં ગુંજ પ્રેમી ષટપદ કમલે અર્ધખીલ્યું રહ્યું એ
  •           અયે કાતીલ! સીને તું સૂતું રહેજે; પડ્યું રહે તું
  •           અશ્રુ હવે નયનનાં નયને જજો હો
  •           ફેંકી દીધો મિથ્યા પરન્તુ સત્ય પ્રેમ મીઠો મીઠો
  •           પ્રેમ પ્રેમ હોય જો, પ્રેમ આપણો જો હોય
  •           કટાક્ષમાં ફીક્કાશ કે અવકૃપા શબ્દમાં
  •           હર્ષશોકના રંગીન પાટા ચિત્રવિચિત્ર પડ્યા ઝિંદગીમાં
  •           મુકે નિઃશ્વાસો તે હૃદય દુખડાંનાં નહિ નહીં
  •           આયુ સ્વલ્પ મનુષ્યને દઈ કર્યાં પ્રેમી ઈશે કાં ભલા
  •           લાડલી હું શ્વેતવરણી ઝૂલતી રહું જલ પરે
  •           પૃથ્વી! સમુદ્ર! પવન! પ્રિય ભ્રાતૃભાવ
  •           મહા સુખી સુખી પરમ સુખિયું તું તરુ, અરે
  •           હું છું ઉભો ગિરિ તણા શિખરે ચડીને
  •           મેં બાપડું રમકડું કુમળું ઉછેર્યું
  •           અહો! મીઠા આત્મા! રસિક કુમળું મ્હોં તુજ હસે
  •           સુખે ચાલ્યો જતો દિવસ સુખમાં ના ગત થશે
  •           નિગૂઢાર્થો આવા તુજ નયનને કોણ શિખવે
  •           ચિન્તાક્રાન્ત મુખે ખરે ટપકતાં અશ્રુ ઉન્હાં મોતી શાં
  •           કટાયેલું અને બૂઠું ઘસીને તીક્ષ્ણ તેં કીધું
  •           પહોંચે ના કર્ણે કલકલ ધ્વનિ આ જગતના
  •           આ જો, ઘોર તિમિર શો જીવિત બ્હોળો પડ્યો પંથ છે
  •           દેશેદેશો નવીન નિરખી ઘૂમતો'તો પ્રિયે! હું
  •           અહો ઘોળી પીધું મધુર વિષપ્યાલું, પ્રિય સખા
  •           મીઠા દીર્ઘ ધ્વનિ વતી વન બધું હર્ષે ભરે કોકિલા
  •           હતું મીઠું જેવું વિરસ પણ તેવું બની રહ્યું
  •           કફન વિણ લાશ વેરાને, દીવાનાની પડી, દિલબર
  •           બહેતર બોલવું; પ્યારી! 'નથી ને ના હતી યારી
  •           ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમન્તનો પૂર્વમાં
  •           છુપી ઊંઘે ઘનપડ મહીં તારલા વ્યોમ‌અંકે
  •           પ્રભુ પાસ, પ્યારા, તુજ રહે! પ્રભુ પાસ, પ્યારા, તુજ રહે
  • ➽          ખળખળ વહે વ્હેળું ગાતું ધ્વનિ મધુરા જહીં
  •           ભલે રોતાં લોકો, હૃદય મમ તો આજ હસશે
  •           બેકદરની બેકદર હું કૈં કદર ન કરી શક્યો
  •           દરગુઝર કર એ ખતા તો દરગુઝર કરવી ઘટે!
  •           અહો! કેવું મીઠું મમ જીવિતવ્હેળું વહી જતું
  •           તુજ પ્રેમ તણી થઈ ઓટ, સખે!
  •           દુઃખ તુંથી ન થાય મને કદિ એ?
  •           'રમતી'તી અહો! વિશ્વબાગમાં!
  •           નવું આજે કાંઈ તુજ મુખ પરે ને હ્રદયમાં
  •           અરે! તું વૈદ્ય કાં તેડે? ગળે કાં ઔષધિ રેડે?
  •           અહો કૈં ખેંચાણો તુજ ઉદરમાં આથડી રહ્યાં,
  •           ભલે ફૂંકો ફૂંકો પવન તમ જ્વાલા સળગતી!
  •           તારી દીસે ચપળ નેત્રની જ્યોતિ બાપુ
  •           ઘૂઘૂઘૂઘૂ ગિરિ ઉપરથી ઘૂઘવી આવતી'તી,
  •           પડી'તી ડાંગ લાંબી ત્યાં ડોસાના પગ આગળે
  •           ગુનેહગારે કદમ તારે ઝુકાવ્યું શિર છે દિલબર
  •           અહો! ન્હાની પાંખે મધુપ તુજ આવે લપટવા
  •           મને વ્હાલી લાગી, પ્રથમ મળતાં હું તુજ થયો
  •           વ્હાલી બાબાં! સહન કરવું એ ય છે એક લ્હાણું
  •           તુજ છિદ્રિત દેહ થતી કુમળી
  •           મુનાસિબ બસ હવે કરવું, નઝર હદ આ અહીં આવે
  •           અતિ મોડું મોડું વદન તુજ 'ચાહું' કહી શક્યું
  •           બાપુ! તું તો ક્યમ ભટકવા દૂર ચાલ્યો? અરેરે!
  •           "ના ચાહે એ" કહીશ નહિ તું! વ્યર્થ ક્‌હેવું નકી એ!
  •           તારાનાં ઝુમખાં વતી રજનીનો અન્ધાર દેખાય છે
  •           જોડી જોડી, ત્રિપુટી કહીં ને મંડળી ચારની કૈં
  •           ન્હાનાં ન્હાનાં વન વન તણાં ઊડતાં પંખિડાં કૈં
  •           દેવિ! મ્હારા હૃદયરસની લ્હેરીઓથી ગળીને
  •           હૈયે કેવું દુઃખ સુખ ભર્યું ફૂંકવા આવતો તું!
  •           આ શું! વ્હાલી! તુજ મુખ બધું આંસુંથી ભીંજવે કાં?
  •           તે પંખીની ઉપર પથરો ફેકતાં ફેકી દીધો,
  •           ફેંકી દેને તુજ કરથી આ પથ્થરો, ગોફણી આ
  •           રે પંખીડાં ! સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો
  •           તે હૈયાની ઉપર નબળા હસ્તથી ઘા કર્યો'તો!
  •           લાલાં! જોયું તુજ મુખ બહુ આજ વ્હાલી છબીમાં
  •           વિના કૈં પાપ પસ્તાવું નસીબે આ લખાયું છે
  •           હું જાઉં છું, હું જાઉં છું, ત્યાં આવશો કોઈ નહીં
  •           તુંને ન ચાહું, ન બન્યું કદી એ
  •           બાળી પહાડો સહુ ખાક કીધા
  •           ભરત ઉમ્મરે, પ્હોંચી, છોડી વૈભવ રાજ્યને
  •           અહોહો! તે કલી કાચી કાલ ના ઉઘડી હતી
  •           આ બ્રહ્માંડ અનન્ત મ્હેલ પ્રભુનો કૈં કાલથી છે ઉભો
  •           આ આતશે તાપે તપેલો હું બળેલો બાવરો
  •           લાલાંની એ છબી સમયથી છેક ભૂંસાઈ જાતાં
  •           આકાશે છવરાઇ છે રજ અને વાયુ વહે આંચકે
  •           તુજ પાંખ ચળકે પર્ણનાં ઝુંડો મહીં ચક્રો રચી
  •           વીંધાયું તું, જખમ તીરનો છેક ઉંડો ગયો આ
  •           જુદી જુદી શ્રેણી ઉપર જનનાં સંચિત વહે
  •           દે તું પ્રેમ વધુ મને, પ્રિય સખિ ! ધિક્કાર દે યા વધુ
  •           મમ દંશ નહીં બનશે હલકો
  •           અહો! સાચી પ્રીતિમધુર સ્વરના મેળ સરખી
  •           સ્મર સ્મર, ઉર ભોળા! ચન્દ્ર ઉગ્યો હતો તે
  •           કર તું કંઈએ ! કર તું કંઈએ !
  •           પડ્યા જખમ સૌ સહ્યા, સહીશ હું હજુએ બહુ
  •           ફુલ વીણ, સખે! ફુલ વીણ, સખે!
  •           વિસરી સઘળો મુજ પ્રેમ ભલે
  •           વેલી બાઝી તરુ સા અને વૃક્ષ એ વેલડીને
  •           ઘડી છોડી દેને ઘડમથલ ત્હારા જગતની
  •           સુખમય શમણું છો કોઈ આયુષ્ય માને
  •           દરદ પર કરે છે ઔષધી કાંઈ કાર
  •           ઝુલ્મ છે કે બેવકૂફી બેહયાઈ ત્હારી આ?
  •           અહાહા! ઈશ્કજુગારે ચડ્યો'તો દાવ શો ત્યારે?
  •           અરેરે! ઊડતું ખંજર દિલે ઝૂંટી હુલાવ્યું મ્હેં!
  •           અરે ના ના! અરે ના ના! કાંઈ એ વદવું નથી!
  •           મુજને પણ ચાહતી કો દી ! પ્રિયે !
  •           હતી ન્હાની વાડી તુજ મુજ કને કૈં વિહરવા
  •           ધીમે ધીમે કુંપળ કુંપળે પત્ર પત્રે વળીને
  •           નવ ઉડી જજે! ગા તું ગા તું સ્વચ્છન્દ મહીં જરા
  •           કદી ત્‍હારે હશે રોવું, છુપું કાંઈ સુણાવવું
  •           વ્હાલી તણું હૃદય એ ઉદધિ હતું – હા
  •           હતી પરવા, હતી લઝ્ઝત, હતી જાહોજલાલી કૈં
  •           ત્હારી નીલમ કુંજ ઉપર સદા હોજો ઘટા મેઘની
  •           તરુ તે ઝૂલંતાં ગિરિ પર હતો હું નિરખતો
  •           હવે મ્હારાં દર્દો રસમય પ્રવાહી નવ બને
  •           વ્હાલી! વ્હાલી! મુજ હ્રદય આ ડોલતું આજ ભાસે
  •           ઉગતા સૂર્યની સામે આવે છે મૃગ દોડતો
  •           નહિ નહિ નવો કિન્તુ આ તો જુનો મતભેદ છે
  •           સૂતું નીલવરણું ઘાસ
  •           દુઃખો કે આનન્દો, પ્રણય સખીનો કે કઠિનતા
  •           દિન એક ગયો, પછી લાખ ગયા
  •           કળી ક્‌હો કે કાંઈ, હૃદયરસ ક્‌હો કે સુખ કહો
  •           શયનો ફુલનાં કરમાઈ ગયાં
  •           શાન્ત છે, બન્ધ છે આંખો, કાંઈ દર્દ કમી દિસે
  •           સ્વપનું ! સ્વપનું ! તું મીઠું !
  •           કહ્યું'તું બુલબુલે મ્હારે, “બિમારી ઇશ્ક આલમને
  •           આશા પાછળે આશામાં ફર્યો
  •           તારા બહુ ઉપકાર ! રસીલી ! તારા બહુ ઉપકાર !
  •           પ્રિય એ મુખ દૂર ગયું જ! સખે !
  •           અરે ! તે બાગમાં તું પર નઝર મેં ફક્ત કીધી'તી
  •           ક્યમ પ્રેમ ગયો ? ક્યમ પ્રેમ ગયો ?
  •           કહ્યું છે મેં વ્હાલી ! બહુ વખત આ એક જ ત્‍હને
  •           વ્હાલી ! પાણીનું પ્યાલું !
  •           કહીં છે એ જિગર મ્હારૂં ? કહીં છે આંસુની ધારા ?
  •           ત્રેવીસ વર્ષ મહીં સ્વપ્ન અનેક વીત્યાં
  •           અરે મીઠા આત્મા ! મુજથી કર જે હોય કરવું
  •           મુજ જિગર આ ક્યાંથી ક્યાંથી ત્‍હને નજરે પડ્યું ?
  •           નયનો મૃદુ વત્સલનાં રડશે;
  •           ઉઠ ઉઠ ! રસઘેલા ! ગીત ગા કાંઈ તાજાં
  •           જો ઇશ્ક ના શું ખુદા? આલમ કરી ત્હોયે ભલે
  •           ત્હને ચાહું કેવું? ક્યમ કહી શકું તે - પ્રિય! ત્હને?
  •           કંઇક દિવસો સુધી નયન બંધ રાખ્યાં,અરે!
  •           હૈયું આ ત્યાંનું ત્યાં ચોંટ્યું
  •           ભાવિ કાંઈ એ ના મ્હારે
  •           ના ના ભવિષ્ય મુજ કાજ હવે દિસે છે
  •           ઓ વીણા! તું બહુ યુગ થયાં શાન્ત આંહીં દિસે છે
  •           સીતે! આ તુજ ક્રૂર નાથ મૂકશે આજે અરણ્યે ત્હને,
  •           જે વૃત્તિ - ચિનગી સદા પ્રણયમાં દાવા બની મ્હાલતી
  •           જે જે ઉત્સવની મહાન ઘડીઓ દેવો કરે દૈત્યને 
  •           સ્ત્રી - જે સૌ ઉપકારની વિવિધતા, સંસારની રોશની
  •           જરા કૈં જાગ્યું'તું વદન મૃદુ એ આ સ્મૃતિ મહીં
  •           આ ઉરથી ન ગીતો ગવાશે 
  •           ઊંડા દુઃખડાં કોને કે'વાં ?
  •           હૈયું આજ નિસાસા લેશે
  •           જ્યોત્સના ચોપાસ રેલે છે
  •           હાવાં જ્યાં ફાવે ત્યાં જા તું 
  •           વાંભ ભરી ક્યાંની ક્યાં મારી 
  •           ઝરમર અધરે વરસે મોતી
  •           આંખલડી ત્હારી કાં રોતી ?
  •           કાચે તાંતણલે ટાંગ્યું છે
  •           રોવાનું ક્હે તો રોવાશે
  •           ઉભરાઈ જરા નયહો પલળે
  •           રડી શાને વેરે તુજ નયન મોતી અણમૂલાં?
  •           લજ્જાળુ નયનો ઢળતાં કો
  •           પ્રેમી આંખો કુદરત બધી શીદ જોવાઈ જાશે ?
  •           હ્રદયનું આ ભરી પાતાં ત્હને પ્યાલું ડરૂં કાંઈ !
  •           રોનારાંને રોવા દેજો
  •           વીત્યા ભાવો હજુ મ્હારા છે
  •           જે દુઃખ હૈયે પાળી રાખ્યું
  •           રોતું અન્તરનું રોનારૂં
  •           કપાવી માશૂકે ગરદન હમારી કોઈના હાથે 
  •           નિસાસો આવે છે! હૃદય ધડકે છે નવીન કૈં
  •           ડસડસ કાં ત્હારાં દગ જોતાં
  •           જ્યાં ત્યાં કદમ ઇશ્કે ધર્યું, આલમ તહીંથી દૂર છે!
  •            'ત્હને ચાહું છું?' એ કદિ પવ પડ્યા શબ્દ શ્રવણે,
  •           એ મુજ ભવનો સાર રસીલું ! એ મુજ નેત્ર રસાલ !
  •           પ્રિયે ! તે ગ્રીષ્મ તણી હતી લ્હાય !
  •           સુણું તેને સદા ગાતું ! પરોક્ષે દૂર્ કૈં ગાતું !
  •           ફૂલો એ ગાલોની ઉપર પડતી ઝાંય ધરતાં
  •           સુગન્ધી પુષ્પો જે નવીન મકરન્દે મહકતાં
  •           હસી મ્હારા વ્હાલા ! જીવિત કડવું મિષ્ટ કરજો
  •           આ ખાકદિલ અંગારમાં ભારી હવે તું શું કરે ?
  •           દુઃખી દિલદર્દને ગાતાં, જિગરની આહમાં લ્હાતાં
  •           હું તો માનવી 'હું' ! વિશ્વ ના હું ! બ્રહ્મ ના ! જ્ઞાની નહીં !
  •           મળેલાં પત્રોથી મુજ નયન આસું ટપકતાં
  •           જે છે હજુ રુધિર સ્વર્ગથી કાલ આવ્યું
  •           જફાથી ક્યાં સુધી આખર જિગર આ ન્હાસશે દૂરે ?
  •           છુરી કટાઈ ગઈ તે ઉરમાં ધરીને
  •           મુજ ખાતર ત્હેં બહુ, નાથ ! સહ્યું
  •           ભલા પ્હાડી સાધુ ! વિકટ સહુ આ પન્થ ગિરિના
  •           હમે જોગી બધા વરવા, સ્માશાનો ઢુંઢનારાઓ
  •           અહીં દરવિશ બધા બુઝરગ ખુદાના ઇશ્કખાનામાં
  •           ત્યારે હતી અલક સૌ સર તે રમન્તી
  •           ચોગાનમાં આલમ તણા રે ! પ્રેમથી તું શું ડરે ?
  •           ઉર ઠલવવા શોધી કાઢ્યાં સખા, લલના
  •           હારા કૃપાઝરણમાં ગૃહ આ સૂતાં સૌ
  •           જગતમાં બદલો સમજ્યા વિના
  •           અશ્રુની સૈયારી ધારા
  •           ત્રોફ્યું જિગર ! તું છે ખુશી ! હાવાં રજા દેવી ઘટે !
  •           રહેવા દે, રહેવા દે આ સંહાર, યુવાન ! તું
  •           મરેલાંઓ ! સગાંઓને ભૂલી જાજો: હમે જાશું
  •           દિલે કૈં વાત છુપેલી, સખી ! તુંથી કહેવી !
  •           કહીશ દઘળું, એમાં શંકા કશી ન કરી ઘટે
  •           ખુદાનું નૂર પાનારા ! સલામો છે ત્હને, પ્યાલા !
  •           હમારે તો ચમનમાંથી ગુલોના ખાર છે આવ્યા !
  •           લવાતું આવું કૈં : ધરીશ નવ તેનું દુઃખ, પ્રિયે !
  •           વનેથી એ સીતા તુજ તરફ પાછી જ ફરશે
  •           સૂ નિરાંતે ! ગડગડ થવા સિન્ધુને ટેવ જૂની !
  •           આશાની પીડા વીતી છે !
  •           ફૂટી ગયેલ ઘટની ઘટમાળ જેવાં
  •           જેણે ખજાનો જ્યાં કર્યો તેનું જિગર ત્યાં ત્યાં નકી
  •           વ્હાલાંને વ્હાલાંની પીડા !
  •           નયને જલ એ વહતાં રડતો !
  •           જેને વીતી તે તો જાણે
  •           ચીરો પડ્યો હૃદયની મુજ આરસીમાં
  •           વ્હાલાં ! જુદાઈ તો આવે
  •           'ચાહું છું,' બાલે ! તું કહે છે !
  •           જરા પાસે ! જરા પાસે ! પારાધિ હજુ દૂર છે
  •           મે'ની જોતાં વાટ, ઉન્હાળો ઉડી ગયો!
  •           અહો ! ક્યારે પેલો કનકમય ભાનુ નીકળશે?
  •           ખૂની વ્હાલા ! ના ના કહીશ મુજને 'માફ કરજે
  •           ભલાઈને બુરાઈથી, દબાવવાનું લખ્યું જ્યારે
  •           મન સ્થિર કર્યું, ગાને, ધ્યાને પ્રિયાવદને, વને
  •           પ્રભુ શું તે આંહી જગત પર છે કોણ કથવા?
  •           વ્હાલાં ! ઉર ઝાંઝાને પાજો
  •           જે ખપનું ના તે ખોવાનું
  •           પેદા થયો ખતા મહીં: ખતા નહીં જાતી
  •           સાકી, જે શરાબ મ્હને દીધો દિલદારને દીધો નહીં
  •           યારી ગુલામી શું કરું તારી? સનમ!
  •           યારી કરૂં ત્હારી ? કરૂં યા ના ? સનમ!
  •           પેદા થયો છું ઢૂંઢવા તુંને, સનમ!
  •           વેચાઉં ક્યાં બીજે હવે, આવી અહીં બોલો ? જરા !
  •           મિટ્ટી હતો, તે આપનો બંદો બનાવ્યો - શી રહમ !
  •           થાક્યો તમારી રાહમાં ઊભો રહી હાવાં, સનમ!
  •           તું યાર ક્યાં ? દુશ્મન કયો? જાણું નહીં !
  •           ખોવાયેલાંને બોલાવો
  •           લક્ષ્મી તણાં અમર પદ્મની આસપાસ
  •           આવું, કહો ! ક્યાં એકલો ? આશક જહાં થાતી નથી
  •           મુબારક હો તમોને આ તમારા ઈશ્કના રસ્તા
  •           સૌંદર્યો વેડફી દેતા ના ના સુંદરતા મળે

સન્માન :

  •           રાજવી કવિ કલાપી નામનું એમના જીવન વિશેનું પુસ્તક
  •           આઈ. એન. ટી. નો “કલાપી એવોર્ડ” દર વર્ષે ગજલ માટે આપવામાં આવે છે
  •           1966 માં ગુજરાતી ચલચિત્ર કલાપી બનાવાયું જેમાં અભિનેતા સંજીવ કુમારે કલાપીની ભૂમિકા ભજવેલી  છે

અન્ય માહિતી :

  •           1882-1890 માં રાજકુમાર કોલેજ માથી રાજકોટમાં અંગ્રેજી પાંચ ધોરણ સુધી
  •           અંગત શિક્ષકો પાસેથી સંસ્કૃત, ઉર્દુ, અને ફારસી સાહિત્યનો અભ્યાસ કર્યો
  •           21-1-1895 માં લાઠી ગોહિલવાડ, સૌરાષ્ટ્ર નાં રાજવી બન્યા 21 વર્ષે રાજ્યાભિષેક થયો
  •           પ્રકૃતિના મનોહારી દ્રશ્યો અને માનવહ્રદયના ભાવો તેમની કવિતામાં કેન્દ્રસ્થાનને છે
  •           રાજવી કવિ કલાપી નામનું એમના જીવન વિશેનું પુસ્તક છે
  •           એમનાં નામથી આઇ.એન.ટી. તરફ થી કુમારનો “કલાપી એવોર્ડ દર વર્ષે ગઝલકારો ને આપવામાં આવે છે
  •           1966માં ગુજરાતી ચલચિત્ર “કલાપી” બનાવાયું જેમાં અભિનેતા સંજીવકુમારે કલાપી ની ભૂમુકા ભજવી હતી
  •           પ્રેમ અને આસુના કવિ ક.મા. મુનસીએ એવું બિરુદ આપ્યું છે
  •         કવિ કલાપી પંડિત યુગ માં થયા ગયા છે
  •           સાહિત્યનુ વાંચન અને વાજસુરવાળા, મણિલાલ, કાન્ત, ગોવર્ધનરામ, ન્હાનાલાલ, સંચિત વગેરેના સંપર્ક થી એમની સાહિત્યક દ્રષ્ટિ કેળવવામાં યોગદાન કર્યું છે
  •           કલાપીનો કેકારવ કલાપીની 1892 થી 1900 સુધીની અઢીસો જેટલી રચનાઓને સમાવેશ કરતો સંગ્રહ છે, કલાપીના અવસાન પછી 1903 માં કાન્ત ના હાથે સૌ પ્રથમ સંપાદન-પ્રકાશન થયું, એ પહેલા 1896માં કલાપીએ પોતે મધુકરનો ગુંજારવ સુધીના સર્વકાવ્ય મિત્ર મંડળ તથા પ્રસંગનિમિતે ભેટ માટે પ્રકાશિત કરવાની યોજના હતી પણ એમના અવસાન થી એ થઈ શક્યું નહીં
  •          1931 માં કલાપીના બીજા મિત્ર જગન્નાથ ત્રિપાઠી (સાગર) એ કાન્ત ની આવૃતિમાં ના છપાયેલા 34 કાવ્યોને સમાવીને 249 કાવ્યો ની આવૃતિ પ્રસિધ્ધ કરી, હમીરજી ગોહિલ ને પણ એમાં સમાવી લેવામાં આવ્યું   
  •           સાહિત્યકાર મિત્રો, સ્નેહીઓ તથા કુટુંબીજનો પર કલાપીએ લખેલા 679 પત્રો કલાપીના 144 પત્રો (મુનીકુમાર ભટ્ટ -1925) અને કલાપીની પત્રધારા (જોરાવરસિંહજી સુરસિંહજી ગોહિલ-1931) માં ગ્રંથસ્થ થયા છે, તે સિવાય કૌમુદી વગેરેમાં પ્રકાશિત કેટલાય ગ્રંથોમાં છે, અને હજી સુધી અપ્રગટ અનેક પત્રો ગ્રંથસ્થ થવાના બાકી છે  
  •           lady of the lake’ કલાપીનું અધૂરું રહી ગયેલું કાવ્ય છે
  •           એક આત્માના ઈતિહાસનું  એક સ્વરૂપ નામની કૃતિ જે અધૂરી રહી ગઈ હતી જે રમણીકલાલ દલાલે પૂર્ણ કરી જેને અન્ય એક કવિ રમણીકલાલ મહેતાએ નારી હ્રદય નામથી પ્રગટ કરી

 

કલાપી એવોર્ડ ની માહિતી :

  •           દરવર્ષે I.N.T.(Indian national theatre) (આદિત્ય બિરલા  સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટ્સ એન્ડ રિસર્ચ સ્થાપક છે) દ્વ્રારા ગઝલકારોને  કલાપી એવોર્ડ આપવામાં આવે છે જેમાં પુરસ્કાર ની રકમ 25000 આપવામાં આવે છે
  •           સૌપ્રથમ કલાપી એવોર્ડ અમૃત ઘાયલ 1997 માં આપવામાં આવ્યો હતો અને ત્યાર બાદ 1998માં આદિલ મન્સૂરી, 1999માં મનોજ ખંડેરિયા, 2000 માં ચિનુ મોદી (ઈર્શાદ), 2001માં રાજેન્દ્ર શુક્લ, 2002માં મનહર મોદી. 2003માં ભગવતીકુમાર શર્મા, 2004માં ખલીલ ધનતેજવી, 2005માં આસીમ રાંદેરી, 2006માં જવાહર બક્ષી, 2007માં અશરફ ડબાવાલા, 2008માં રતિલાલ અનિલ, 2009માં રાજેશ વ્યાસ (મિસ્કિન), 2010માં હરીશ મિનાશ્રુ, 2011માં અદમ ટંકારવી, 2012માં હર્ષ બ્રહ્મભટ્ટ, 2013માં નયન દેસાઇ, 2014માં મુકુલ ચોક્સી, 2015માં હેમેન શાહ, 2016માં રઈશ મણિયાર, 2017માં હેમંત ધોરડા, 2018માં વિનોદ જોશી, ને કલાપી એવોર્ડ આપવામાં આવ્યા છે