જયંત પાઠક

JAYANT PATHAK



🌹જયંત પાઠક🌹





જન્મ : 20-10-1920 (ગોઠ, રાજગઢ, પંચમહાલ જિલ્લો)

અવસાન : 01-09-2003 (નાનપુરા,સુરત)

મૂળનામ : જયંત હિમ્મતલાલ પાઠક

          પિતા : હિમ્મતરામ જોઇતારામ પાઠક

          માતા : ઈચ્છાબા

          પત્ની : ભાનુબહેન

        ભાઈ : રમણભાઈ પાઠક

કૃતિઓ :

          કવિતા સંગ્રહ :

  •                    મર્મર-1954
  •                    સંકેત-1960
  •                     વિસ્મય-1964
  •                    સર્ગ-1969
  •                    અંતરિક્ષ -1975
  •                    અનુનય-1978 (1993 માં બ્રજેન્દ્ર ત્રિપાઠી દ્વ્રારા ભાષાંતર કરવામાં આવ્યું)
  •                     મૃગયા-1983
  •                    શૂળી ઉપર સેજ-1988
  •                    બે અક્ષર આનંદના-1992
  •                    ધૃતવિલંબિત-2003
  •                    ક્ષણોમાં જીવું છુ(સમગ્ર કવિતાનો ગ્રંથ)-1997
  •                    પંચ સપ્તતી-1996 (હિન્દી માં અનુવાદ)

         

સ્મરણકથા :

  •                    વાનાંચલ-1967
  •                    તરુરાગ-1987

         

વિવેચનગ્રંથ :

  •                    આધુનિક કવિતા પ્રવાહ-1963
  •                    આલોક-1966
  •                    ભાવયિત્રી-1974
  •                    કિમપિ દ્રવ્યમ્-1987
  •                    વસંતધર્મીનું વિદ્યામધુ-1985
  •                    ટૂંકી વાર્તા : સ્વરૂપ અને સાહિત્ય-1968
  •                    ઝવેરચંદમેઘાણી : જીવન અને સાહિત્ય-1968
  •                    રામનારાયણ વિ. પાઠક-1970
  •                    કાવ્યલોક-1974
  •                    અર્થાત-1997
  •                    સાહિત્ય અને નિબંધો-1977
  •                    ટૂંકી વાર્તા અને બીજા લેખો-2000

         

આત્મકથા :

  •                    વનાંચલ
  •                    તરુરાગ
  •                     ટૂંકી વાર્તા :સ્વરૂપ અને સાહિત્ય-1968

         

         

અનુવાદ :

  •                    ચેખોવની શ્રેષ્ઠ નવલિકાઓ-1957
  •                    ધીરે વહે છે દોન –ભાગ-3 – 1961(રમણ પાઠક અને સુરેશ જોશીના સહકારથી)
  •                    ક્રાંતિ ગ્રંથ-1978
  •                    વર્ડ નંબર-6 – 1989
  •                    ટેઇલ ઓફ ટુસીટીઝ

         

સંપાદન :

  •                    ઉપયન-1962
  •                    કાવ્યકોડિયા-3-1981
  •                    ગુજરાતી ઉર્મિકાવ્ય-1983
  •                    કાવ્યલોક-1973
  •                    ભાવચિત્ર-1974
  •                    કાવ્યસંચય ભાગ-3 -1981
  •                    કલાપીના કાવ્યો-1990
  •                    નર્મદના કાવ્યો-1991
  •                    વિધ્યા પ્રસાદ-1999

         

નિબંધ :

  •                    તરુરાગ-1987
  •                    તરુરાગ અને નદીસૂક્ત-1995
  •                    મનોમેળે તે મૈત્રી-2001

પંક્તિઓ :

  •           રમતા રમતા લડી પડે ભૈ, માણસ છે
  •           જૂના પત્રો અહિં તહીં ચીરા ઉડતા જોઈ રહેતો
  •         ઊગતો સુરજ આપું છું, લે- તું એને સાંજ સુધી સાચવે તો સારું
  •           રાતે ધરતી પર ઢળી પડેલા આકાશને પ્રભાતે
  •           અજબ મિલાવટ કરી ચિત્રે રંગ પ્યાલીઓ ભરી!
  •           એ ના સળંગ હોય તો મારે જવું નથી
  •           જલની તે બીજી કંઈ હોય સ્થિતિ-ગતિ!
  •           પ્રિય લો, મેં તમારાથી વાળી લીધું મન
  •           અનુભવ ગહરા ગહરા નિષદિન આઠે પ્રહરા
  •           ક્યાં ગ્યા એ લીલાછમ પહાડ
  •           પછી તો પહાડોએ નિજ પર લીધાં ઓઢી જલદો
  •           જે જાણે તે જાણે : મૃતી એટલે કાચબો
  •           નભના ઘનઘોર કાનને ચઢી અશ્વે નીકળ્યો કુમાર છે
  •           મારી પોથીના પાનામાં છે મે લખેલી કવિતા
  •           કવિતા ! એકલા કવિથી એ ક્યાં પૂરી લખાય છે !
  •           જેને કાવ્ય કર્યું તેને કામણ કર્યું !
  •           ચાનક રાખું ને તોય ચૂકું: ગુરુજી, કેમ પગલું હું નિશ્ચેમાં મૂકું !
  •           કોઈને ના આપવું, લેવું નહીં, મારે નામ દાન કે દેવું નહીં
  •           પાસે પારિજાત રહેવા આવ્યું છે એક બુલબુલ-જોડું
  •           કાનજીને કહેજો કે આવશું
  •           હવે છૂટે હાથ, હાથમાં આવ્યો, પ્યારા !
  •           ખેલ મે દેખા ખેલનહારા !
  •           અહો એ અશ્વો, તે તડિત-શી ત્વરા, ખૂંદતી ધરા
  •           હવે આંસુ જેવી કઠણ – કુમળી કોઈ ચીજ કે !
  •           અરધા ડુંગર, અરધી રેતી, વચમાં વચમાં, થોડીક ખેતી.
  •           કીકીમાં કેદ કરી લીધાં મે કાનજીને કીકીમાં કેદ કરી લીધા !
  •           થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં
  •           અહો જલની ઉગ્રતા
  •           ઉંબર વટીને અંદર તડકાની જેમ આવો
  •           આપની વાર્તા તો પ્રેમની વાર્તા
  •           કવિતા કરવાનું બંધ કરીએ તો શું થાય?
  •           સંતો પ્રેમ ઘટા ઝૂક આઈ
  •           ચોકની વચ્ચે ઊભી કરેલી શૂળી પર ચઢી
  •           કોઈ નથી-ના આ બંધ ઓરડામાં આંટા મારતી
  •           એક એવી તે પ્રીતિ એમ કીધી
  •           શ્યામ સુવાળું સીસમ જેવુ અંધારું
  •           રસ્તાઓ અચાનક મળી ગ્યાં
  •         આવતી રોકો વસંત ને  

સન્માન :

  •           સોવિયેટ લેંડ નહેરુ એવોર્ડ – 1974
  •           નર્મદ સુવર્ણચંદ્રક (વનાંચલ માટે) -1964
  •           કુમાર સુવર્ણ ચંદ્રક(વનાંચલ માટે)-1957
  •           રણજિતરામ સુવર્ણચંદ્રક -1976
  •           કવિ ન્હાનાલાલ પરિતોષિક – 1978  (‘અનુનય કાવ્યસંગ્રહ માટે)
  •           ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર –1988 (શૂળી ઉપર સેજ કાવ્યસંગ્રહ માટે) (મૃગયા માટે)
  •           સાહિત્ય અકાદમી દિલ્હીના એવોર્ડ (અનુનય માટે)
  •           ઉમાસ્નેહરશ્મિ પરિતોષિક – (મૃગયા માટે)
  •           નરસિંહ મહેતા એવોર્ડ-2003
  •           ધનજી કાનજી સુવર્ણચંદ્રક-1988 (શૂળી ઉપર સેજ કાવ્યસંગ્રહ માટે)
  •           પ્રેમચંદ સુવર્ણ ચંદ્રક-2001 (રઘુવીર ચૌધરી સાથે)

 

  •           તેમના સન્માન માં જયંત પાઠક કવિતા પુરસ્કાર અપાય છે

 

 

         

અન્ય માહિતી :

  •           રાજગઢ માં તેમણે પ્રાથમિક શિક્ષણ લીધું હતું
  •           1930 માં કાલોલની એન.એસ.જી. હાઇસ્કૂલમાં દાખલ થયાઅને 1938માં મેટ્રિક થયા
  •           1943માં તેમણે સુરતમાં એમ.ટી.બી. કોલેજમાંથી બી.એ. ની ડિગ્રી મેળવી
  •           1945માં વડોદરા કોલેજમાંથી તેમણે ગુજરાતી અને સંસ્કૃત વિષય સાથે એમ.એ.કર્યું
  •           1960માં તેમણે વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના માર્ગદર્શન થી 1920માં ગુજરાતી કવિતાની સાંસ્ક્રુતિક ભૂમિકા: પરિબળો અને સિદ્ધિ વિષય પર પી.એચ.ડી. ની પદવી મેળવી હતી
  •           1943 થી 1945 દરમિયાન તેઓ વિવિધ શાળાઓમાં શિક્ષક રહ્યા હતા જેમાં વડોદરાની ન્યુ ઇરા શાળા, કાટપીટિયા શાળા તેમજ કરજણ ગામની શાળાનો સમાવેશ થાય છે
  •           1948 થી 1953 દરમિયાન તેમણે મુંબઈ, પુણે અને દિલ્હીમાં નિવાસ કર્યો અને પત્રકારત્વ સહિત વિવિધ ક્ષેત્રમાં કામ કર્યું
  •           તેઓ 1943 થી 1947 સુધી દાહોદમાં હાલોલની માધ્યમિક શાળામાં શિક્ષક રહ્યા અને 1953 માં  સુરતની એમ.ટી.બી. આર્ટ્સ કોલેજમાં અદ્યાપક તરીકે કામગીરી કરી હતી અને 1980માં નિવૃત થયા
  •           1947 થી જન્મભૂમિ અને હિંદુસ્તાન દૈનિક માં પત્રકાર રહ્યા
  •           1989-91 માં ગુજરાત સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા હતા
  •           1992માં તેઓ નર્મદ સાહિત્ય સભા અને કવિ નર્મદ યુગવાર્તા ટ્રસ્ટનાં પ્રમુખ રહ્યા
  •           તેમનું સાહિત્ય ગુર્જરમિત્ર, લોકસત્તા, કુમાર, બુદ્ધિપ્રકાશ, ગ્રંથ, વિશ્વમાનવ, કવિતા અને કવિલોક જેવા સામાયિકોમાં પ્રગટથયા હતા
  •           તેમના સન્માન માં જયંત પાઠક કવિતા પુરસ્કાર આપે છે
  •           તેઓ યુવાન હતા ત્યારે તેમના પિત્રાઈ કવિ ઉશનસ્ અને તેમના શાળા શિક્ષક પ્રાણશંકર ભટ્ટે તેમની કવિતા પર ઊંડી અસર છોડી છે
  •           કવિ ઉમાશંકર જોશી અને સુંદરમ્ પાસેથી તેમણે પ્રેરણા લીધી હતી
  •           તેમનો સમય ગાળો એ આધુનિક ગુજરાતી સાહિત્ય નો રહ્યો છે
  •           તેમનું બાળપણનું હુલામણું નામ બચુડો હતો
  •           સુરતમાં વસવાટ છતાં કવિતામાં વગડાનો શ્વાસ ઘૂટાય છે એમ એમના માટે સુરેશ દલાલે કહ્યું છે