VINOD JOSHI |
🌹વિનોદ જોશી🌹
જન્મ : 13-08-1955 (ભોરિંગડા- જિ. અમરેલી)
વતન : બોટાદ
મૂળ નામ : વિનોદ હરગોવિંદદાસ જોશી
પિતા : હરગોવિંદદાસ જોશી
માતા : લીલાવતી
પત્ની : વિમલ
પુત્ર : અનિરુદ્ધ
પુત્રવધૂ : ધ્વનિ
કૃતિઓ :
કાવ્યસંગ્રહ :
- ➽ ઝાલર વાગે જૂઠડી – 1991
- ➽ શિખંડી – 1985
- ➽ તુણ્ડિલતુણ્ડિકા (દીર્ધ કાવ્ય) -1987
- ➽ પરંતુ – 1984
- ➽ સોન્ધ્રિ-2018
વિવેચન ગ્રંથો :
- ➽ અભિપ્રેત-1986
- ➽ નિવેશ-1995
- ➽ રેડિયો નાટક સ્વરૂપ સિદ્ધાંત-1986
- ➽ સોનેટ-1984
- ➽ ‘અમૃત ઘાયલ’ – વ્યક્તિમત્તા અને વાંગ્મય-1988
- ➽ ઉદગ્રીવ-1995
- ➽ નિભ્રાંત
- ➽ વિશાદ-2018
- ➽ નિર્વિવાદ-2018
- ➽ કાવ્યપટ-2018
- ➽ કાવ્યરટ-2018
- ➽ કાવ્યતટ-2018
પત્રકથા :
- ➽ મોર પીંછ-199
સંપાદન/સંકલન :
- ➽ આજ અંધાર ખુશબો ભર્યો લાગતો(પ્રહલાદ પારેખની કવિતા)-2002
- ➽ રાસ તરંગિણી (કવિ બોટાદકરની કવિતા)-1995
- ➽ નીરક્ષીર-1984 થી 2012
- ➽ સાહિત્યનો આસ્વાદ-1992
- ➽ કાવ્યસંચય-2006
- ➽ વિજયરાય વૈધ સ્મારક ગ્રંથ
- ➽ કિસ્મતકુરેશીની50 ગઝલ -1998
- ➽ વિરાતના પાનાથર (જગદીપ વીરનીની કવિતાઓ)-2016
- ➽ આહુતિ (મોરારી બાપુ સંબધિત)-2017
- ➽ જગદીપ વીરાની ની કાવ્યસૃષ્ટિ-2019
ચીતનાત્મક :
- ➽ વીજળીને ચમકાળે
કાલ્પનિક(ટૂકીવાર્તા) :
- ➽ હવાની હવેલી-2018
- ➽ હથેળીમાં હસ્તાક્ષર-2018
- ➽ સગપણના સરવાળા-2018
- ➽ મોતી સેવવા લાખ ના-2018
- ➽ અજવાળની આરતી-2018
- ➽ ખોબમાં જીવતર-2018
સન્માન :
- ➽ ગુજરાતી સાહિત્ય અકાદમીના પુરસ્કારો
- ➽ ગુજરાતી સાહિત્ય ગૌરવ એવોર્ડ એનાયત થયા છે-2015
- ➽ ઉમાશંકર જોશી એવોર્ડ (‘ઝાલર વાગે જૂઠડી’ માટે)
- ➽ જયંત પાઠક પારિતોષિક (‘પરંતુ’ કવિતાસંગ્રહ માટે)-1985
- ➽ ક્રીટિક્સ એવોર્ડ-1986
- ➽ કવિશ્વર દલપતરામ એવોર્ડ-2013
- ➽ નરસિંહ મહેતા પુરસ્કાર-2018
- ➽ કલાપી પુરસ્કાર-2018
પંક્તિઓ :
- ➽ એણે કાંટો કાઢીને મને દઈ દીધું ફૂલ (ગીત)
- ➽ કારેલું....... કારેલું. મોતીડે વાઘરેલું, (ગીત)
- ➽ કૂંચી આપો બાઈજી! તમે કિયા પટારે મેલી મારા મૈયરની શરણાઈ જી! (ગીત)
- ➽ તું મીંઢળ જેવો કઠણ ને હું નમણી નાડાછડી! (ગીત)
- ➽ ટચલી આંગલડીનો નખ લટમાં પરોવી હું તો બેઠી, સજન! (ગીત)
- ➽ ઠેસ વાગી ને નખ નંદવાયો રે, સૈ ! (ગીત)
- ➽ આપી આપીને તમે પિંછું આપો સજન ! પાંખો આપો તો અમે આવીએ.. (ગીત)
- ➽ પાંદડાએ લે ! માં મને ઊભી રાખી, (ગીત)
- ➽ આછા આછા રે તળાવ, એની ઘાટી રે કાઇ પાળ (ગીત)
- ➽ મને ભૂલી તો જો, તેં જ મને તારામાં પૂર્યા, એ વાતને કાબુલી તો જો (ગીત)
- ➽ ખીડકી ઉઘાડી હું અમથી ઊભી ‘તી
- ➽ હું એવો ગુજરાતી, હું ગુજરાતી એજ વાતથી ગજ ગજ ફુલે છે છાતી...
- ➽ તને ગમે એ મને પણ ગમે, પણ મને ગમે તે કોને?
- ➽ સખી મારો સાયબો સૂતો
- ➽ ઝાલર વાગે જૂઠડી
- ➽ એક કાચી સોપારી નો કટ્ટકો રે, એક લીલું લવિંગડીનું પાન
- ➽ સોળ સિંચન બાર બેડલા રે, કૂવા કાંઠે વહુવારુ કરે વાત
- ➽ રે વણઝારા !
- ➽ સૂડી વચ્ચે સોપારી ને સોપારી નો ચૂરો
- ➽ કુંજડી સૂતી સોનાની ડોક પાથરી રેશમી ટહુકાની ઓઢી રજાઈ
- ➽ એવો પાદરમાં દીઠો અમીયલ આંબલો
- ➽ વાંકી રે કેડી ને વાકી મોજડી
- ➽ થાંભલીનો ટેકો ને ઓસરીની કોર
- ➽ ડાબે હાથે ઓરું સાજન લાપસી ને જમણે હાથે રે ચોળું કંસાર
- ➽ અમથો ઊડીને આવ્યો
- ➽ ચણોઠડીના લીલાંપીળાં પાંદડાં
- ➽ કાગળ મારો માણીગર ને દેજો રે કબૂતરી
- ➽ વચલી ફળી,આ એક ખોરડું જી રે
- ➽ કમાડ ઉઘાડો રે...
- ➽ કચક્ક્ડાની ચૂડી રે મારું કૂણુંમાખણ
કાંડું, સૈયર શું કરીએ?
- ➽ હવે સમજ્યા આ સોગઠાં ની જાતને, સખી ! અમે સંકેલી લેશું ચોપટને..
- ➽ ઝેરી કાળોતરો ડંખ રે !
- ➽ સાત હાથ સિંચન ને બાર હાથ કૂવો
- ➽ પરોઢમાં પરસેવો માણારાજ
- ➽ હાથે કરી અમે અંજવાળા માંગ્યા હવે અંધારા બાર ગાઉં છેટા..
- ➽ તમે કીધું કે ‘હાંઉ’ એ તો સમજ્યા
- ➽ ફાંસ જરા શી વાગી ગઈ ને વાંસ જેવડું
- ➽ ઝાટકે રે... ઝાટકે... વાળ ઝાટકે... રે... ઊભી ઊભી ઝરૂખડે
- ➽ અમે ધુતારા સાયબાનાં ઘરવાળા...
- ➽ ખમ્મા રે તને ખમ્મા રે મારા ઘરના ઉંબરે ખમ્મા રે
- ➽ ઊભી બજારમાં ઊભો આંબલિયો
- ➽ કાગળ તોં શે લખીએ વાલામુઈ!
- ➽ ધચ્ચ દઈ દાતરડું જિંક્યું કપાસ કેરે છોડ
- ➽ લીલાં પતંગિયા એવાં નડયા રે વળાંકમાં
- ➽ કાચી માટીની કાચી કુલડી રે
- ➽ ડાળ તૂટીને ઝાડ એક રોયું
- ➽ પાતલડી રે પૂતલડી રે
- ➽ સાંકડી શેરી ને ભીંત્યું આડી રે પડી પગલાં મૂંઝાણા, હો રાજ !
- ➽ ભીની ભીની લહેરખી ચૂમે વરિયાળીનો છોડ લૂમે ને ઝૂમે
- ➽ ગોખલામાં દીવાનો આછો અજવાસ અને પડખમાં તારું સંભારણું
- ➽ ઝાકળભીના બેઉ હાથમાં સળવળતી પળ સરી
- ➽ અમે દરિયો નાખ્યો ડહોળી, ને નીકળી લંબોલી !
- ➽ ચાસ ચાસમાં ભરબપ્પોરે દઝાય પાણી તડકાની
- ➽ એક ગામનો પટેલ ગામગપાટા ઝીંકતો બેઠો હોય-અચાનક રિડિયો પડે
- ➽ મારગ ચીંધ્યાનું પાપા લાગે ને આંગળીમાં માણસ સપડાઇ જાય એમ..
- ➽ ઝીંકમ્ ઝીંકા ઝૂમ્...... હડફડ હુંચા ફરંગટી મે ખાધી, ખમ્મા !
- ➽ લીમડાની ડાળ હાર્યો બાંધેલો હીચકો
- ➽ કે ભૂલચૂક લેવી દેવી !
- ➽ કાગળના ધગધગતા રણમાં પડી ઘાસની સળી
- ➽ જાવ, મારી છાતીની પાંસળીના પોલાણે હાંફતા ઓગણીસમાં શ્વાસ !
- ➽ આજની ઘડી કાલનો દિ’ ત્યાર પછી ચકલીએ અમથુએ કર્યું નથી ચિં
- ➽ બોરડિયુંનાં બોરા વનમાં જોઈને લાગઠ કાચાં
- ➽ ઝીંગોરા હપ્પા ઝીંગોરા હપ્પા
- ➽ સાંકળ સાંકળ ફાંસો દઈને આઠ ખરી નું ટોળું હાલ્યું
- ➽ પીથલપુરમાં પટેલયો કાંઈ પટલાણી પંચાળ કે માગે માદળિયું
- ➽ શિખંડી
- ➽ એક સુક્કા ઠોરની રંજાડ છે, એના ફરતી મે રચેલી વાડ છે.
- ➽ ઝુલ્ફીમાં ભૂલી પડેલી આંગળી – તે
સાંભળ્યુ ?
- ➽ અહી ધૂમ્રપાન કરવાની સખ્ત મનાઈ છે
- ➽ અમે વળીને જોયું ને તમે વળ્યાં વળાંક
- ➽ ભીંત પડી કે ભળકડું ચોગરદમ સૂનકાર
- ➽ વિનિયો ફતન દીવાળિયો હે અક્ષરસરકાર !
- ➽ દૂધમલ કાંચો કુમળો વિનિયો ભડકાબોળ
- ➽ આ રઘવાયા હાથનાં ખૂલી ગયાં મેદાન,
- ➽ વિમલી તારી યાદ નો બરો મૂતર્યો બાપ
- ➽ હતાશ ! પ્રિય દોસ્ત, હાથ ! ન તને સલામી કરું
- ➽ તારો હિસાબ ચૂકતે કરું નાક ક્યારે ?
- ➽ આ મારા પગ કે પછી ઝઘડતા બે જોડિયા ભાઈ?
- ➽ આ આંખો નીંદર ચરી ચરી રાત આખી, સવારે
- ➽ ને આપણી ઊભયની મળી હસ્તરેખા
- ➽ પછી દ્રષ્ટિ ત્રાંસી જરીક કરી હું આડશ લઈ
- ➽ પછી બેની 'ડિક્કો' કરી, ચીડવીને તું ઘડીઘડી
- ➽ નખશિખ અઘોરી વંઠેલી સરાસર, રાત આ
- ➽ કુંવારી ને કાચી બટકણી પળે, હા, બટકણી
- ➽ વસૂકી ગઈ હવે આ દૂઝતી આંગળીઓ,
- ➽ રૂમકઝૂમક ઉન્માદી બિલોરી હવા આ
- ➽ બખડજંતર યંત્ર પ્રચુર ખટ્-ખટક રક્ત વિષે ફરતું સતત
- ➽ ઝડાફ વીજ મેધ ડમ્મર દિબાંગમાં સોંસરી (કવિ શ્રી ઉશનસ્ ને અર્પણ)
- ➽ નખ સતત વલૂરે જીર્ણ કંગાળ ભાષા
- ➽ થપાટ જીવલેણ જીરવી શકું નહીં શબ્દની
- ➽ ગહન અકળ ગેબી અંધકારે ફસાયો
- ➽ મૃદંગ ધ્રબધ્રબ્ધ્રિબાંગ્ધનનધન્ધનાધન્ન
- ➽ કાગળ ચકલી સિમેન્ટ કચરો વીંટી
- ➽ સાંભળે ? ન સાંભળે આ શહેરના જ લોકો
- ➽ પલળી પલળી ને અમે પોચાં થિયા હવે ક્યારે બોલાવશો?
- ➽ પરપોટો થઈ ફૂટી ગયો રે દરિયો !
- ➽ પાંદડાંની ફરિયાદો મૂળને કરીએ ને મૂળ છાંયડો જો ખંખેરી નાખે
- ➽ ડગમગ ઊભાં આંસુડાં ઊભાં પાંપણે
- ➽ રાજગરો રાતોને લીલી લવિંગડી
- ➽ તમે આવ્યા વનવાસ મારા કાગળને દેશ
અન્ય માહિતી :
- ➽ ભાવનગર યુનિવર્સિટીમાં ભાષાભવનમાં પ્રાદ્યાપક અને અધ્યક્ષ તરીકે કાર્ય કરી રહ્યા છે
- ➽ ગીત, દીર્ધકાવ્ય અને વિવેચનમાં તેમનું વિશેષ પ્રદાન છે
- ➽ તેઓએ ગઢડાની મોહનલાલ મોતીચંદ બાલમંદિર ખાતે શિક્ષણ મેળવ્યું
- ➽ 1960 થી 1966 સુધી બોટાદ જિલ્લાના તુર્ખા ગામની સરકારી શાળામાં તેમની પ્રાથમિક શિક્ષા મેળવી
- ➽ માધ્યમિક શાળા 1967 થી 1968 સુધી એન.ટી.એમ. સરકારી હાઇ સ્કૂલ, સુરેન્દ્રનાગર 1969 માં સર્વોદય વિદ્યાલય, અને સરકારી હાઈસ્કૂલ, બોટાદ 1970 માં કર્યું
- ➽ 1975 માં બોટાદના કવિશ્રી બોટાદકર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ગુજરાતી સાહિત્યમાં તેમની બેચલર ઓફ આર્ટ્સ પૂર્ણ કર્યું
- ➽ 1976 માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભાવનગર માં ગુજરાતીમાં માસ્ટર ઓફ આર્ટ્સ પૂર્ણ કર્યું
- ➽ રેડિયો નાટક ના સંશોધન માટે ઈશ્વર આર. દવેની દેખરેખ માં 1980 માં પી.એચ.ડી કર્યું
- ➽ સ્કૂલમાં હતા ત્યારથી જ કવિતા લખવાનું શરૂ કર્યું હતું અને 10 માં ધોરણમાં 1973 માં તેમની કવિતા ગુજરાતી ભાષા સામાયિક કુમારમાં પ્રકાશિત થઈ. ત્યાર પછી તેમની કવિતા કવિતાલોક,કવિતા, શબ્દસૃષ્ટિ, પરબ., નવનીત સમર્પણ, બુદ્ધિપ્રકાશ સહિતના અન્ય ગુજરાતી સામયિકોમાં પ્રકાશિત થઈ
- ➽ વિનોદ જોશીની કવિતા ગ્રામીણ જીવનની છબીઓ સાથે ગુજરાતી સાહિત્યમાં સ્ત્રીની લાગણીઓના ને વ્યક્ત કરે છે
0 Comments
Post a Comment