GUNVANT SHAH |
🌹ગુણવંત શાહ🌹
જન્મ : 12-03-1937
વતન : સુરત જિલ્લાનું રાંદેર
મૂળ નામ : ગુણવંત ભૂષણલાલ શાહ
પિતા : ભૂષણલાલ
માતા : પ્રેમીબેન
પત્ની : અવંતિકા
સંતાનો : મનીષા, અમીષા, વિવેક
કૃતિઓ :
નિબંધસંગ્રહ :
- ➽ કાર્ડિયોગ્રામ-1977
- ➽ રણ તો લીલાછમ-1978
- ➽ વગડાને તરસ ટહુકની-1979
- ➽ વિચારોના વૃંદાવનમાં-1981
- ➽ મનનાં મેધધનુષ્ય-1985
- ➽ ઢાઈ અક્ષર પ્રેમકા
- ➽ અસ્તિત્વનો ઉત્સવ
- ➽ સંભવામિ ક્ષણે ક્ષણે
આત્મકથા :
- ➽ બિલ્લો ટીલ્લો ટચ
- ➽ જાત ભણીની જાત્રા
- ➽
વ્યક્તિ-વિચાર-ચિંતનના ગ્રંથ :
- ➽ ગાંધીના ચશ્માં
- ➽ રામાયણ : માનવતાનું મહાકાવ્ય
- ➽ મહાભારત : માનવસ્વભાવનું મહાકાવ્ય
ચરિત્રગ્રંથો :
- ➽ ગાંધી-નવી પેઢીની નજરે-1982
- ➽ મહામાનવ મહાવીર-1986
- ➽ કરુણામૂર્તિ બુદ્ધ-1983
- ➽ સદાર એટલે સરદાર
પ્રકિર્ણ ગ્રંથો :
- ➽ શિક્ષણની વર્તમાન ફિલોસૂફિઓ-1964
- ➽ સાવધાન, એકવીસમી સદી આવી રહી છે-1987
- ➽ કૃષ્ણનું જીવનસંગીત-1987
પ્રવાસ કથા :
- ➽ કોલંબસના હિંદુસ્તાનમાં-1966
નવલકથા :
- ➽ મૉટેલ-1968
- ➽ રજકણ સુરજ થવાને શમણે-1968
ગદ્યકાવ્ય :
- ➽ વિસ્મયનું પરોઢ-1980
સન્માન :
- ➽ રણજીતરામ સુવર્ણચંદ્રક-1997
- ➽ દર્શક એવોર્ડ
- ➽ ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વ્રારા ‘સાહિત્ય રત્ન’ એવોર્ડ
- ➽ ભારત સરકારના ‘પદ્મશ્રી’ પુરસ્કાર
અન્ય માહિતી :
- ➽ પ્રાથમિક શિક્ષણ રાંદેરમાં પૂર્ણ કર્યું હતું અને માધ્યમિક શિક્ષણ સુરતમાં આવેલી જૈન હાઈસ્કૂલમાંથી લીધું હતું
- ➽ 1957માં તેમણે રસાયણ વિષય સાથે બી.એસ.સી. ની ઉપાધિ મેળવી હતી
- ➽ તેમણે 1961-72 વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં, 1967-68 અમેરિકાની મિશિગન યુનિવર્સિટીમાં અને 1974થી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અદ્યાપક તરીકે સેવાઓ આપેલી છે
- ➽ 1972-73 માં ટેકનિકલ ટીચર્સ ટ્રેનીંગ ઇન્સ્ટીટ્યુટ મદ્રાસ(ચેન્નઈ) પ્રોફેસર રહ્યા છે
- ➽ 1973-74માં એસ.એન.ડી.ટી. યુનિવર્સિટી મુંબઈ શિક્ષણમાં વિષયના પ્રોફેસર રહ્યા
- ➽ 1984-85 બાંગલા દેશમાં એશિયન ડેવલપમેન્ટ બેંકના કન્સલ્ટન્ટ રહ્યા હતા
- ➽ તેમણે ‘નૂતન શિક્ષણ’ના તંત્રી તરીકે પણ કામ કર્યું છે
- ➽ 1979માં લેઇપઝિગ, પૂર્વ જર્મની ખાતે UNESCOના સેમિનારમાં તેમણે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું.
- ➽ તેઓ એશિયન ડેવલોપમેન્ટ બેંક, મનીલામાં બંગલાદેશમાં શિક્ષણ માટે 1984-85 દરમિયાન
કન્સલ્ટન્ટ હતા.
- ➽ તેઓ જયપ્રકાશ નારાયણ રોડ (જે જૂના પાદર
રોડ તરીકે પણ જાણીતો છે) વડોદરામાં રહે છે. અને દિવ્યભાસ્કર, દૈનિક અને નવનીત સમર્પણ, એક પ્રમુખ ગુજરાતી સામયિકમાં લેખનકાર્ય કરી રહ્યા છે.
0 Comments
Post a Comment