અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
ANIRUDDH BRAHMBHATT


 


🌹અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ🌹


જન્મ : 11-11-1937 (પાટણ)

અવસાન : 31-07-1981

વતન : વિરમગામ પાસેનું દેત્રોજ

મૂળનામ : અનિરુદ્ધ લાલજીભાઇ બ્રહ્મભટ્ટ

          પિતા  : લાલજીભાઇ

          માતા : લક્ષ્મીબહેન

          પત્નિ : નલિની તુરખિયા (04-07-1968 આંતરજ્ઞાતિ પ્રેમલગ્ન)

          પુત્રી : મેઘા (19-07-1969), ઋતા (29-12-1972)

          પુત્ર : અપૂર્વ (10-08-1974)

         

કૃતિઓ :

         

કાવ્ય સંગ્રહ :

  •                    કિમપી-1983

         

વાર્તા સંગ્રહ :

  • ➽                     અજાણ્યું સ્ટેશન-1982

         

ચરિત્રનિબંધ :

  • ➽                     નામરૂપ-1981

         

નિબંધિકા :

  •                      ચલ મન વાટે-ઘાટે (ભાગ 1 અને 2 -1981) (ભાગ ૩ અને 4 -1982)

         

આધ્યાત્મ અને ચિંતન લેખો :

  •                      ઋષિવાણી-1982

         

વિવેચન :

  •                      અન્વીક્ષા-1970
  •                      ભારતીય સાહિત્યશાસ્ત્રમાં ગુણ અને રીતિની વિચારણા-1974
  •                      પૂર્વાપર-1976
  •                      એંટવ ચૅખવ-1978
  •                      સંનિકર્ષ-1982

                  

         

અનુવાદ :

  •                      એરિસ્ટોટલનું કાવ્યશાસ્ત્ર-1969

         

સંપાદન :

  •                      ઝવેરચંદ મેઘાણી-1969
  •                      રમણભાઇ નિલકંઠ-1973
  •                      મણિશંકર ભટ્ટ કાંત-1971
  •                      એબ્સર્ડ-1977
  • ➽                     પતિલાનાં ચુંટેલા કાવ્યો-1974
  • ➽                     સુદામા ચરિત્ર-1975
  • ➽                     શર્વિલક
  • ➽                     કુંવરબાઇનું મામેરું (પ્રેમાનંદ કૃત)-1982
  •                      ગુજરાતી વાર્તાઓ -1977 (શ્રી યશવંત શુક્લ સાથે)
  • ➽                     કાન્તા-1973
  • ➽                     સંચયિતા -1971 (શ્રી પ્રકાશ મહેતા સાથે)
  • ➽                     જયંતી દલાલની પ્રતિનિધિ વાર્તાઓ-1971
  •                      નાટક વિશે જયંતી દલાલ  -1974
  • ➽                     સંવાદ -1974 (શ્રી રામપ્રસાદ બક્ષી અને અન્ય સાથે)

સાન્માન :

  • ➽            ગુજરાત રાજ્યનો પુરસ્કાર
  • ➽            ગુજરાત સાહિત્ય પરિષદનું પારિતોષિક

પંક્તિઓ :

  • ➽            આવ, સૂર્ય, લાવ મારા થિજી જતા લોહીમાં
  •             મારાં નયન, તેજ તમારું ગુમાવી ન બેસતાં
  •             મંદિરના ગર્ભમાંનો સૂકો અંધકાર
  • ➽            અવાશે મારી પાછળ પાછળ? મારા પગ નીચે પાટા નથી
  • ➽            મારા મૃત્યુને ઢંઢોળીને મેં કહ્યું: ચાલ આપણે ફરવા જઇએ
  •             રાતે ઊંઘ જ નથી આવી
  •             મારા સોનેરી પ્રભાતને
  • ➽            આપણે આવી રીતે છુટાં નહોતું પડવું જોઈતું,વિભા
  • ➽            પીપળાના પર્ણમર્મરની ભાષા જાણે છે તું?
  • ➽            કોઇની ટિકિટ બાકી છે? બાકી છે? બાકી છે? 
  •             પવન ઘાસમાં પગલાં મૂકી માત્ત ધરાની ગંધ સુંઘતો
  • ➽            સાંજે ફરવા નીકળું છું ધુળિયા રસ્તે
  •             ચંદ્ર પેલો વિજળીના તાર પર
  • ➽            મેં ક્યાં કશુંય ઇચ્છ્યુંતું તારી પાસે?
  • ➽            કહ્યું હતું કોઇકે : આજે તો છે શરદપૂર્ણિમા
  •             પિપળાની છાયા મારા ખંડમાં હળવેકથી પ્રવેશે છે
  •             ચાલો, આષાઢનાં વાદળો તીડનાં ટોળાં બનીને
  •             આપણે આવ્યા તે રસ્તા તો હવે બદલાઈ ગયા છે
  • ➽            સૂરજ રમતો ભમતો ઊગ્યો
  •           વહાણું વાયું, પંખી આવ્યાં
  • ➽            રાવજી, અધવચ આંબા વેડ્યા
  • ➽            આખી રાત નાના મારા ઘર પછવાડે વરસ્યાં પારિજાત
  •             સરિયામ રસ્તેથી નગરનાં શ્વેત વર્ષો
  •             સંતજી, મધરાતે મોરલો ગહેક્યો
  •             સવાર, કુંળો તડકો ઝિલાયો
  • ➽            આ જિંદગી પાણી ઉપરની લીલ
  • ➽            રાતની સાથે અમે ચલ્યા કર્યુ
  • ➽            એક ભિલડીએ તપોવન સિચ્યાં કે શબરી વનવાસી
  • ➽            “કેમ છે? મેં પુછ્યું. હસીને એ બોલ્યો : “જીવું છું હજી.”
  •             સુર્ય આંધળો પૃથ્વીની આંખે પાટા
  •             ચાંદ પાનખરે રડ્યુંખડ્યું ઊડી આવ્યું પાંદ?
  • ➽            નાગાસાકીમાં, માનવ-આત્મા પર ફડફોલા નળિયાં પર ઊપસ્યા પરપોટા
  • ➽            દીપ હોલવું, થશે અંધારું; અરે! બારીમાં ચંદ્ર! (હાઇકુ)
  • ➽            તમે હાથમાં હાથ લીધો. મેં જોયું. મારા હાથમાં બેડી
  • ➽            કહો મને- મને ખેચીને તળિયે લઇ જતાં

અન્ય માહિતી :

  •  ➽           એમણે શાળાનું શિક્ષણ વડોદરામાં લીધુ હતું. અને 1958માં ગુજરાતી અને સંસ્કૃત વિષય સાથે એમ. એસ. યુનિવર્સિટી વડોદરા થી બી.એ. જેમા તેઓએ પ્રથમ વર્ગમાં  માં પ્રથમ આવતા સુવર્ણચંદ્રક મેળવ્યો હતો તેમજ 1960માં ગુજરાતી અને સંસ્કૃત વિષય સાથે એમ. એસ. યુનિવર્સિટી વડોદરા થી એમ.એ. નો અભ્યાસ કર્યો હતો પ્રથમ વર્ગ માં પ્રથમ આવતા મટુભાઇ કાટાવાળા સુવર્ણ ચંદ્રક મેળવ્યો હતો
  • ➽            1959માં ડભોઈ કોલેજમાં ગુજરાતીના વ્યાખ્યાતા હતા
  •             તેઓ અધ્યાપક તરીકે કાર્ય કરતાં હતા. 1962માં બીલીમોરા કોલેજમાં આઠેક વર્ષ અધ્યાપક રહ્યા તેમજ નવસારી તથા સૂરતમાં મુલાકાતી અનુસ્નાતક પ્રધ્યાપક બન્યા
  • ➽            1970માં ગુજરાત યુનિવર્સિટીમાં ભાષાસાહિત્ય ભવનમાં ગુજરાતીના પ્રધ્યાપક રહ્યા
  • ➽          ઍરિસ્ટોટલના પોએટિક્સનો પહેલો ગુજરાતી અનુવાદ ઍરિસ્ટોટલનું કાવ્યશાસ્ત્ર’(1969) છે
  • ➽            એમના ગુરૂ અને સહિત્યકાર સુરેશ જોશીએ એમના વિશે લખયુ છે કે “પ્રથમવાર મેં એમને મારા વર્ગમાં એક તેજસ્વી વિદ્યાર્થી તરીકે જોયા. સંસ્કૃત અલંકાર શાસ્ત્ર શીખવતાં ક્યાંક કશુંક ચૂકી જતો તો તેઓ તરત યાદ દેવડાવે. પછી આવા શિષ્યો બહુ મળ્યા નથી.”
  • ➽            ઉમાશંકર જોશીએ એમના વિશે લખ્યું છે કે “અનિરૂધ્ધના અવાજમાં મધુરતા અને સાથેજ બળકટતા જોવા મળતાં વાગધારામાં શબ્દડંબર નહી પણ વિચારદ્રવનો અનુભવ થતો”
  •             1975માં રિલ્કે શતાબ્દી નિમિત્તે યોજેલા પરિસંવાદમાં વક્તવ્યા આપવા ગયેલા ત્યારે ખુબ તાવ આવ્યો અને તેમને લ્યૂકેમિયા (બ્લ્ડ કેંસર) ની બિમારી જણાય જેના કારણે એમનું મ્રુત્યુ થયુ હતું
  • ➽          ‘વિશ્વમાનવના સહિત્ય વિભાગના સંપાદક તરીકે કાર્ય કર્યુ હતુ
  •           ‘ભુમિકાઅને કિમપિસામયિકો શરૂ કરેલા હતા
  •           ‘જન્મભુમિદૈનિકમાં અલપ-ઝલપ કોલમ શરુ કરી હતી
  •           ‘સંદેશમાં સાહિત્ય અને સંસ્કારકોલમ શરુ કરી હતી
  •           ‘મુંબઈ સમાચારમાં ચલમન વાટેઘાટેનામની કોલમ ચાલુ કરી હતી