ઉશનસ્  - નટવરલાલ કુબેરદાસ પંડયા
USHANAS - NATAVARLAL KUBERDAS PANDYA



🌹ઉશનસ્  - નટવરલાલ કુબેરદાસ પંડયા🌹


જન્મ : 28-09-1920 વડોદરા જિલ્લા ના સાવલી ગામમાં

અવસાન : 6-11-2011

મૂળ નામ : નટવરલાલ કુબેરદાસ પંડયા

ઉપનામ : ઉશનસ્ , આરણ્યક

        પિતા : કુબેરદાસ
          માતા : લલિતા બેન
          પત્ની ; શાંતાબેન

કૃતિઓ :

          કાવ્યસંગ્રહ :
  •                    પ્રસૂન (1955 એમનો પહેલો કાવ્ય સંગ્રહ)
  • ➽                   નેપથ્યે – 1956
  • ➽                   આર્દ્રા -1959 (115 કાવ્યોમાથી 63 સોનેટ કાવ્ય)
  • ➽                   મનોમુદ્રા -1960
  • ➽                   તૃણનો ગ્રહ – 1964
  • ➽                   સ્પંદ અને છંદ – 1968
  • ➽                   અશ્વત્થ -1975
  • ➽                    વ્યાકુળ વૈષ્ણવ – 1977
  • ➽                   રૂપના લય -1976
  • ➽                   આરોહ અવરોહ
  • ➽                   કિંકિણી -1971 (ગીત સંગ્રહ)
  • ➽                   ભારતદર્શન -1974 (પ્રવાસ કાવ્યોનો સોનેટસંચય)
  • ➽                   પૃથ્વી ગતિ નો છાંદોલય
  • ➽                  વગડો
  • ➽                   ગજળની ગલીમાં

          બાળસંગ્રહ :
  • ➽                   શિશુલોક – 1984

          વિવેચનગ્રંથ :
  • ➽                   ઉપસર્ગ – 1973
  • ➽                   મૂલ્યાંકનો -1979
  • ➽                   રૂપ અને રસ  - 1965
  • ➽                   બે અધ્યયનો – 1952
  • ➽                   પૃથ્વીને પશ્ચિમ ચહેરે -1979
  • ➽                   આસ્વાદ માલા
  • ➽                   રૂપ અરૂપ વચ્ચે
  • `               છેલ્લો વળાંક

          સ્મરણ કથા – જીવન ચરિત્ર:
  • ➽                   સદ્-માતાનો ખાંચો – 1988

          નાટ્ય સંગ્રહ :
  • ➽                   ડોશીની વહુ અને અન્ય એકાંકીઓ

          પ્રવાસ :
  • ➽                   પશ્વિમી દેશો ના પ્રવાસ

સન્માન :

  • ➽          કુમાર ચંદ્રક -1959
  • ➽          નર્મદ ચંદ્રક 1963-67
  • ➽          રણજિતરામ સુવર્ણચંદ્રક – 1972
  • ➽          ભારતીય સાહિત્ય અકાદમી એવોર્ડ 1976
  • ➽          નરસિંહ મહેતા એવોર્ડ
  • ➽          ગુજરાત સાહિત્યનો અકાદમી એવોર્ડ
  • ➽          શ્રી  અરવિંદ ચંદ્રક
  • ➽          દર્શક ફાઉન્ડેશન  સાહિત્ય એવોર્ડ
  • ➽          તેમના સન્માન માં ગુજરાતી સાહિત્ય પરિષદ દ્રારા ઉશનસ્ પુરસ્કાર દર બે વર્ષે કવિઓને અપાય છે

પંક્તિઓ :

  • ➽          વળાવી બા આવી, નિજ સંતાન ક્રમશઃ
  • ➽          રાણાજી, મૈં તો કિશન કર્યો શણગાર
  • ➽           હે પંદરમી ઓગસ્ટ 1958 (ઉર્મિ કાવ્યા)
  • ➽          In the arid dark space (વરાન ના કારણે શ્યામ આભમાં) (અનુવાદ પણ પોતેજ કર્યું છે)
  • ➽          એપ્રેમ ને શું કરવો, નવ પીગળે જે. (સોનેટ)
  • ➽          સદા રાત્રે જ્યાં હું બીડું છુ ઘરના દ્રારા (શિખરની- ગજલ)
  • ➽          અષાઢે તણખલું ના તોડીએ જી, એ જી એ તો ફૂટતું ઘાસ (ઊર્મિ કાવ્ય, ગીત)
  • ➽          આંસુ લઘુતમ સ્વરૂપ સમુદ્ર કેરું (સોનેટ – વસંતતિલકા)
  • ➽          આછા આછા ભાંગતી રાતના ગાળે (ગીત)
  • ➽          આ તરફ ઉન્મત્ત ધ્વજ ફરકાવતું સરઘસ જતું
  • ➽          વિનવું : એટલા દૂર ના જાઓ, કે પછી ક્યારેય યાદ ના આવો (ગીત)
  • ➽          છાતી ખોલી ને જોયું, મહીં ખીલા હતા (ગજલ)
  • ➽          ઊચકો, ઉઠાવાની છે, જામ લ્યો, લ્યો જવાની છે. (ગજલ)
  • ➽          આવી જ એક ક્ષણ હોય, સામે અષાઢધન હોય. (ગજલ)
  • ➽          થૈ ગઈ છે પીડ પર્વતશી –પીગળવી જોઈએ (દુષિયત કુમાર –વિશ્વ કવિતા) (ગજલ)
  • ➽          તારા દૂર દૂરના પ્રવાસે નીકળ્યો હતો હે પૃથ્વી !
  • ➽          તારું બધુ સરસ, તો સરસને જ પી ગયો, (ગજલ)
  • ➽          વગર ચાલ્યે જ, શય્યામાં જ જાણે પગ ભાંગ્યા છે (ગજલ)
  • ➽          બાઈ રે, તારા ભાગ્ય મહાબળવાન (ગીત- ભક્તિ પદ)
  • ➽          ખૂબ વધાઈ... નવ વર્ષ... સૌનું વીતે સરસ.... (ગજલ)
  • ➽          આપણું પ્રાતના તાપમાં ચાલવું (ગીત)
  • ➽          પ્રીત તો બે જ પ્રકારે વરતે (ગીત)
  • ➽          પ્રેમનું તો એમ છે, ભાઈ! એ તો મળે, ના યે મળે (ગીત)
  • ➽          તમે તો આખું યે ગગન મુજને દૈમફતમાં (શિખરની-સોનેટ)
  • ➽          રજાઓ દિવાળી તણી થઈ પૂરી (સોનેટ)
  • ➽          તમે તે પ્રત્યુષે પરવરી ગયા નાથ ! (સોનેટ)
  • ➽          મન મને તબ અજયો
  • ➽          મધુર નમણા ચહેરા
  • ➽          અરે, આ વેળા તો અનુભવ થયો અદભૂત નવો  (હું મુજ પિતા)

અન્ય માહિતી :
  • ➽          કવિ, વિવેચક,આત્મલેખન, તરીકે પ્રસિદ્ધિ મેળવી છે.
  • ➽          તેમણે પ્રાથમિક વિધ્યાભ્યાસ પહેલા મહેસાણા-સિધ્ધપુરમાં લીધું પછી માધ્યમિક શિક્ષણ ડભોઇમાં તેમજ ઉચ્ચશિક્ષણ વડોદરામાં લીધું હતું, 1942 માં મ.સ.(મહારાજા સયાજીરાવ) યુનિવર્સિટીમાથી મુખ્ય વિષય સંસ્કૃત સાથે બી.એ. 1945 માં એ જ યુનિવર્સિટીમાથી મુખ્ય વિષય ગુજરાતીમાં એમ. એ. 1942-46 દરમિયાન વડોદરાની રોઝરી હાઇસ્કૂલમાં શિક્ષક રહ્યા
  • ➽          1947 થી 1957 સુધી ગરડા કોલેજ, નવસારીમાં તથા 1957 થી જે.પી. શ્રોફ આર્ટ્સ કોલેજ વલસાડમાં આધ્યાપક રહ્યા તથા 1958 થી 1980 સુધી આચાર્ય રહ્યા
  • ➽        1979 માં ગુજરાતીનો અધ્યાપક સંઘ ના પ્રમુખ રહ્યા
  • ➽          વલસાડ ની કોલેજ માં આચાર્ય પડે રહી નિવૃત થાય હતા.
  • ➽          સ્વાતાંત્ર્યોત્તર ગુજરાતી કવિતા ક્ષેત્રે પ્રદાન કરનાર વિશિષ્ટ કવિઓમાં તેમનું સ્થાન મહત્વનું છે,
  • ➽          પ્રકૃતિ, સંસ્કૃતિ તેમહ પ્રેમના કવિ છે.
  • ➽          ભાવના તેમજ ચિંતન તેમના સોનેટ તેમના કવિના લક્ષણો છે.
  • ➽          સમસ્ત કવિતા એ 1955 થી 1995 સુધીની તેમની કવિતાનો સંચય છે
  • ➽          તેઓ એમ.એ. કરી ને વલસાડ આર્ટ્સ કોલેજમાં આચાર્ય રહ્યા હતા