ઈશ્વર પેટલીકર

ISHWAR PETLIKAR





🌹ઈશ્વર પેટલીકર🌹


જન્મ : 09-05-1916  (પેટલી)

અવસાન : 22-10-1983

વતન : પેટલાદ તાલુકાનાં પેટલી ગામ

મૂળ નામ : શ્રી ઈશ્વરભાઈ મોતીભાઈ પેટલીકર (પટેલ)

ઉપનામ : નારાયણ, પરિરાજક

કૃતિઓ :

          નવલકથાઓ :
  •                    જનમટીપ (ઈશ્વર પેટલીકર ની પ્રથમ નવલકથા (પાત્રો-ભીમો અને ચાંદા))
  •                    મારી હૈયાસગડી (ભાગ-1,2)
  •                    ભવસાગર (પાત્રો-સુરજ)
  •                    ધરતી નો અવતાર
  •                    પ્રેમ પંથ
  •                    પંખીનો મેળો
  •                    પાતાળ કૂવો
  •                    કાજળની કોટડી
  •                    કંકુ ને કન્યા
  •                    તરુણા ઓથે ડુંગર
  •                    યુગ ના એંધાણ
  •                    ઋણાનુબંધ
  •                    લાક્ષાગૃહ
  •                    જૂજવા રૂપ
  •                    સેતુબંધ
  •                    અભિજાત                  

          નવલિકા :
  •                    તાણાવાણા
  •                    પટલાઈના પેચ
  •                    અભિસારિકા
  •                    કઠપૂતળી
  •                    દિલનું દર્દ
  •                    ગૃહત્યાગ
  •                    મધુરા સ્વપ્ના
  •                     ચતુર મુખી
  •                    પારસમણિ
  •                    ચિનગારી
  •                    આકાશગંગા

          રેખાચિત્રો(ચરિત્ર) :
  •                    ગામચિત્રો
  •                    ધૂપસળી
  •                    ગોમતીઘાટ
  •                    વિધ્યાનગરના વિશ્વકર્મા

          નિબંધ :
  •                    જીવનદીપ
  •                    લોકસાગરને તીરે તીરે
  •                    સંસકારનું સૌંદર્ય
  •                    સંસાળ ના વમળ
  •                    નવદંપતી
  •                    રામાયણ દર્શન
  •                    મહાભારત દર્શન
  •                    ગીતા દર્શન
  •                    સુદર્શન
  •                    મંગલ કામના
  • ➽                   સંસ્કારધન
  •                    અમ્રુતમાર્ગ

          ટૂકીવાર્તાઓ :
  •                    કાશીનું કરવત
  •                    લોહીની સગાઈ (પાત્રો- અમરત કાકી, મંગું)
  •                    માનતા

સન્માન :

  •           રણજિતરામ સુવર્ણચંદ્રક- 1961

                  
અન્ય માહિતી :
  •           તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પેટલી, મલાતાજ, અને સોજીત્રા માં થયું હતું
  •           1935 માં મેટ્રિક ની પરીક્ષા આપ્યા બાદ તેમણે વડોદરાની પુરુષ અધ્યાપન શાળામાં તાલીમ લઈ 1938 માં ઉતમ પદવી મેળવી
  •           1947 સુધી નેદર અને સાણીયાદની શાળા માં શિક્ષણકાર્ય અને ત્યાથી સાહિત્યસર્જન નો આરંભ કર્યો
  •           આણંદથી પ્રકાશિત થતાં પાટીદાર અને આર્યપ્રકાશ નું સંપાદન તથા લગ્નસહાકાય કેન્દ્રનું સંચાલન કર્યું
  •           તેમણે લોકનાદ, ગુજરાત સમાચાર, સંદેશ, સ્ત્રી, નિરીક્ષક વગેરે પત્રો-સામયિકોમાં સામાજિક અને રાજકીય વિષયો ઉપર નિયમિત કટારલેખન કર્યું  

  •           સમાજના અને રાજકારણના પ્રશ્નોની નિડરતાથી અને વિવેકપૂર્વક છણાવટ કરનાર પત્રકાર તરીકે તેઓ જાણીતા હતા.
  •           નવલકથા અને ટૂકીવાર્તાના લેખક તરીકે તેઓની સારી ખ્યાતિ છે
  •           પાત્રોના મનોભાવને સહજ સુજથી આલેખતા જઇને તેઓ સમાજજીવનના માર્મિક પ્રશ્નોને કુશળતાથી કથાઓ માં ગુથે છે
  •           તેમણે કેટલાક સરસ રેખા ચિત્રો અને સાંસારિક અને સામાજજીવન ની સમસ્યાઓની છણાવટ કરતાં પુસ્તકો પણ લખ્યા છે