જોસેફ  મેકવાન
JOSEPH MACWAN


🌹જોસેફ  મેકવાન🌹


જન્મ : 6-10-1936 (ખેડા જિલ્લાના ત્રણોલ ગામમાં)

અવસાન : 28-03-2010 (અમદાવાદ)

વતન : આણંદ પાસેનું ઓડ ગામ

મૂળ નામ : જોસેફ ઇગ્નાસ મેકવાન

          પિતા : ઇગ્નાસ ( ડાહ્યા ભાઈ)
          માતા : હીરાબેન
          પત્ની : રેગિના (લગ્ન -1955)

કૃતિઓ :

          નવલકથાઓ :
  • ➥                   આંગળિયાત
  • ➥                   લક્ષ્મણની અગ્નિપરીક્ષા
  • ➥                   મારી પરણેતર
  • ➥                   બીજ ત્રીજના તેજ
  • ➥                   દરિયા
  • ➥                   મનખાની મિરાત
  • ➥                   આજન્મ અપરાધી
  • ➥                   દાદા નો દેશ
  • ➥                   માવતર
  • ➥                   અમર ચાંદલો
  • ➥                   ભીની માટી ના કોરા મન
  • ➥                   સંગવટો
  • ➥                 अपनों पारस आप

          ચરિત્રગ્રંથ-નિબંધ લેખનો
  • ➥                   વ્યથાના વીતક
  • ➥                   વ્હાલના વલખાં
  • ➥                   પ્રીત પ્રમાણી પગલે પગલે
  • ➥                   જનમ જલાં
  • ➥                   મારી ભિલ્લુ
  • ➥                   વ્યતીતની વાટે
  • ➥                   જીવતરના નટારંગ
  • ➥                   માણસ હોવા ની યંત્રણા
  • ➥                   न ये चांद होगा
  • ➥                રામના રખોપા
  • ➥                   લખ્યા લલાટે લેખ

          વાર્તાસંગ્રહ :
  • ➥                   સાધનાની આરાધના
  • ➥                   પન્ના ભાભી
  • ➥                   આગળો
  • ➥                   ફરી આંબા મ્હોરે
  • ➥                   આર્કિડના ફૂલ

          નિબંધ :
  • ➥                   વ્યતીતની વાટે
  • ➥                   પગલાં પ્રભુના
  • ➥                   સંસ્કારની વાવેતર

          સંપાદન :
  • ➥                   અમર સંવેદન કથાઓ
  • ➥                   અનામતની આંધી
  • ➥                   અરવિંદ સૌરભ
  • ➥                   એક દિવંગત આત્માની જીવન સૌરભ

          અહેવાલો
  • ➥                   ભાલના ભોમ ભીતર
  • ➥                   ઉઘડિયો ઉઘાડ અને આવી વરાપ
  • ➥                   વહેલી પરોઢ નું વલોણું

          લેખો અને વિવેચન :
  • ➥                   વાટના વિસામાં (લેખ સંગ્રહ)
  • ➥                   પ્રાગડના દોર (સમીક્ષાત્મક લેખો)

         

સન્માન :

  • ➥          ભારતીય સાહિત્ય અકાદમી એવોર્ડ -1989
  • ➥          દર્શક એવોર્ડ
  • ➥          ક. માં. મુનશી સુવર્ણચંદ્રક -1987
  • ➥          ગુજરાત સાહિત્ય અકાદમીના ત્રણ પુરસ્કાર
  • ➥          ગુજરાત સાહિત્ય પરિષદ ના બે પુરસ્કાર -1985
  • ➥          આંબેડકર એવોર્ડ – 1989

અન્ય માહિતી :

  • ➥          નવલકથાકાર, વાર્તાકાર, નિબંધકાર, અને ચરિત્રકાર તરીકે પ્રસિદ્ધિ મેળવી છે
  • ➥          તેમણે બી.એ.; બી.એડ. કરેલું છે
  • ➥          1960 પછી લખતા થયેલા કેટલાક પ્રયોગશીલ નવસર્જકોમાં જોસેફ મેકવાનનું સ્થાન મોખરે હતું
  • ➥          પછાત ગણયેલા પ્રજાજીવનની સંવેદના-વ્યથાને જોસેફ ની કલાદ્દ્રષ્ટિનો લાભ મળ્યો છે
  • ➥          ચરોતરની લોકબોલી ભાષાની છાંટ એમની ગદ્યકૃતિઓને વધારે રૂચિકર  તેમજ હ્રદયંગમ બનાવે છે
  • ➥          વ્યક્તિના સંબંધોના આલેખનોની આપના સાહિત્યમાં નવાઈ નથી, પણ એને કલાત્મક સાહિત્ય રસમયથી સજીવન બનાવનાર જોસેફ મેકવવાન સર્જન તરીકે નોધપાત્ર વિશેષતા છે
  • ➥          સર્વ પ્રથમ મૌલિક પ્રકાસન ગેંગડિયા
  • ➥          આંગળિયાત નો ડો. રીટા કોઠારીએ step child નામે અંગ્રેજીમાં કરેલો અનુવાદ ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસ દ્રારા પ્રકાસિત પ્રથમ ગુજરાતી નવલકથા
  • ➥          વ્યથાના વીતકનો નેશનલ બૂક ટ્રસ્ટ, નવી દિલ્હી દ્રારા અંગ્રેજી અને 11 ભારતીય ભાષા માં અનુવાદ થયું છે
  • ➥          જોસેફ મેકવાન ના 10000 પુસ્તકો નું 1000 પુસ્તકાલયોને દાતા શ્રી જયંતિભાઈ હ. દેસાઇ તરફ થી વિના મૂલ્યે ભેટ આપવાની ઐતિહાસિક ઘટના બનેલી છે
  • ➥          ઘંટી ના હિન્દી, તેલુગુ, બંગાળી, પંજાબી અને સિંધી ભાષામાં અનુવાદ થયા છે