DULA BHAYA KAG (BHAGAT BAPU) |
🌹 દુલા કાગ (ભગત બાપુ) 🌹
જન્મ : 25-11-1902 (મજાદર ગામ, રાજુલા તાલુકો, અમરેલી જિલ્લો મહુવા પાસે)
અવસાન : 22-02-1977
પિતા : ભાયા ઝાલા કાગ
માતા : ધનબાઈ
અભ્યાસ : પાંચ ધોરણ સુશી
વ્યવસાય : ખેડૂત અને ગોપાલક, લોકસહિય અને આકાશવાણી માં સેવા આપી
કૃતિઓ :
- ➽ ચંદ્રબાવની
- ➽ સોરઠ બાવની
- ➽ ગુરૂમહિમા
- ➽ કાગવાણી ભાગ 1 થી 7
- ➽ વિનોબા બાવની
- ➽ તો ઘર જસે, જશે ધરમ
- ➽ શક્તિચાલીશા
સન્માન :
- ➽ 1962 માં તેમણે પદ્મશ્રી પુરસ્કાર થી સન્માનીત કરવા માં આવ્યા હતા
- ➽ 25 નવેમ્બર 2004ના રોજ ભારત સરકારના ટપાલ વિભાગ તરફથી તેમના માનમાં 5 રૂપિયા ની ટિકિટ બહાર પાડવામાં આવી હતી
કાવ્ય પંક્તિ :
- ➽ તારા આંગણિયા પૂછી ને જે કોઈ આવે રે.., આવકારો મીઠો આપજે રે જી..
- ➽ પગ મુને ધોવા દ્યો રઘુરાય
- ➽ વડલો કહે મારી વનરાયુ સળગી ને, છોડી દિયો ને જૂના માળા
- ➽ અમે નિસરણી બનીને દુનિયામાં ઊભા રે.., ચડનાર કોઈ ના મળ્યા હો જી...
- ➽ સો સો વાતું જાણનારો ગાંધીડો મારો ઝાજી વાટું નો ઝીલનારો
- ➽ માતા જાય મર્યે, કેમ વિસારીએ, કાગડા?
અન્ય માહિતી :
- ➽ લોકસાહિત્ય સંશોધનમાં ઝવેરચંદ મેઘાણી ને મદદ કરનાર., ચારણ કવિ દુલાભાઈ કાગની રચના મુખ્યત્વે બે પ્રકારની છે, ચારણ છાંટવાળી ગુયાજરતી ભાષામાં રચાયેલી અને બીજી તે વ્રજ હિન્દી ભાષામાં રચાયેલી
- ➽ એમનું સમગ્ર કાવ્યસર્જન સાત ભાગમાં પ્રકાસિત થયું છે
- ➽ એમની રચનાઓ બોધ્ધપ્રધાન તેમજ ઉદબોધનાત્મક હોય છે, એમાં સરળ બાની સાથે ગહન ભાવો તેમજ ભાવની સચ્ચાઈભરી અભિવ્યક્તિ જોવા મળે છે.
- ➽ કંઠ, કહેણી અને કવિતા તેમણે વરેલા હતા, ગુજરાતી લોકસાહિત્યને એમને બળને પુષ્ટિ આપ્યા છે, બીજી બાજુ ચારણી-પરંપરાને જીવતા રાખ્યા છે.
- ➽ વારસામાં મળેલ ચારણી- બાની લોકવાણીને, વર્તમાનયુગને અનુરૂપ રચનાઓમા વનિયોગ કરીને એમને જાતે સર્જી દીધી હતી
- ➽ ચારણી સાહિત્ય નું જતન કર્યું, ચારણી લોકસાહિત્ય ની છાંટવાળી એમની કૃતિઓ પદ, ભજન, પ્રાર્થના, દુહા, મુક્તક,સોરાઠા જેના અનેક સ્વરૂપ માં સચવયેલી છે
- ➽ તેમણે કૌટુંબિક વ્યવસાય ખેતી માં જોડાયા અને તેમણે તેમની જમીન વિનોબા ભાવેના ભૂદાન આંદોલનમાં અર્પી દીધી હતી
- ➽ કવિ કાગ ઉપર ગાંધીજી એ ઊંડી છાપ છોડી હતી જ્યારે માત્ર ધોતી પહેરી બ્રિટનનાં શાહી મહેલમાં ગયા હતા ત્યારે તેની ખૂબ ચર્ચા થઈ, તેના વિષે કગે લખ્યું હતુ કે “અધઢાંક્યો ઊભો જઈ સમ્રાટોના મ્હેલે, પગ રોફી અંગદ સમાન વાણિયો.”
0 Comments
Post a Comment