SUNDARAM-TRIBHUVANDAS LUHAR |
🌹સુન્દરમ્ – ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર🌹
જન્મ : 22-03-1908 (ભરુચ જિલ્લા ના આમોદ તાલુકા ના મીંયામાતર)
અવસાન : 13-01-1991 (પૉંડિચેરી)
મૂળ નામ : ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર
ઉપનામ : સુન્દરમ્, મરીચિ, વિશ્વાકર્મા, ત્રિશુળ
વતન : ભરુચ જિલ્લા નું મિયાંમાતર
પિતા : પુરશોત્તમદાસ કેશવદાસ લુહાર
માતા : પૂજમબહેન
પત્ની : મંગલા બહેન
કૃતિ :
કાવ્યસંગ્રહ :
- ➥ કાવ્યમંગલા- 1933
- ➥ કોયા ભગતની કડવી વાણી -1933 (પહેલો કાવ્યસંગ્રહ)
- ➥ ગરબીના ગીતો-1933
- ➥ વસુધા- 1939
- ➥ રંગરંગ વાદળિયાં (બાલ કાવ્ય) – 1939
- ➥ યાત્રા-1951 (મહર્ષિ અરવિંદ ની ફિલોસોફી થી પ્રભવિત હતો)
- ➥ વરદા
- ➥ મુદિતા
- ➥ ઉત્કંઠા
વાર્તાસંગ્રહ :
- ➥ હીરાકણી અને બીજી વાતો !- 1938
- ➥ ખોલકી અને નાગરિકા- 1939
- ➥ પિયાસી-1940
- ➥ ઉન્નયન-1945
- ➥ તરિણી- 1978
- ➥ પાવકના પંથે-1978
વિવેચન સંગ્રહ :
- ➥ અર્વાચીન કવિતા -1946 (ઇતિહાસ ગ્રંથ) (તેમનો 1845 થી 1930 સુધીની ગુજરાતી કવિતા નું વિવેચન)
- ➥ અવલોકના-1965
- ➥ સમર્ચના- 1978 (નિબંધ)
- ➥ સાહિત્યચિંતન-1978
પ્રવાસગ્રંથ :
- ➥ દક્ષિણાયન -1941
નવલકથા :
- ➥ પાવકના પંથે- 1978
ચરિત્રસંગ્રહ :
- ➥ શ્રી અરવિંદ મહયોગી-1950
નિબંધ :
- ➥ ચિદંબરા -1968
- ➥ સા વિદ્યા-1978
નાટ્યસંગ્રહ :
- ➥ વાસંતી પુર્ણિમા- 1977 (એકાંકી)
અનુવાદ :
આશ્રમ જીવન પહેલા-
- ➥ ભગવડજ્જુકીયમ
- ➥ મૃચ્છકટિકમ
- ➥ કાયાપલટ
- ➥ પરબ્રહ્મ
શ્રી અરવિંદ ઘોષ –
- ➥ મહાકાવ્ય ‘સાવિત્રી’
- ➥ ઉતરપાડા વ્યખાયાન
- ➥ યોગ અને તેનું લક્ષ્ય
- ➥ પૂર્ણ યોગનું તત્વ જ્ઞાન
- ➥ સ્વપ્ન અને છાયા ઘડી
- ➥ વિદેહીના વાર્તાલાપો
માતાજી :
- ➥ ભાવિ તરફ
- ➥ ચાર તપાસિયાઓ અને ચાર મુક્તિ
- ➥ સુંદર કથાઓ
- ➥ અતિ માનસ
- ➥ આદર્શ બાળક
સન્માન :
- ➥ 1934- રણજીતરામ સુવર્ણચંદ્રક (‘કાવ્ય મંગલા’ માટે)
- ➥ 1946- મહિડા પારિતોષિક
- ➥ 1955- નર્મદ સુવર્ણચંદ્રક (કવિતા સંગ્રહ ‘યાત્રા’ માટે)
- ➥ 1968- સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર
- ➥ 1987- ગુજરાતી સાહિત્ય અકાદમી નું સન્માન (‘અવલોકના’ માટે)
- ➥ 1985- ભારતના રાષ્ટ્રપતિ ના હસ્તે “પદ્મભૂષણ” આપવામાં આવ્યો હતો
- ➥ 1990 - તેમજ સરકાર તરફથી રૂપિયા એક લાખનો “શ્રી નરસિંહ મહેતા એવોર્ડ “પણ અર્પણ કરવા માં આવ્યો હતો
કાવ્ય પંક્તિ :
- ➥ હું માનવી માનવ થાવ તો ઘણું
- ➥ એક કણ રે આપો, આખો મણ નહીં માંગુ.
- ➥ મારી બંસીમાં બોલ બે વગાડી તું જા, મારી વીણાની વાણી જગાડી તું જા.(ગીત)
- ➥ શબરીએ બોર કદી ચાખ્યાતા ક્યાં?
- ➥ વાળી ઝૂડી મે મંદિર સાફ કર્યા, બારી-બારણે તોરણ ફૂલ ભર્યા.
- ➥ પૃથ્વી ઉછંગે ઉછરેલી માનવી હું માનવી
થાવ તો ઘણું.
- ➥ અહો ગાંધી ! સાધી સફર સહસા આમ અકળી (ઉર્મિકાવ્ય)
- ➥ નિશા સહ સુયોજ્યુ મે મિલન; ખીંણ પાતાળમાં (મહર્ષિઅરવિંદ નું અનુવાદ) (સોનેટ)
- ➥ કાહેકો રતિયા બનાઈ ! (ગીત)
- ➥ બાંધ ગઠરીયા મૈં તો ચલી (ભક્તિપદ)
- ➥ પટે પૃથ્વી કેરે ઉદયયુગ પામ્યો બળતણો (સોનેટ)
- ➥ તને મે ઝાંખી છે યુગો થી ધીખેલા પ્રખર સહરાની તરસથી (ઉર્મિકાવ્ય)
- ➥ તે રમ્ય રાત્રે ને રાત્રિથિયે રામણીએ ગાત્રે (ઉર્મિકાવ્ય)
- ➥ દરિયાને તીરે એક રેતીની ઓટલી ઊચી અટુલી અમે બાંધી જી રે (બાલ કાવ્ય)
- ➥ ત્યહી નગર દેવને, લઘુક મંદિરે રાજતિ(મહર્ષિઅરવિંદ નું અનુવાદ) (સોનેટ)
- ➥ આ પ્રેમ, કેમ આવે છે એ (ગીત)
- ➥ રજાના દરબારમાં રસિકડીમે બિન છેડી (ઉર્મિકાવ્ય)
- ➥ બેઠી બિસ્તરબાંધવા પ્રિય તણો, લઈ ત્યાં પ્રવાસે જવા(ગીત)
- ➥ બેન બેઠી ગોખમાં, ચાંદો આવ્યો ચોકમાં (બાળકાવ્ય)
- ➥ મળ્યા વિરહના અનેક કપરા દિનોની (ઊર્મિકાવ્ય)
- ➥ મેરે પ્રિય મે કુછના જાનુ, મૈતો ચુપચુપ ચાહ રહી (ગીત)
- ➥ હા રે અમે ગ્યાં’તા હો રંગને ઓવારે, કે તેજ ના ફુવારે, અનંતના આરે રંગ રંગ વાદળી (બાળ કાવ્ય)
- ➥ સલામ, ધરતી-ઉરેની મુજ છેલ્લી હે મંજિલ (સોનેટ)
- ➥ ઉચ્છવાસે નિશ્વાસ મારી એકજ રટના હો (શેર)
- ➥ પુષ્પ તણી પાંદડીએ બેસી હસતું કોણ ચિરંતન હાસ (ગીત)
- ➥ ઘણું ઘણું ભાંગ્વું ઘન ઉઠાવ, મારી ભુજા! (ગીત)
- ➥ ઢૂંઢ ઢૂંઢ તોહે હો ગઈ રતિયા રો રો કર મોરિ થક ગઈ મતિયા( ભક્તિ પદ)
- ➥ મને ફાગણનું એક ફૂલ આપો કે લાલ મોરા કેસુડો કામણગારો જી લોલ (ગીત)
- ➥ નમું તને, પથ્થરને? નહીં, નહીં.(સોનેટ)
- ➥ અહોહો ઝનઝન ભવ્ય સતાર! (ગીત)
- ➥ હું ચાહું છું સુંદર ચીજ સૃષ્ટિની(અછાંદસ)
- ➥ ઝાંઝર અલકમલક થી આવ્યું રે
- ➥ પલક પલક મોરિ આંખ નિહાળે
- ➥ એક સવારે આવી મુજ ને કોણ ગયું ઝબકાવી?
- ➥ રીમઝિમ રીમઝીમ રીમઝીમ રીમઝીમ બદલ બરસે, રીમઝીમ બદલ બરસે.
- ➥ સુરજ દાદાને મારા કહેજોજી રામરામ (બાળકાવ્ય)
- ➥ પ્રભુ, મારી અંધારી રાત્યુ એનઆર દેજે તારલા જી, મારી આંજવાળી રાતડીને ચાંદ, (ત્રિપદી)
- ➥ મંજરીએ મંજરીએ મીઠું મ્હોરેલું, કોકોલા ના કંઠે ફોરેલું........... હો ગીત કોણ ગાતું ઘેલું (મુક્તક)
- ➥ હું તો પૂછું કે મોરલાની પીંછીમા આ રંગરંગ વળી ટીલડી કોને મઢી?
અન્ય માહિતી :
- ➥ તેઓ એ કવિ, વાર્તાકાર, વિવેચક, તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરી છે
- ➥ શરૂઆત માં અભ્યાસ(પ્રાથમિક-મીંયામાતરમાં સાત ધોરણ સુધી) (માધ્યમિક આમોદ તથા ભરુચ) અને વ્યવસાય માટે અમદાવાદ માં રહેલા
- ➥ એક વર્ષ ભરૂચની છોટુંભાઈ પુરાણીની રાષ્ટ્રીય ન્યુ ઇંગ્લિશ આમોદની શાળામાં અભ્યાસ કર્યો
- ➥ 1925-29 ગુજરાત વિધ્યાપીઠના સ્નાતક “ભાષાવિષારદ”
- ➥ 1929- સોનગઢ ગુરૂકુળમાં અદ્યાપક
- ➥ તેમણે ભારતની સ્વતંત્રતાની ચરવર માં ભાગ લીધો હતો અને થોડા
સમય જેલ માં રહ્યા
- ➥ 1934- અમદાવાદ માં સ્ત્રી કલ્યાણ માટે કામ કરતી સંસ્થા જ્યોતિસંઘમાં શિક્ષક
- ➥ ભરૂચમાં સુપ્રસિદ્ધ વિવેચક વિશ્વનાથ મગનલાલ ભટ્ટના વિદ્યાર્થી રહ્યા હતા
- ➥ ‘સાબરમતી’ના તંત્રી
- ➥ 1969(ડિસેમ્બર) – જુનાગઢ ખાતે ભરાયેલી ગુજરાતી સાહિત્ય પરિષદના 25 માં અધિવેશનના પ્રમુખ
અને ગુજરાતી
સાહિત્યના વીસ માં અધિવેશનમાં સાહિત્ય વિભાગ ના પ્રમુખ તરીકે સેવા આપી હતી
- ➥ 1974 માં આફ્રિકા,ઝાંબિયા,કેનીયા,મોરેશયસનો પ્રવાસ કર્યો
- ➥ 1975 માં સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભવિદ્યાનગર તરફથી ડોકટર એવા લિટરેચર ની માનદ પદવી મેળવી
- ➥ 1945 થી અવસાન સુધી(સહ કુટુંબ) યોગસાધના માટે પૉંડિચેરી ના અરવિંદાશ્રમમાં રહેલા હતા
- ➥ 1967 થી ઓમપુરીની નગરરચના માં કાર્યરિત રહ્યા
- ➥ અરવિંદ આશ્રમ પૉંડિચેરીના ગુજરાતી ત્રિમાસિક “દક્ષિણા” ના તંત્રી અને પ્રકાશક રહ્યાં અને બાલદક્ષિણા નું સંપાદન કર્યું હતું.
- ➥ યુવાન વયમાં સાવ નાસ્તિક એવા કોયા ભગતની કડવી વાણી (હવે હારી વૈકુંઠ નહીં જાઓ) થી શરૂઆત થયેલી અને મધ્યમાં થોડી શ્રદ્ધાયુક્ત બનેલી (અને નમું, પત્થરને ય હું નમું -1939) જીવનયાત્રા શ્રદ્ધા થી છલકાતી યોગ્ય વ્યક્તિની કેવળ પુંજમાં (શ્રી અરવિંદ! શ્રી અરવિંદ! હ્રદય હ્રદય, શ્રી અરવિંદ-1967) સમર્પિત થઈ
- ➥ ગાંધી યુગ ના પ્રમુખ કવિ ટૂકીવાર્તા
ક્ષેત્રે પણ એમનું યોગદાન નોંધપાત્ર રહેલું છે, ફિલોસૂફ અને સાધક રહ્યા છે.
- ➥ વિવેચન, નાટક, નિબંધ,અનુવાદન અને પ્રવાસ ક્ષેત્રે પણ એમેને કાર્ય કર્યું છે
- ➥ પ્રકૃતિ અને પરમતત્વની આરાધના એમની કવિતામાં કેન્દ્ર સ્થાને છે
- ➥ ‘હીરાકણી ને બીજી વાતો’-1938 માં 1931માં લખાયેલી ‘લુટારા’ નામની પહેલી વાર્તા ઉપરાંત ‘ગોપી’,’પુનમડી’,’આ નસીબ’,’ગટ્ટી’,’ભીમજીભાઇ’,’મિલનની રાત’,’હીરાકણી’ એમ કુલ આઠ વાર્તાઓ છે.
- ➥ તમને 1926 માં ‘સાબરમતી’ સામાયિકમાં ઉપનામો મોરીચી અન એ એકાંશ દે થી કવિતા લખવાની શરૂઆત કરી, ત્યાર બાદ તેમણે વિશ્વાકર્મા ઉપનામ અપનાવ્યું, ત્રિશુળ ઉપનામ થી તેમણે ટૂંકીવાર્તાઑ નો સંગ્રહ પ્રગટ કર્યો, તેમણે તેમની કવિતા બાર્ડોલીન 1928 માં સુંદરમ્ ઉપનામ થી લખ્યું અને પછી તે જીવનભર તે અપનાવ્યું.
- ➥ તેમણે અનેક સંસ્કૃત,હિન્દી અને અંગ્રેજી સાહિત્ય સર્જનનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે, તેમાં ભગવદજ્જુકીયમ્-1940, મૃચ્છકટિકા-1944, કાયાપલટ-1961,જનતા અને જન-1965, ઐસી હૈં જિંદગી અને અરવિંદના ધ મધર ના લાખનો નો સમાવેશ થાય છે.
- ➥ ‘માનવી માનવ થાવ તો ઘણું’ ની અનુભૂતિ સુંદરમ્ ની હતી
- ➥ પદવીદાન પ્રસંગે ગાંધીજીએ તારાગૌરી રોગ્યચંદ્રક પહેરાવેલો
- ➥ તેમની પહેલી હસ્તલિખિત કાવ્યકૃતિ ‘વડલાની ડાળ ઉપરના હીંચકા’ છે
- ➥ ‘ધ્રુવયાત્રા’ ધ્રુવચિત્ત’ અને ‘ધ્રુવપદે’ કાવ્યસંગ્રહ સુંદરમ્ ના છે
- ➥ ‘લોકલીલા’,‘પ્લ્લવિતા’, ‘અગમ નિગમ’, ‘વરદા’, ‘મુદિતા’, ‘અનાગતા’ કાવ્યસંગ્રહ સુંદરમ્ ના છે
- ➥ ‘ભંગડી’, ‘હરિને વિદાય’ અને ‘ત્રણ પાડોસી’ કાવ્યો ‘કોયા ભગતની કડવી વાણી’ કાવ્યસંગ્રહ માં મળી આવે છે
- ➥ ‘બુદ્ધના ચક્ષુ’, ‘બાનો ફોટોગ્રાફ’ અને ‘માનવી માનવ’ જેવા કાવ્યો સુંદરમ્ ના ‘કાવ્યમંગલા’ કાવ્યસંગ્રહ માંથી પ્રાપ્ત થાય છે
- ➥ '13-7ની લોકલ’ કાવ્ય સુંદરમ્ નું કાવ્ય રચના છે
- ➥ સુંદરમ્ નું વાર્તાલેખનની શરૂઆત ‘લુટારા’ વાર્તા થી થયું હતું
- ➥ ‘માને ખોળે’, ‘માજા વેલાનું મૃત્યુ’, ‘કુસુમ્બી સાડી’ જેવી ઉતમ વાર્તા સુંદરમ્ એ આપેલી છે
0 Comments
Post a Comment