CHANDRAVADAN MAHETA |
🌹ચંદ્રવદન મહેતા (ચં.ચી. મહેતા)🌹
જન્મ : 06-04-1901 (સુરત)
અવસાન : 08-05-1991 (વડોદરા)
વતન : સુરત
મૂળ નામ : શ્રી ચંદ્રવદન ચીમનલાલ મહેતા
કૃતિઓ :
નાટકો :
- ➽ આગગાડી-1933 (કરુણાત્મ્ક નાટક)
- ➽ ધરાગુર્જરી-1968
- ➽ મૂંગી સ્ત્રી-1927
- ➽ રમકડાંની દુકાન-1934
- ➽ નાગા બાવા-1937
- ➽ પ્રેમનું મોતી અને બીજા નાટકો-1937
- ➽ સીતા-1943
- ➽ શિખરણી-1946
- ➽ કરોળિયાનું જાળું-1961
- ➽ પાંજરાપોળ -1947
- ➽ અખો-1927 (ચરિત્ર નાટક)
- ➽ નર્મદ (ચરિત્ર નાટક)
- ➽ અખો વરવહુ અને બીજા નાટકો-1933
- ➽ મેના પોપટ અને હાથીઘોડા-1951
- ➽ રંગ ભંડાર-1953 (લઘુનાટક અને એકાંકી)
- ➽ સોના વાટકડી-1955
- ➽ માઝમરાત-1955
- ➽ મદિરા-1955 (ગ્રીક ટ્રેજડી મીડિયા નો અનુવાદ)
- ➽ કિશોર નાટકો ભાગ-1,2 -1956
- ➽ હોહોલિકા-1957
- ➽ કપૂરનો દીવો-1960 (ચરિત્ર નાટક)
- ➽ પરમ માહેશ્વર-1960
- ➽ સતી-1960
- ➽ શકુંતલા અથવા કન્યાવિદાય-1966
- ➽ અંદર અંદર -1969
- ➽ અબોલા રાણી-1972
- ➽ સંતાકૂકડી-1972 (બાળનાટક)
- ➽ ચંદ્રવદન મહેતાના પ્રતિનિધિ એકાંકીઓ-1974
- ➽ અંતર-બહિર્ગોળ અને બીજા નાટકો-1975
બાલનાટક :
- ➽ દેડકા ની પાંચ શેરી
કાવ્યો :
- ➽ ઇલાકાવ્યો-1933 (‘યમલ’નું પુનમુદ્રણ)(‘કાંચજંઘા’ની સોનેટમાલા સમેત કુલ પાંત્રીસ સોનેટ)
- ➽ યમલ-1926 (ચૌદ સોનેટનો સંચય છે)
- ➽ ચાંદરણા-1935 (બાલગીત સંગ્રહ છે)
- ➽ રતન-1937 (સળંગ પૃથ્વી છંદમાં 1636 પંક્તિનું કથાકાવ્ય છે) (બહેન રતનનો ત્યાગ અને મૃત્યુ)
- ➽ રુડો રબારી-1940 (કથાકાવ્ય)
- ➽ ચંદો રે શિખર રાજા રામના-1975 (એમના વીસ જેટલા પ્રતિનિધિ કાવ્ય છે)( જેમાં “ઑ ન્યુયોર્ક’, ‘કોલોક્વિલ ગુજરાતીમા કવિતા’ જેવી રચના છે
નવલકથા :
- ➽ ખમ્મા બાપુ-1950
- ➽ ડોન કિહોટે
- ➽ જીવતી પૂતળીઓ
નવલિકા :
- ➽ વાતચકરાવો-1967
- ➽ મંગલમયી-1975 (ત્રણ સત્ય કથાઓ સંચિત થયેલી છે)
ગઠરીયા: :
- ➽ બાંધ ગઠરીયા ભાગ-1,2 -1954 (આત્માકથા)
- ➽ છોડ ગઠરીયા-1956 (આત્માકથા)
- ➽ સફર ગઠરીયા-1956 (પ્રવાસ કૃતિ)
- ➽ નાટ્યગઠરીયા-1971 (પ્રવાસ કૃતિ)
- ➽ ભમીયે ગુજરાતને ન રેલપાટે ન વાટે-1962
- ➽ રંગગઠરીયા-1965
- ➽ રૂપગઠરીયા-1965
- ➽ અંતર ગઠરીયા-ભાગ-1,2 -1973
- ➽ ધ્રુવગઠરીયા-1976
- ➽ ગાંઠ બંધનિયા-1976
પ્રકિર્ણગ્રંથો :
- ➽ ભમીયે ગુજરાતે ન રેલપાટે ન વાટે-1962
- ➽ રેડિયો રૂપકો
- ➽ પ્રેમનો તંત
- ➽ નવભારતના ભાગ્યવિધાતા સરદાર વલ્લભભાઇના જીવન પર બાર રૂપકો
વિવેચન :
- ➽ કવિશ્રી ન્હાનાલાલના નાટકો અને “શાહનશાહ અકબરશાહ”ની રંગભૂમિ રજૂઆત-1959
- ➽ નાટક ભજવતા-1962
- ➽ યુરોપના દેશની નાટ્યસૃષ્ટિ-1974
- ➽ જાપાનનું થિયેટર-1975
- ➽ વાક્-1975
- ➽ લિરિક-1962
- ➽ લિરિક અને લગરીક-1965
- ➽ નાટ્યરંગ-1973
- ➽ અમેરિકન થિયેટર-1974
- ➽ એકાંકી: ક્યારે ક્યાં અને કેવા ઉપરાંત બીજા નાટ્યવિષયક લેખો-1975
સન્માન :
- ➽ 1936- રણજિતરામ સુવર્ણ ચંદ્રક
- ➽ 1942 – નર્મદ સુવર્ણ ચંદ્રક
- ➽ 1950 – કુમાર સુવર્ણ ચંદ્રક (અસ્વીકાર કર્યો)
- ➽ 1962 – ભારત સરકાર તરફથી પદ્મશ્રી પુરસ્કાર
- ➽ 1971 – ગુજરાતી સાહિત્ય અકાદમી પુરસ્કાર (પ્રવાસ ગ્રંથ ‘નાટ્યગઠરીયા’ માટે)
- ➽ 1971 – ભારતની સંગીત, નૃત્ય, અને નાટક અકાદમી પુરસ્કાર પણ મળ્યો હતો
- ➽ 1984 – સંગીત નાટક અકાદમીનું સર્વોચ્ચ સન્માન સંગીત નાટક અકાદમી ફેલ્લોશીપ મળ્યું હતું
- ➽ 1960 – યુનેસ્કો હેઠળની આંતરરાષ્ટ્રીય થિયેટર ઇન્સ્ટયુટની વિએના ખાતેની પરિષદમાં તેમણે 27 માર્ચને વિશ્વ નાટક દિવસ તરીકે ઉજવવાનો ઠરાવ પસાર કર્યો, તેમના પર રઘુવીર ચૌધરીએ ‘ત્રીજો પુરુષ’ નામનું નાટક લખ્યું છે
કાવ્ય પંક્તિ :
- ➽ ઇલા, દિવાળી! દિવડા કરીશું, તારા સર્યા વ્યોમ થકી અહી શું?
- ➽ પ્રભો! છંકારી દે સકળ ગ્રહ, તારા,ઉદધીમાં, અને સંકેલી લે ઘડીક મહી આ રાસ રમવા
- ➽ ભમો ભરતખંડમાં સકળ ભોમ ખૂંદી વળી, ધરાતલ ઘૂમો ક્યહી નહીં મળે રુડી ચોતરી
- ➽ પાંદડીશી હોડી રે હો, પાંદડીશી હોડી! જળમાં તરવા છોડી દે હો, પાંદડીશી હોડી
- ➽ ઇલા! કદી હોય સદા રજા જો, મૂકું ન આ ખેતરની મજા તો.
- ➽ ઇલા! કદી હોત હું દેવબાલ! તારા ભરી આપત એક થાળ.
- ➽ ઇલા! સ્મરે છે, અહી એક વેળા, આ ચોતરે આપણે બે રમેલા
અન્ય માહિતી :
- ➽ પ્રાથમિક શિક્ષણ વડોદરામાં અને મદ્યામિક શિક્ષણ સુરતમાં પૂર્ણ કર્યા બાદ 1919 માં મેટ્રિક થયા
- ➽ 1924- મુંબઈ એલ્ફિન્સ્ટન કોલેજ માથી ગુજરાતી વિષય સાથે બી. એ. થયા
- ➽ મુંબઈ માં તેઓ અભ્યાસકાળ થી જ સારા અભિનેતા તરીકે ખ્યાતિ પામેલા હતા
- ➽ એમને બારડોલી સત્યાગ્રહ માં ભાગ લીધો હતો
- ➽ 1928 ‘નવભારત’ ના સંપાદક રહ્યા
- ➽ 1933 થી 1936 ન્યુ એરા હાઇસ્કૂલમાં શિક્ષક રહ્યા
- ➽ 1838 માં મુંબઈ, 1954 અમદાવાદ , આકાશવાણી માં વિવિધ કેન્દ્ર માં સેવા(નિર્માતા, નિમાયક, અદ્યાપન) આપ્યા બાદ તેઓ વડોદરા માં વસતા હતા
- ➽ નિવૃત થયા બાદમહારાજા સાયાજીરાવ યુનિવર્સિટી અને ગુજરાત વિદ્યાપીઠના નાટકવિભાગ સાથે સંલગ્ન
- ➽ અનેક નાટકો લખી અને તેનું દિગ્દર્શન કરી એમને ગુજરાતમાં નાટક ની આંબોહવા જ્ન્માવી હતી
- ➽ 1978 માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા
- ➽ ફોર્બ્સ ગુજરટી સભાના પણ પ્રમુખ રહ્યા
- ➽ એમનું અંગ્રેજી પુસ્તક ‘બિબ્લિઓગ્રાફી ઓવ સ્ટેજેબલ પ્લેજ ઇન ઇન્ડિયન લેંગ્વેઝિસ-ભાગ-1-2’ (1964,196) નાટયસંશોધન ના ગ્રંથ છે, આ ગ્રંથ દ્વ્રારા યુરોપના નાટયક્ષેત્રે એમની પ્રસિદ્ધિ થઈ.
- ➽ ‘આગગાડી’નું અંગ્રેજી ભાષાંતર તેમણે પોતે ‘આર્યન રોડ’ તરીકે કર્યું
- ➽ ‘ઇલાકાવ્ય’(1933) માં ‘યમલ’નુ પુનમુદ્રણ અને ‘કંચનજંઘા’ ની સોનેટમાલા સામેલ કુલ પાંત્રીસ સોનેટ છે, (ઇલા કાવ્યમાં) ભાઈ બહેનના નિર્મળ પ્રેમ વ્યકત કર્યો છે)
- ➽ એમની વિવિધ ‘ગઠરીયા’ વિવિધ વિષયો સંદર્ભે છૂટેલી વિશેષ ભાષાગઠરીયા છે, જે બાર ભાગમાં આપી છે.
- ➽ સૌરાષ્ટ્રની લોકકથાનું વાતાવરણ નાટક ‘આણલદે’માં રજૂ થયું છે
0 Comments
Post a Comment