ગોવર્ધનરામ  ત્રિપાઠી
GOVARDHANRAM TRIPATHI



🌹ગોવર્ધનરામ  ત્રિપાઠી🌹



જન્મ : 20-10-1855 (ખેડા જિલ્લા ના નડિયાદ માં) વડનગરા નાગર બ્રહમાન ના કુટુંબ માં થયો

અવસાન : 04-01-1907  - મુંબઈ

પૂરું નામ : ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી

બિરુદ : “પંડિત યુગના પરોતા”, “જગત સાક્ષર” ( કવિ નાનહા લાલ દ્વ્રારા)

        પિતા : માધવરામ
        માતા : શિવકાશીબેન
        કાકા : મન:સુખરામ
        ભાઈ : હરિરામ
        બહેન : સમર્થલક્ષ્મી
        પત્ની : (1) હરિલક્ષ્મી -1866 (2) લલિતગૌરી -1876
        પુત્રી : લીલાવતી, જશવંતી
        પુત્ર : રમનીયરામ

કૃતિઓ:

        નવલકથાઓ :
  •         ➻ સરસ્વતીચંદ્ર -1 થી 4 ભાગ
  •                  ભાગ-1 બુધ્ધિધન નો કારભાર (1885 માં લખાયો , 1887 માં પ્રગટ થયો)
  •              ભાગ-2 ગુણસુંદરી નું કુટુંબજાળ (1892)
  •              ભાગ-3 રત્નનગરી નું રાજતંત્ર (1898)
  •             ➻ ભાગ-4 સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ(1901)

(આ નવલકથા ને “પુરાણ”, “પંડિતયુગ નું મહાકાવ્ય” “મહાનવલ” વગેરે રૂપે ઓળખાય છે)

        કાવ્ય સંગ્રહ :
  •        સ્નેહમુદ્રા -1889(110 કાંડ માં લખાયેલ) (સતી પ્રથા માટે) ( પત્ની ના અવસાન થી)

        અન્ય કૃતિઓ
  •        ➻ સાક્ષરજીવન ( હજી અપૂર્ણ છે)
  •         લીલાવતી જીવનકલા (પુત્રી લીલાવતી ના અવસાન આછી નું જીવન ચરિત્ર)
  •        ➻ દયારામનો અક્ષરદેહ
  •         નવલરામ નું કવિ જીવન
  •         સમલોચક
  •         સદાવસ્તુ વિચાર
  •         ગુજરાત ની કવિતાઓ
  •         સ્કેપબૂક ભાગ-1,2,3
  •        ➻ ચૂની ધસતી
  •         ક્ષેમરાજ અને સાધ્વી

સંકલ્પ :

  •        ➻ એલ.એલ. બી થઈ મુંબઈ માં વકીલાત કરવી
  •        ➻ ક્યારેય નોકરી કરવી નહીં
  •        ➻ ચાલીશમે વર્ષે નિવૃતિ લઈ શેષ જીવન સાહિત્ય અને સમાજ ની સેવામાં સમર્પિત કરવું


સન્માન :

  •        ➻ 27-04-2016 ભારત સરકારે તેમની યાદ માં ટપાલ ટિકિટ બહારા પડી હતી (ટિકિટ નું લોકાર્પણ ગુજરાત ના મુખ્ય મંત્રી આનંદી બેન પટેલ ના હસ્તક થયું)

અન્ય માહિતી :

  •         મુંબઈ ની એલ્ફિન્સ્ટન હાઇસ્કૂલ માં 1871-મેટ્રિક તેમજ 1875- બી.એ. ત્યાર બાદ 1883-એલ.એલ. બી. થયા
  •         ઇ.સ. 1879 માં ભાવનગર રાજ્યના દીવાન શામળદાસના ખાનગી સેક્રેટરી રહ્યા, પછી થોડા વર્ષો વકીલાત માટે મુંબઈ રહ્યા.
  •         1905 માં પ્રથમ ગુજરાતી સાહિત્ય પરિષદ ના પ્રમુખ રહ્યા
  •         રાજ્યે એમને ભાવનગર રાજી ના ન્યાય તંત્ર ના વડા તરીકે માસિક 250 રૂપિયા માં નિમવાની ઓફર કરી પણ ગોવર્ધનરામે તેનો સ્વીકાર કર્યો નહીં
  •         કચ્છ સંસ્થા ની તરફ થી દીવાનગીરી ની રૂપિયા 1500 ના પગારે નોકરી પસ્તાવ આવ્યો જેનો ગોવર્ધનરામે અસ્વીકાર કર્યો
  •           પરંભના વર્ષો માં ગુજરાતી કવિતા કરતાં સંસ્કૃત કવિતા રચવા પ્રત્યે વિશેષ રુચિ હતી, તે સંસ્કૃતમાં એમને કરેલા ગિરનારવર્ણન પરથી તેમણે કાલિદાસના "મેધદુત” ના અનુકરણ માં શરૂ કરેલ “મનોદૂત” કે પ્રથમ પત્ની હારીલક્ષ્મી ના અવસાન થી જન્મેલા શોક થી 1875 માં રચેલું હ્રદયરૂદિતશતક” એ કાવ્યો રચ્યા છે
  •         તેમજ 1873 માં અંગ્રેજી માં લખાયેલ ઈઝ ધેર એની ક્રિયેટર ઓવ ધ યુનિવર્સ ?’, ધ સ્ટેટ ઓવ હિન્દુ સોસાયટી ઇન ધ બોમ્બે પ્રેસિડેન્સી વગેરે ની રચના કરી છે , 1877 માં લખાયેલ એ રૂડ આઉટલાઇન ઓવ ધ જનરલ ફીચર્સ ઓવ એસેટિઝમ ઇન માય સેન્સ ધ વર્ડ લેખ છે
  •         ગોવર્ધનરામે પોતાના નાના ભાઈ હારીરામ પાસે પુસ્તક પ્રકાશનની પેઢી એન.એન. ત્રિપાઠીની સ્થાપન કરાવી
  •        ➻ વિજય રાજ વૈધ સરસ્વતીચંદ્ર નવલ કથા ને પ્રેમ કથા નિમિતે સંસ્કૃતિ કથા કહી છે
  •        ➻ “ક્લાસિક પોએટસ ઓફ ગુજરાત” નામે વ્યાખ્યાન પ્રગટ થયું છે
  •        ➻ “માધવરામ સ્મારિકા” પોતાના પિતા વિશે ચરિત્ર વિષયક ગ્રંથ લખ્યો
  •        ➻ “ગુજરાતી કવિતા નું ભાવિ પરિણામ” નામે કવિ વિચારણા આપી છે