ગંગા સતી

GANGA SATI


🌹ગંગા સતી🌹



જન્મ : 1846 ભાવનગર જિલ્લના પાલિતાણા તાલુકાનાં રાજપરા ગામ માં થયો

અવસાન : 1894

પૂરું નામ : ગંગાબાઈ કહળુભા ગોહિલ

ઉપનામ : સોરઠ ના મીરાબાઈ


        પિતા : ભાઈજીભા જેસાજી સરવૈયા
        માતા : રૂપાળીબા
        પતિ : ગિરાસદાર કહળસંગ ગોહિલ
        દીકરી : બાઈ રાજબા, હરિબા
          ગુરુ : ભૂધરદાસજી

પંક્તિઓ :

  • ☛ વીજળીના ચમકારે મોતીડા પોરવો પાનબાઈ
  • ☛ મેરુ તો ડગે પણ જેના મન નો ડગે, મર ને ભાગી પડે રે ભ્રમાંડ રે;
  • ☛ શીલવંત સાધુને વારેવારે નમીએ
  • ☛ પીવો હોય તો રસ પી લેજો પાન બાઈ
  • ☛ ક્રોધી સ્વભાવ ને જીતવો ને
  • ☛ ભક્તિ હરિની પદમણી પ્રેમદા પાનબાઈ
  • ☛ જ્યાં લગી લાગ્યા ભગયાની ભે રહે મનમાં
  • ☛ સદગુરુ વચન માં થાઓ અધિકારી મેલી દો અંતર નું માન
  • ☛ નવધા ભક્તિ માં નીરમળ રહેવું ને, રાખવો વચનુંમાં વિશ્વાસ રે.
  • ☛ અભ્યાસ જગ્યા પછી બહુ ભમવું નહીં ને, ન રહેવું ભેદવાદીની સાથે રે;
  • ☛ મન ને સ્થિર કરી આવો મેદાનમાં ને, મીટવું સરવે ક્લેશ રે;
  • ☛ કાળધર્મ અને સ્વભાવને જીતવો ને, રાખવો નહીં અંતરમાં ક્રોધ રે;
  • ☛ લાભ લેવો હોય તો બેસો એકાંત માં, બતાવું કુચી અપાર રે;
  • ☛ સર્વ ઇતિહાસ નો સિધ્ધાંત જેક ચ્હે રે, સમજવી સદગુરુની સાન;
  • ☛ ભક્તિ કરવી તેને રાંક થઈ ને રહેવું ને, મેળવું અંતરનું અભિમાન રે;
  •  પદ્માવતીનો જયદેવ સ્વામી પાનબાઈ, ઇનો પરિપૂરણ કહું ઇતિહાસ;
  • ☛ પાકો પ્રેમ જ્યારે અંગમાં આવે રે, ત્યારે સાધના સર્વ શમી જાય;
  •  પ્રેમલક્ષણા ભક્તિ જેને પ્રકટી તેને, કરવું પડે નહીં કાઇ રે;
  •  જુગતિ તમે જાણી લેજો પાનબાઈ, મેળવો વચનનો એકતાર;
  •  વચન વિવેક જે નરનારી પાનબાઈ, તેને બ્રહ્મદિક લાગે પાય;
  •  અચર વચન કોઈ દી ચળે નહીં પાનબાઈ, તે તો અહોનિશ ગાળે ભલે વનમાં;
  •  સાનમાં  સાન એક ગુરુજીની કહું પાનબાઈ, જેથી ઉપજે આનંદના ઓધ રે;
  •  આદિ અનાદિ વચન છે પરિપુરણ, વચનથી અધિક નથી કાઇ રે;
  • ☛ મેદાન માં જેને મોરચો માંડિયો ને, જેને પકડ્યો વચનનો વિશ્વાસ રે;
  • ☛ મનવરતી જેને સદાય નિર્મળ રે, તે પડે નહીં ભવસાગરમાય રે;
  •  યોગી થવું હોય તો સંકલ્પ ને ત્યાગો ને, આદરો તમે અભ્યાસ રે;
  •  સરળ ચિત્ત રાખી નિર્મળ રહેવું રે, આણવું નહીં અંતરમાં અભિમાન રે;
  •  ધ્યાન ધારણા કાયમ રાખવી ને, કાયમ કરવો અભ્યાસ રે;
  •  પૃથુરાજ ચાલ્યા સ્વધામ જ્યારે, ત્યારે સનકાડીક આવ્યા તેને દ્વ્રારા રે;
  •  રમીએ તો રંગમાં રમીએ પાનબાઈ, મેલી દઈ આ લોક ની મરજાદ;
  •  ઝીલવો હોય તો રસ જીલી લેજો પાનબાઈ, પછી પસ્તાવો થાશે;
  •  વીજળીને ચમકારે મોતી પરોવો પાનબાઈ, નહિતર અચાનક અંધકાર થાશે;
  •  એકાગ્ર ચિત્ત કરીને સાંભળો રે, મોટો કહું ઇતિહાસ રે;
  •  મોહજીત રાજા મહાવિવેકી રે, જેની બુધ્ધિ છે અગમ અપાર રે;
  •  આ ઇતિહાસ જ્યારે પાનબાઈએ સાંભળ્યો રે, ત્યારે લાગ્યા સતિને પાય રે;
  • ☛ માનવો હોય તો રસ માની લેજો પાનબાઈ, હવે આવી ચૂક્યો છે પ્યાલો:
  •  પરિપુરણ સતસંગ હવે તમને કરવું ને, આપું જોને નિરમળ જ્ઞાન રે;
  •  ગુપત રસ આ તો જાણી લે જો પાનબાઈ, જેથી જાણવું રહે નહીં કાય;
  •  છૂટા રે તીર હવે નો મારીએ બાઈ જી, મેથી સહયું નવ જાય;
  •  વચન સુણીને બેઠા એકાંતમાં ને , સુરતા લગાડી ત્રિકુતિમાય રે;
  •  મન મરિયું તેને ત્યાગી કહીએ રે, મરને વરતે વહેવાર માય રે;
  •  પીવો હોય તો પી લેજો પાનબાઈ, પિયાલો આવ્યો ચ્હે તત્કાળ:
  •  વીણવો હોય તો રસ વીણી લેજો પાનબાઈ, હવે આવ્યો છે બરાબર વખત;
  •  હેઠા ઉતારી ને પાયે લાગ્યા ને, ઘણો કીધો છે ઉપકાર રે;
  •  જીવને શિવની થઈ ગઈ એકતાને, પછી કહેવું અહર્યુ નથી કાઇ રે;
  •  વિવેક રાખો તમે સમજીને ચાલોને, વસ્તુ રાખો ગુપ્ત રે;
  •  વસ્તુ વિચારીને દીજીએ રે, જો જો તમે સદાપાત્ર રે;
  •  કુપાત્ર  આગળ વસ્તુ ના વાવીએ ને સમજીને રહીએ ચુપ રે;
  •  અંત:કરણથી પૂજાવાની આશા રાખેને, એને કેમ લાગે હરિનો સંગ રે;
  •  દળીદળીને ઢાકણીમાં ઉઘરાવવું રે, એવું કરવું નહીં કામ રે;
  •  સત્ય વસ્તુમાં જેનું ચિત ભળી ગયું રે, એ ચારે વાણી થકી પાર રે;
  •  સ્થિરતાએ રહેજો ને વચનુંમાં ચલજો રે, રાખજો રુડી રીત રે,
  •  કળજુગ આવ્યો હવે કારમો રે, તમે સુણજો નર ને નાર;
  • ☛ કળજુગમાં જતી સતી સંતાશે ને, કરશે એકાંતમાં વાસ રે;
 

 
અન્ય માહિતી :

  •         1864 માં  ભાવનગર જિલ્લા ના ઉમરાળા તાલુકા ના ધોળા જંકશન થી 9 કિલોમીટર દૂર આવેલા સમઢિયાળા રાજપૂત ગિરાસદાર શ્રી કહળસંગ કલભા ગોહિલ (કહળુભા) સાથે વિવાહ થયા
  •         ગંગા સતી પોતાની સાથે પાન બાઈ નામ ની કન્યા ને વડારણ તરીકે સાસરે લઈ ગયા હતા જે બહેનપાણી અને શિષ્ય બની ને રહ્યા બીજી એવી માનીતા છે કે પાન બાઈ તેમના પુત્રવધુ હતા અને ગંગા સતી ને અજીભા નામનો પુત્ર હતો.
  •         ગંગા સતી ના પતિ કહળસંગે સમાધિ લેવાનો અને પ્રાણ ત્યાગ સંકલ્પ કર્યો અને તેની સાથે ગંગા સતી પણ સમાધિ લેવા તૈયાર થયા પણ કહળસંગે પાનબાઈ નું અધ્યાત્મિક શિક્ષણ પૂરું કરવા ની આજ્ઞા આપી અને ત્યાર બાદ ગંગા સતી બાવન દિવસ સુધી પાન બાઈ ને રોજ નવી રચના દ્વ્રારા આધ્યાત્મિક જ્ઞાન આપ્યું અને ગંગા સતી એ પણ પ્રાણ ત્યાગ કરીને સમાધિ લીધી અને તેની સાથે પાન બાઈએ પણ સમાધિ લઈ લીધી
  •         ગંગા સતી એ ગુરુ મહત્વ અને તેનો મહિમા, અનુયાયી નુ જીવન, કુદરત અને ભક્તિ નો અર્થ, વગેરે તેમના ભજનો માં સમાવેશ થયેલો જોવા મળે છે
  •         તેમના તમામ ભજનો પાન બાઈ ને ઉદેશી ને રચેલા  છે
  •         તેમના આ આધ્યામિક ભજનો આજ પણ એટલા લોક પ્રિય બની રહ્યા છે
  •        1979 માં તેમના જીવન પર આધારિત દિનેશ રાવલ દ્વારા દિગ્દર્શિત ગુજરાતી ચલચિત્ર ગંગાસતી” રજૂ થયું હતું        
  •         વાડી માં ઝૂપડી અને હનુમાનજી ની દેરી બનાવી રહેતા હતા
  •         પીપરળી ગામ ના ગુરુ ભૂદારદાસજી પાસે થી જ્ઞાન મળ્યું હતું