Shekh Adam Abuwala | શેખાદમ આબુવાલા |
🌹શેખાદમ આબુવાલા🌹
જન્મ : 15-10-1929 (અમદાવાદ) અવસાન : 20-05-1985 મૂળનામ : શેખ આદમ મુલ્લા શુજાઉદ્દીન આબુવાલા પિતા : મુલ્લા શુજાઉદ્દીન શેખ ઇબ્રાહીમ માતા : મોતિબાઈ કૃતિઓ :
ગઝલ સંગ્રહો : ➽ ચાંદની – 1953 ➽ ગજલે- 1,2 ➽ સોનેરીલટ ➽ દીવાને આઝમ – સમગ્ર ગઝલ
કાવ્યસંગ્રહ : ➽ ખુરશી (કટાક્ષ નો કાવ્યસંગ્રહ) – 1975 ➽ અજંપો – 1959 ➽ સોનેરી લટ – 1959 ➽ તાજમહાલ (મુકતક સંગ્રહ) – 1972 ➽ હવાની હવેલી – 1978 ➽ સનમ ➽ અપને એક ખ્વાબ કો દફનાકે અભી આયા હું (હિન્દી-ઉર્દુ કવ્ય-સંગ્રહ) ➽ ઘીરતે બાદલ, ખૂલતે બાદલ (હિન્દી-ઉર્દુ કવ્ય-સંગ્રહ)
કથા : ➽ હું ભટકતો શાયર છું – 1972 ➽ યુરોપની હવામાં
નવલકથા : ➽ તમન્નાના તમાશા – 1976 ➽ તું એક ગુલાબી સપનું છે – 1976 ➽ ચાલું છું, મંઝિલ નથી ➽ આયનામાં કોણ છે – 1977 ➽ નીંદર સાચી, સપનાં જૂઠાં – 1976 ➽ રેશમી ઉજાગરા -1979 ➽ ફૂલો બનીને આવજો -1980 ➽ જિંદગી હસ્તી રહી
ડાયરી : ➽ હમ ભી ક્યાં યાદ કરેંગે પંક્તિઓ : ➽ ખરીદી લીધું છે રાતે જે સપનું ચાંદનીનું છે ➽ કોઈ હસી ગયો અને કોઈ રડી ગયો ➽ દમકતો ને ચમકતો શાહજહાંનો મહેલ જોવા દે ➽ હસું છું એટલે માની ન લેશો કે સુખી છું હું ➽ તું એક ગુલાબી સપનું છે ➽ ગાંધી કેવો તું કિંમતી હતો સસ્તો બની ગયો ➽ આ દેશ માટે હિંસા એક વ્યાધિ થઈ ગઈ ➽ પ્યારીની રંગીન લત મોંઘી પડી. આગ સાથેની રમત મોંઘી પડી ➽ તારી પાસે રામ છે ➽ માનવીને આ જગત આદમથી શેખાદમ સુધી ➽ તિમિરના હાથે સૂરજના ઇશારા વેચવા માંડો ➽ જીવી રહ્યો છું કોની તમન્ના ઉપર હજી ➽ આંસુઓને અમે સમજીશું નયનના પગલાં ➽ હું તને ક્યાં ચાહું છું આછું છું મારી જાતને ➽ હવે તો બસ થયું બુદ્ધિ ! હું પાગલ થાઉં તો સારું ➽ ગંભીરતાના દોરમાં ચંચલ બની જાશું ➽ કે ઘડપણમાં નવા અરમાન હો માની નથી શકતો ➽ આ ચાંદની આંખે જુઓ સૂરજના સપનને ➽ દર્દ આપ મુજને એવું કે ત્યાગી શકાય ના ➽ મે જનમ લૂ તો મહરબા હોના, તું મેરી બાર બાર માં હોના ➽ શી રીતે મન ડામશે? ➽ આ દેશને માટે હિંસા એક વ્યાધિ થઈ ગઈ ➽ આરસીમાં ડાબું જમણું હોય છે ➽ નયનના આંસુઓની ધાર પર આવી ગયું હસવું ! ➽ તમારી મૂંગી આંખમાં જવાબોના જવાબો છે ➽ કોઈ જોગણના ચરણમાં પુષ્પ થૈ પથરાઈ જા ➽ સત છે અસત છે સરતું જગત છે ➽ જીવી રહ્યો છું કોની તમન્ના ઉપર હજી ➽ સુરાલયમાં જાશું જરા વાત કરશું ➽ અમને નાખો જીંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં ➽ કેવો તું કિંમતી હતો સસ્તો બની ગયો ➽ ગાંધી સમાધિ પર તમારી ફૂલ તો મૂકે વતન ➽ અમે કહેતા નથી ચાલે છે રાવણરાજ, ગાંધીજી! ➽ ખાળ તારી આંખડીના નીરને ➽ હું નયનનું નીર છું ➽ એક પૂછું છું સવાલ આપજે ઉત્તર કમાલ ➽ બંસી ધીમે ધીમે વાગ મારે અંતર ભરવા રાગ ➽ તને પામ્યા પછી પણ હું તને પામી નથી શકતો ➽ અમે જોયા જવાનીમાં ઘણા અરમાનના નકશા ➽ હાય આ કેવી મળી અમને બહારો હાય હાય ➽ સંકલ્પ વિના એ શક્ય નથી ➽ મન ગાવું હો તે ગા ➽ મે વસંત પાસેથી એક ફૂલ માગ્યું છે ➽ મુહોબ્બતના સવાલોના કોઈ ઉત્તર નથી હોતા ➽ છે સાંજે તો એ લોહીની ધાર જેવું ➽ મેઘ ગગનમાં ઝૂમે નાચે ➽ વતનની યાદ આવે છે તો લાગે છે મને એવું ➽ હે, વ્યથા ! કુમળા કઇ કાળજાને કોરતી કાળી કથા! ➽ જા ભલે અંધારધેર્યા આભમાં, ➽ નિરાશ થઈ વાંસળી હરદાયની વગાડી હતી ➽ આદમને કોઈ પૂછે : પેરિસમાં શું કરે છે? ➽ હવે કલ્પનામાં પણ સુખ ક્યાં મળે છે? ➽ આદમને આવ્યું સ્વપ્ન એવું: ગોડસે રડતો હતો ➽ આદમ ગજબની વાત છે આસ્તિક હતા અમે સન્માન : ➽ ગુજરાત સાહિત્ય અકાદમીનું પારિતોષિક (પ્રથમ નવલકથા- “તું એક ગુલાબી સપનું છે” માટે) અન્ય માહિતી : ➽ દાઉદી વહોરા પરિવારમાં જન્મ થયો હતો ➽ અમદાવાદની સેંટ ઝેવિયર્સ તેમજ ટ્યુટોરિયલ હાઇસ્કૂલમાં મેટ્રિક સુધી અભ્યાસ કર્યો ➽ ગુજરાત કોલેજમાંથી ગુજરાતી સાથે B.A,(ઓનર્સ) થઈ ગુજરાત યુનિવર્સિટીમાંથી ગુજરાત-હિંદી સાથે M.A. પાસ થયા, M.A. માં ઉમાશંકર જોશીના શિષ્ય હતા ➽ અમદાવાદની અંજુમને ઇસ્લામ હાઇસ્કૂલમાંશિક્ષક તરીકે થોડો સમય કામ કર્યા બાદ ‘ગુજરાત સમાચાર’ માં સેવા આપી. ➽ તેઓ કેટલોક સમય પક્ષીમ જર્મની માં રહ્યા હતા, જર્મનીમાં બોન અને માઇન્ડ યુનિવર્સિટીમાં જર્મન સાહિત્ય અને ફિલોસૂફીનો અભ્યાસ કર્યો. ➽ ગુજરાતી, હિન્દી, ઉર્દુ, અંગ્રેજી, જર્મન, અને ગ્રીક જેવી અનેક ભાષાઓ પર કાબૂ ધરાવતા હતા, તેમણે અમરકોશ મોઢે હતો. ➽ વોઇસ ઑફ જર્મનીમાં(ડોઈશે વેલે) હિંદુસ્તાન રેડિયો વિભાગનું હિન્દી-ઉર્દુ સર્વિસનું સંચાલન કર્યું છે ➽ જર્મનીમાં હતા ત્યારે ત્યાંથી ‘ગુજરાત સમાચાર’ અને ઊર્મિ-નવરચના’ માં લેખ-શ્રેણી લખીમોકલતા ➽ મૂળ જર્મન ભાષામાંથી તેમણે ‘શ્રેષ્ઠ જર્મન વાર્તાઓ’ ગુજરાતીમાં ઉતારી છે ➽ તેમનં મૃત્યુ બાસ ડો. ચિનુ મોદીએ ‘આદમથી શેખાદમ સુધી’ નામે એક કાવ્યસંગ્રહ સંપાદિત કરેલ છે અને તેમના લેખોમાંથી પસંદ કરીને ‘સારે જહાં હમારા’ નામે એક સંપાદન વિનોદ ભટ્ટ દ્રારા કરવામાં આવ્યું છે, ‘તસવીર દિખાતા હું’(મુલાકાતો), ‘માનવી ને આ જગત’(પ્રસંગો), ‘જમાલપુરથી જર્મની’(પ્રસંગો) અને ‘આદમની આડવાત’(વિવિધ વૃતપાત્રોમાં લખાયેલ પ્રસંગો) આ ચાર પુસ્તકો જયન્ત પરમાર સંપાદિત કરેલા 1999માં પ્રકટ થયા છે. ➽ તેમણે લખેલા ગીતો અનેક ગુજરાતી-હિન્દી ફિલ્મોમાં પસારીત થયા છે, વળી પંકજ ઉધાસ જેવા અનેક ગાયકોના કંઠે તેમના રચેલા ગીતો ગવાયા છે ➽ માત્ર 16 વર્ષની ઉમરે ‘સંસ્કૃતિ’ જેવા ઉચ્ચ કક્ષાના સામાયિકમાં તેમનું સોનેટ અને ત્રણ ગજળો પગત થયા હતા ➽ ગુજરાતી ગઝલના વિકાસમાં મુશાયરા પ્રવૃતિ દ્રારા તેમણે નોંધપાત્ર યોગદાન આપ્યું છે ➽ સરળ, બોલચાલની ભાષામાં લખાયેલી એમની ગઝલ ખૂબ લોકપ્રિય રહી છે |
0 Comments
Post a Comment