Harshad Trivedi | હર્ષદ ત્રિવેદી

Harshad Trivedi | હર્ષદ ત્રિવેદી




🌹હર્ષદ ત્રિવેદી🌹





જન્મ : 17-07-1958 (સુરેન્દ્રનગર જિલ્લાના ખેરાલ ગામ)

વતન : સુરેન્દ્રનગર

ઉપનામ : પ્રાસન્નેય

મૂળનામ : હર્ષદ અમૃતલાલ ત્રિવેદી

પિતા : અમૃતલાલ ત્રિવેદી રફીક

માતા : શશિકલાબેન

પત્ની :1983- ડો. નિર્મલાબેન (છૂટાછેડા); 1991 – ડો. બિંદુ ભટ્ટ(લેખિકા – મીરાં યાજ્ઞિકની ડાયરી)

પુત્ર : જયજિત ત્રિવેદી

કૃતિઓ :

         

કાવ્યસંગ્રહ :

                   ➽ એક ખાલી નાવ – 1984

                    રહી છે વાત અધૂરી – 2002

                   ➽ તારો અવાજ – 2003

                   ➽ તારા વિના – 2018

        

  વિવેચન સંગ્રહ :

                   ➽ શબ્દાનુભવ

       

સંપાદનો :

                   ➽ લાલિત્ય

                   ➽ રાજેન્દ્ર શાહનાં સૉનેટ

                   ➽ અલંકૃતા

                   ➽ નવલકથા અને હું

                    ગુજરાતી કવિતાચયન (સામાયિકોમાંથી વર્ષની પસંદ કરેલી કવિતાઓ – 1992)  – 1991

                    સ્મરણરેખા (સ્વર્ગસ્થ સાહિત્યકારોની યાદમાં) – 1997

                   ➽ ગઝલશતક (ગુજરાતી ગઝલ) -1999

                   ➽ ગુર્જર અદ્યતન નિબંધસંચય (ભોળાભાઈ પટેલ સાથે) – 1999

                   ➽ 1998ની શ્રેષ્ઠ વાર્તાઓ – 1999

                   ➽ તપસીલ (સાહિત્યકારો સાથેની મુલાકાત) – 1999

                   ➽ 2000ની શ્રેષ્ઠ વાર્તાઓ – 2001

                   ➽ વેદના એ તો વેદ (ઉશનસના ગીતો) – 2001

                    લાલિત્ય (ગુજરાતી નિબંધો) – 2004

                    કાવ્યાસવાદ (ગુજરાતી કવિતાઓનો આસ્વાદ) – 2006

                   ➽ રાજેન્દ્ર શાહ ના સોનેટ (2007)

                   ➽ અલંકૃતા (સાહિત્ય અકાદમી પુરસ્કાર વિજેતા ગુજરાતી પુસ્તકનો આસ્વાદ) – 2008

                   ➽ અસ્મિતાપર્વ : વાક્ધારા ભાગ 1 થી 10 (મોરારી બાપુ દ્વારા પેરિત) – 2008

                   ➽ નવલકથા અને હું – 2009

                   ➽ પાંચ દાયકનું પરિદર્શન – 2011

        

  અન્ય કૃતિઓ :

                   ➽ કંકુ ચોખા ( કુમાર સુવર્ણચંદ્રક પ્રાપ્ત)

                    માંડવીની પોળના મોર

                    મુકામ

                   ➽ પાણીકલર (બાલ સંગ્રહ) – 1990

                   ➽ સરોવર ના સગડ

                   ➽ સોના ની દ્વારિકા

                   ➽ તમે ખરા !

                   ➽ ઝાકળમાં ઘર

                   ➽ ઝળિયું (ટૂંકી વાર્તાઓ) – 1994

પંક્તિઓ :

           સોગઠી મારી અને તારી, નિકટ આવી હશે

           કે અંતરમાં જયારે ઉમળકો આવે છે

          ➽ ઝીણી ને માધુરી વાગે ઘંટડી

          ➽ તું પણ કમાલ કર હવે તારા અવાજની

          ➽ કોઈ સપનામાં ઊગે છે સૂરજની જેમ

          ➽ આખેઆખું નાગર ઊપડે એમ મારે જવાનું

          ➽ મારી છાતીમાં ઊગ્યું છે કાળું ગુલાબ

          ➽ યુગો પછીથી આપને મળવાનું મન થયું

           ઓણ મળશું પોર મળશું નહિતર પરાર મળશુ

           કદી તો અમારે વિશે કૈં વિચારો

          ➽ આપની વચ્ચેની દૂરી ક્યાં ગઈ?

          ➽ અલગ કંપ લાગ્યો મને આ ધરામાં

          ➽ પિંજરનું બારણું ખોલીને

          ➽ તારી ઉદાસી સાંજને શણગારવા પ્રિયે !

          ➽ આ સમય પાસેથી હું ઝૂંટું તને

સન્માન :

          ➽ જયંત પાઠક કવિતા પુરસ્કાર – 1992 (કાવ્યસંગ્રહ એક ખાલી નાવ માટે)

           કવિશ્વર દલપતરામ એવોર્ડ -2014

         કુમાર સુવર્ણચંદ્રક – 2015 (“કંકુ ચોખા” માટે)

 

અન્ય માહિતી :

          ➽ શિક્ષણ સુરેન્દ્રનગરની શેઠ એન.ટી.એમ. હાઈસ્કૂલમાંથી કર્યું

          ➽ ગુજરાતી સાહિત્ય વિષય સાથે સોરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી સ્નાતક અને અનુસ્નાતકની પદવી મેળવી હતી.

          ➽ 1995-2015 દરમિયાન ગુજરાત સાહિત્ય આકાદમી ના મુખપત્ર શબ્દસૃષ્ટિ” ના સંપાદક હતા, તેમણે અનેક ગજરાતી સાહિત્યિક સંસ્થાઓમાં જુદા જુદા હોદ્દાઓ પર સેવાઓ આપી છે, તેમણે ગુજરાતી સાહિત્ય પરિષદ દ્રારા પ્રકાશિત ગુજરાતી સાહિત્યકોશ ના સંપાદકીય વિભાગમાં સંશોધન સહાયક તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી જ્યાં તેઓ 1981-84 સુધી કાર્ય કર્યું,

          ➽ 1984માં તેઓ ગુજરાત સાહિત્ય અકાદમીમાં પ્રૂફ રીડર તરીકે જોડ્યા અને 1994 સુધી કાર્ય કર્યું

          1995માં તેઓ ગુજરાત સાહિત્ય અકાદમીના મુખપત્ર શબ્દસૃષ્ટિ ના સંપાદક બન્યા , 2010-15 સુધી શબ્દસૃષ્ટિ  ખાતે રજીસ્ટ્રાર તરીકે કામ કર્યું

          ➽ તેમની 1988માં ગુજરાતી સાહિત્ય પરિષદની કેન્દ્રિય સમિતિના સભ્ય અને 1994માં પરિષદના સચિવ તરીકે સેવા આપી હતી. 2005 માં શરૂ થયેલી વલી ગુજરાટી ગઝલ કેન્દ્રની કાર્યકારી સમિતિના સભ્યમાંના એક હતા

           2008-12 સુધી તેમણે સાહિત્ય અકાદમીમાં ગુજરાતી ભાષા માટેની સલાહકાર સમિતિમાં સેવા આપી, 2013માં તેઓ નેશનલ બુક ટ્રસ્ટમાં ગુજરાતી ભાષા માટેની સલાહકાર સમીનીતિમાં ચૂંટાયા હતા. તમની ઘણી કૃતિઓ અંગ્રેજી, હિન્દી, મરાઠી અને સિંધી ભાષામાં અનુવાદિત થઈ છે તેમની કવિતાઓ અને વાર્તાઓ ગજલવિશ્વ’, “શબ્દસૃષ્ટિ’, તાદર્થ્ય શ્બ્દસર નવનીત સમર્પણ કુમાર કવિલોક એતદ્ સમીપે અને કવિતા સહિત અનેક ગુજરાતી સાહિત્યિક સામાયિકોમાં  પ્રકાશિત થઈ છે  

           પ્રથમ પ્રકાશિત કાવ્ય “જો તમે સાંભળી આવો કોઈ વાર”