નિરંજન ભગત
Niranjan Bhagat


નિરંજન ભગત




જન્મ : 18-05-1926 (અમદાવાદ)

અવસાન : 01-02-2018 (અમદાવાદ)

વતન : અમદાવાદ

ઉપનામ : આધુનિક અરણ્યક

પુરુ નામ : નિરંજન નરહરિ ભગત

મૂળ અટક : ગાંધી

 માતા : મેનાબહેન
 પિતા : નરહરિભાઈ
         

કૃતિઓ :

          કાવ્યો :
  • છંદોલય
  • કિન્નારી
  • અલ્પવિરામ
  • પ્રવાલદ્રીપ
  • 33 કાવ્યો
  • છાંડોલય બૃહત
  • પુનશ્વ

          ગદ્ય લેખો :
  • યંત્ર વિજ્ઞાન અને મંત્રકવિતા
  • આધુનિક કવિતા(અનિરુદ્ધ બ્રમભટ્ટ અને ભોળાભાઈ પટેલના પ્રશ્નો ના ઉત્તરરૂપે લખયેલ)
  • કવિતા કાનથી વાંચો

          વિવેચન :
  • કવિતાનું સંગીત
  • કવિતા કાનથી વાંચો
  • આધુનિક કવિતા(અનિરુદ્ધ બ્રમભટ્ટ અને ભોળાભાઈ પટેલના પ્રશ્નો ના ઉત્તરરૂપે લખયેલ)
  • યંત્ર વિજ્ઞાન અને મંત્રકવિતા
  • ન્હાનાલાલની ઉર્મિક કાવ્યો
  • મીરાબાઈ
  • કવિ ન્હાના લાલની
  • ડબલ્યુ. બી. પીટસ
  • સ્વાદ્યાયલોક-અનેક ભાગ(૧ થી ૮ ભાગ)

          અનુવાદ :
  • ચિત્રાંગદા (મૂળ ટાગોરે લખેલ)
  • સ્વપનોવાસવદતા (સંસકૃત માથી અંગ્રેજી)
  • પ્રવાલદીપ(અંગ્રેજી માં)
  • ઓડનના કાવ્યો

          સંપાદન :
  • પ્રો. બ.ક. ઠાકર અધ્યનગ્રંથ
  • મીરબાઈના કાવ્યો
  • સુંદરમ ના કેટલાક કાવ્યો
  • મૃદુલા સારાભાઈ-પ્રથમ પ્રત્યાધાતબાપુની વિહારયાત્રા

         

સન્માન :

  •  કુમારચંદ્રક-1949
  •  નર્મદચંદ્રક (છંદોલય માટે)-1957
  • રણજીતરામ સુવર્ણ ચંદ્રક-1969
  • સાહિત્યકાર સન્માન ગુજરાત અકાદમી
  • પ્રેમાનંદ સુવર્ણચંદ્રક-1998
  • સાહિત્ય અકાદમી દિલ્હી નું પારિતોષિક
  • સ્વામી સચ્ચિદાનંદ સન્માન-2000
  • આદ્યકવિ નરસિંહ મહેતા એવોર્ડ-2001
  • ગુજરાત સાહિત્ય અકાદમી
  • કાવ્યોમુદ્રા વિનોદ નીઓટિયા એવોર્ડ

પંક્તિઓ :

  •   હું તો બસ ફરવા આવ્યો છુ, એકેય કામ તમારું કે મારુ ક્યાં આવ્યો છુ.
  •   પાંચડે પાંચ, સાચનેય આંચ, એથી ભલી મારી લાંચ
  •   ચલ મન મુંબઈ નગરી, જોવા પુચ્છા વિનાની મગરી.
  •   ડાળ ની કેડીએ ધાડિક સંગ રે ભાઈ, આપણો ઘડિક સંગ.
  •   ક્ષણ હસવું, ક્ષણ રડવું, પૃથ્વી વિણ ક્યાં જડવું.
  •   હરિવર મુજને હરી ગ્યો!


અન્ય માહિતી :

  • તે એક અધ્યાપક રહ્યા છે
  • ગુજરાતી અને અંગ્રેજી ભાષાસાહિત્ય ના વીદ્ધાંન સર્જક સ્વાંતન્ત્રકાળ ના મોટા કવિ છે
  • તેમના બધા કાવ્યો 'છંદોલય બૃહત' ગ્રંથમાં માં સંગ્રહ છે
  • 'પ્રવાલદ્રીપ' ના કાવ્યો દ્રારા નગરજીવન ની પાશ્વદભૂમિકામ આધુનિક માનવીની સંવેદનાને ગુજરાતી કવિતા માં તેમણે સૌ પ્રેથમ પ્રગટ કરી છે
  • તમની મૂળ અટક ગાંધી હતું તેમના દાદા ભજન-કીર્તન કરતાં એટલે ભજન મંડળી તેને ભગત તરીકે ઓળખતા આમ ભગત અટક તેમના દાદા પાસે થી વરસમાં મળી હતી
  • પ્રાથમિક શિક્ષણ અમદાવાદની કાલુપુર શાળા નં.૧ અને માધ્યમિક શિક્ષણ પ્રોપાઇટરી તથા નવચેતન હાઇસ્કૂલમાં કર્યું અને મુંબઈ ની એલ્ફિન્સ્ટન કોલેજ માથી અંગ્રેજી વિષય સાથે બી.એ. માં સ્નાતક થયા અને ત્યાર બાદ અમદાવાદમાં એલ.ડી. કોલેજ માં અંગ્રેજી મુખ્ય વિષય તથા ગુજરાતી ગૌણ વિષય સાથે એમ.એ. ની પડાવી મેળવી
  • અમદાવાદ ની અલ.ડી. આર્ટ્સ કોલેજ માં અંગ્રેજી ના અદ્યાપક રહ્યા હતા
  • ગુજરાત લો સોસાયટી સંચાલિત આર્ટ્સ કોલેજ અંગ્રેજી ના અધ્યાપક રહ્યા હતા
  • એઓ સંદેશ  દૈનિક સાહિત્ય વિભાગ ના સંપાદક અને ગ્રંથ માસિક ના સંપાદક રહ્યા અને ત્યાર બાદ ત્રૈમાસિક સાહિત્યના તંત્રી રહ્યા           

  • ઇ. 1998 થી બે વર્ષ માટે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે તેઓ નિર્વિરોધ ચુટાઇ આવ્યા
  • ૧૯૬૩ થી ૧૯૬૭ દરમિયાન ગુજરાતી ભાષા માટેના સાહિત્ય અકાદમી દિલ્હીમાં સલાહકાર સમિતિ ના સભ્ય રહ્યા હતા
  • પરંપરિત હરિગીત અને ઝૂલણા છંદ તેમની વિશિષતા રહી છે