મુકુન્દરાય પારાશર્ય,
 Mukundray Parasharya



મુકુંદરાય પારાશર્ય



જન્મ     : 13-02-1914 મોરબીમાં

અવસાન : 20-05-1985

મૂળ નામ : પટ્ટણી મુકુંદરાય વિજયશંકર

ઉપનામ : પારાશર્ય, મકનજી, માસ્ટર, અકિંચન

કૃતિઓ  :

          કવિતા :
  • આર્યન(પ્રબોધ ભટ્ટ સાથે)
  • સંસૃતિ
  • ભદ્રા
  • પ્રાણ બપૈયાનો
  • અલકા (મેઘદૂત પરથી)
  • ફૂલ ફાગણ ના
  • દીપમાળા (મુક્તકો)
  • કંઠ ચાતકનો (પદો- ભજનો)

          નવલકથા :
  • ઉર્મિલા  

        ચરિત્ર :
  • સત્યકથા-1-2-3
  • સત્વશીલ
  • મારી મોટીબા
  • પ્રભા શંકર પટ્ટણી(વ્યક્તિ દર્શન)
  • બીજી સત્યકથાઓ
  • મારી માં

          વિવેચન :
  • આલેખનની ઓળખ

          સંસ્કૃત :
  • શિવ સ્તુતિ

          નિબંધ :
  • મારા ગુરુ ની વાતો

          સંપાદનો :       
  • પિતા વિજયશંકર કાનજીની રચનાઓ
  • મિત્રો પ્રબોધ ભટ્ટ અને કેશવરામની રચનાઓ

          અનુવાદ :        
  • સ્વામી રામદાસ નો ઊપદેશ

સન્માન  :

  • કંઠ ચાતકનો અને પ્રાણ બપૈયાનો પડસંગ્રહને “ગુજરાતી સાહિત્ય પરિષદ નું પારિતોષ પ્રાપ્ત છે
  • સત્યકથા : 1 તેમજ મારા મોટા બા અને બીજી સત્યકથાઓ” ને ગુજરાતી સાહિત્ય અકાદમીના પારિતોષ પ્રાપ્ત થયા છે
  • સત્વશીલને 1978નો નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયેલો છે

અન્ય માહિતી     :

  • પ્રાથમિક શિક્ષણ કોટડા સાંગાણીમાં તેમજ માધાયમિક ને ઉચ્ચ શિક્ષણ અનુકમે રાજકોટ તેમજ ભાવનગરમાં લીધું
  • 1933 માં મેટ્રિક 1940 માં બી.એ. ઇતિહાસ અને અર્થશાસ્ત્ર સાથે શામળાદાસ કોલેજ ભાવનગરમાં
  • કંટ્રોલ ખાતા માં કારકુન હતા ત્યાર બાદ ડેપ્યુટી કંટ્રોલર બન્યા, ભારતલાઇન લી. સ્ટીમર કંપની ભવનગરમાં કારકુન રહ્યા