રઘુવીર ચૌધરી
RAGHUVIR CHAUDHARI


🌹રઘુવીર ચૌધરી🌹



જન્મ : 5-12-1938 (બાપુપુરા જિ. ગાંઘીનગર)

વતન : બાપુપુરા (જિ. ગાંઘીનગર)

ઉપનામ : લોકાયતસૂરી, વૈશાખનંદન

મૂળનામ : રઘુવીર દલસિંહ ચૌધરી

          પિતા : દલસિંહ
          માતા : જીતીબેન
          પત્ની : પારૂબહેન

કૃતિઓ :

          નવલકથા :
  • ➽                   અમૃતા – 1965 (ગુજરાતી સાહિત્ય સભા મુજબ “અમૃતા એ રઘુવીર ચૌધરીની પ્રથમ નવલકથા હતી) (મુખ્ય પત્ર – અમૃતા, અનિકેત)
  •                     વેણુવત્સલા-1972
  •                     ઉપરવાસ, સહવાસ, અને આંતરવાસ કથાત્રયી -1975
  •                     લાગણી-1976
  • ➽                    સોમતીર્થ
  •                     પરસ્પર – 1969
  •                     ઇચ્છાવર -1987
  • ➽                    રૂદ્રમહાલય – 1978
  • ➽                    પૂર્વરાગ – 1964
  • ➽                    પ્રેમઅંશ – 1982
  •                     આવરણ -1966
  • ➽                    એકલવ્ય-1967
  •                     પંચપૂરણ – 1967
  • ➽                    તેડાઘર-1968
  •                     શ્રવણરાતે-1977
  • ➽                    કંડક્ટર-1980
  • ➽                    બાકી જિંદગી – 1982
  • ➽                    વચલું ફળિયું – 1983
  • ➽                    મનોરથ- 1986
  •                     અંતર-1988
  •                     જે ઘર નાર સુલક્ષણા-1989
  •                     શ્યામ સુહાગી-1989
  •                     ગોકુળ, મથુરા અને દ્રારકા-1986
  •                     કલ્પલતા-1992
  •                     સમજણ વિના છૂટા પડવું-2003
  •                     ક્યાં છે અર્જુન-2004
  • ➽                    લાવણ્ય

          નવલિકા :
  • ➽                    ગેરસમજ-1968
  • ➽                    આકસ્મિક સ્પર્શ-1966

          વાર્તાસંગ્રહ :
  • ➽                    આકસ્મિક સ્પર્શ – 1966
  • ➽                    નંદીઘર-1977
  • ➽                    પ્રાણપ્રતિષ્ઠા
  •                     ગેરસમજ -1968
  • ➽                    બહાર કોઈ છે -1972
  •                     અતિથિગૃહ -1988
  •                     મંદિરની પછીતે-1999
  •                     વિરહિણી ઘણીકા અને અન્ય કથાઓ-1999
  • ➽                    પ્રાણ પ્રતિષ્ઠા-2005

          નાટક :
  •                     અશોકવન-1970
  • ➽                    ઝૂલતા મિનારા-1970
  •                     સિકંદર સાની-1979
  •                     નજીક-1985

          એકાંકી :
  • ➽                    ડિમલાઇટ-1973
  • ➽                    ત્રીજો પુરુષ-1982

          રેખાચિત્ર :
  • ➽                    સહરાની ભવ્યતા-1980
  • ➽                    તિલક

          વિવેચન :
  • ➽                    અદ્યતન કવિતા-1976
  • ➽                    વાર્તા વિશેષ-1976
  •                     દર્શકના દેશમાં-1980
  • ➽                    જયંતી દલાલ-1981
  • ➽                    મુક્તાનંદની અક્ષર આરાધના  -1980
  • ➽                    ગુજરાતની નવલકથા(રાધે શર્મા સાથે)-1972-77

          પ્રવાસ વર્ણન :
  • ➽                    બારીમાથી બ્રિટન
  •                     તીર્થભૂમિ ગુજરાત
  • ➽                    અમેરિકા વિષે-2005

          ધર્મ ચિંતન :
  • ➽                    વચનામૃત અને કથામૃત

          સંપાદન :
  • ➽                    સ્વામિનારાયણ સંતસાહિત્ય-1981
  • ➽                    નરસિંહ મહેતા: આસ્વાદ અને સ્વાધ્યાય
  •                     શિવકુમાર જોષી: વ્યક્તિત્વ અને વાડમય
  •                     રંગભર સુંદર શ્યામ રમે -2009
  • ➽                    માનસથી લોકમાનસ -2009 (મોરારી બાપુના જીવન પર આધારિત)

          હાસ્ય કૃતિ :
  • ➽                    સુખ સુએ સંસારમાં
  • ➽                    ઊંઘ અને ઉપવાસ

          નિબંધ :
  • ➽                    સહરાની ભવ્યતા-1980
  •                     તિલક કરે રઘુવીર(વ્યક્તિ ચિત્રોનો સંગ્રહ)
  •                     પુનર્વિચાર-1999
  • ➽                    પ્રેમ અને કામ-2006
  •                     વાડમાં વસંત
  • ➽                    ભૃગુલાંછન
  •                     મુદ્દાની વાત

          કવિતા :
  •                     તમસા-1967,1972
  • ➽                    વહેતા વૃક્ષ પવનમાં- 1984
  •                     ઉપરવાસયત્રી
  •                  ફૂટપાથ અને શેઢો -1987
  • ➽                    પરદેશ – 1978
  • ➽                    પાદરના પંખી-2007


સન્માન :

  • ➽           રણજિતરામ સુવર્ણ ચંદ્રક-1975
  •            ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ
  • ➽           સાહિત્ય અકાદમી દિલ્હીનો એવોર્ડ-1977
  • ➽           દર્શક એવોર્ડ-1994
  • ➽           નર્મદ સુવર્ણચંદ્રક – 1995 (તિલક કરે રધુવીર)
  • ➽           જ્ઞાનપીઠ પુરસ્કાર(નવલકથા-અમૃતા માટે) -2015
  •            કુમાર ચંદ્રક -1965
  •            ઉમાસ્નેહરશ્મિ પારિતોષિક
  •            ઉતરપ્રદેશ તરફથી સૌહાર્દ પુરસ્કાર-1988
  •            ક. મા. મુનશી એવોર્ડ-1979
  • ➽           નંદશંકર મહેતા ચંદ્રક
  •            ગોવર્ધનરામ ત્રિપાઠી પુરસ્કાર
  • ➽           સાહિત્ય ગૌરવ પુરસ્કાર -2001
  • ➽           NTR ઍવોર્ડ

કાવ્ય પંક્તિ :   

  • ➽           સાથે સાથે આવ્યા જેની સંગ
  • ➽           સાગર તીરે અલસ તિમિર વિહરે એકલતા
  •          અમારો ચાલુ રહ્યો પ્રવાસ

અન્ય માહિતી :

  •            રઘુવીર ચૌધરી નવલકથા, વાર્તા, નાટક, એકાંકી, નિબંધ, વિવેચન, રેખાચિત્ર, પ્રવાસ, ચિંતન, સંપાદન એમ સાહિત્યના મોટાભાગના પ્રકારોમાં તેમનું નોધપત્ર પ્રદાન છે
  •            તેમણે એમ.એ. અને પી.એચ.ડી. કર્યું છે અને તેઓ અધ્યાપક,વિવેચક અને સંપાદક પણ રહ્યા છે
  •            પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માણસામાં કર્યા બાદ તેમણે 1960માં હિન્દી વિષય સાથે બી.એ. કરીને અદ્યાપનની શરૂઆત કરી હતી, તેમણે 1962 માં એમ.એ. અને 1979માં હિન્દી-ગુજરાતી ધાતુકોશ વિષય પર પી.એચ.ડી. ની ઉપાધિ મેળવી હતી, તેઓ બી.ડી. આર્ટ્સ કોલેજ, ગુજરાત વિદ્યાપીઠ અને હ.કા. આર્ટ્સ કોલેજ, અમદાવાદમાં લાંબો સમય અદ્યાપક રહ્યા, 1977થી તેઓ ગુજરાત યુનિવર્સિટીના ભાષા સાહિત્યભવનમાં હિન્દી ના અદ્યાપક રહ્યા અને 1998માં તેઓ આદ્યાક્ષ તરીકે નિવૃત થયા
  • ➽           2001 માં ગુજરાતી સાહિત્ય પરિષદ ના પ્રમુખ, ટ્રસ્ટી, રહા હતા ઉપરાંત દર્શક ફાઉન્ડેશન ના ટ્રસ્ટી અને આદ્ય કવિ નરસિંહ મહેતા સાહિત્યનીધિ ના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે
  •            રઘુવીર ચૌધરી રંગદ્રાર પ્રકાશન સંસ્થા  ની સ્થાપના કરી અને તેમાં ઘણા ગુજરાતી સાહિત્યો ના પ્રકાશનો કાર્યા છે